________________
ઉપદેશમાળા *
પ૯ માણસને આ સંસારમાં પ્રથમ સ્ત્રીની કુક્ષિની વિષે ગર્ભવાસમાં દુખ હોય છે, બાલ્યાવસ્થામાં પણ માતાના દુધના પાનથી તેમજ મળમૂત્રથી શરીર ખરડાયેલું રહેવાથી દુઃખ છે, યુવાવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ છે, અને વૃદ્ધભાવ તે તદ્દન અસારજ છે. માટે તે મનુષ્ય ! જે આ સંસારમાં સ્વલ્પ પણ કાંઈ સુખ હોય તે કહો.”
એ પ્રમાણે વેરાગ્યથી જેનું મન રંજિત થયું છે એ રાજા ચિતવન કરે છે કે આ સંસારમાં વૈરાગ્યની સાથે બરોબરી કરી શકે તેવું કઈ પણ સુખ નથી. કહ્યું છે કે –
ભોગે રંગભર્યા સુખે ક્ષયભયં વિત્તગ્નિભૂભૂદૂભયમ્ દામ્ય સ્વામિભયં ગુણે ખલભય વંશે કુષિદૂભયમ્ માને ગ્લાનિભયં જયે રિપુભયંકાયે કૃતાંતાદૂભયમ્ સવ” નામભયં ભવેત્ર ભવિનાં વૈરાગ્યમેવાભયમ્ |
ભેગમાં રાગને ભય, સુખમાં ક્ષયને ભય, ધનને વિષે અગ્નિ ને રાજાને ભય, દાસત્વમાં સ્વામીને ભય, ગુણમાં ખળપુરુષનો ભય, વંશમાં કુમારીને ભય; માનને વિષે તેની હાનિ થવાનો ભય, જયને વિષે રિપુને ભય અને દેહને વિષે યમ રાજાનો ભય હોય છે. એ પ્રમાણે આ સંસારમાં મનુષ્યોને સર્વ ભયયુક્ત હોય છે, માત્ર વૈરાગ્ય જ એક ભયરહિત છે.”
એ પ્રમાણે વિચારી વૈરાગ્યમાં તત્પર થયેલ રાજાએ પોતાના બાલ્યાવસ્થાવાળા પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. તત્કાળ જેણે કેશનો લેચ છે એવો તે રાજા પૃથ્વી ઉપર વિહાર કરતાં રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રાથી ઉભે રહ્યો. તે અવસરે શ્રીમાન વર્ધમાન સ્વામિ-એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ચૌદહજાર સાધુઓથી પરિવૃત થયેલા, દેવતાઓએ નિર્માણ કરેલાં સેનાનાં કમલ ઉપર પોતાના ચરણેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org