________________
४६०
ઉપદેશમાળા (આરીસાએ કરીને) તેલના બદલામાં તલ આપનાર બેદ્ર ગામના નિવાસી મૂખની જે જાણ, એટલે થોડાના બદલામાં ઘણું આપી દેનારે જાણ. તલ આપીને તેલ લેનારો તે મૂખ ઘણા તેલને હારી જાય છે, તે એવી રીતે તે આદર્શના પાછલા ભાગે ભરીને તલ આપે અને કાચની બાજુથી તેલ પ્રહણ કરે તેથી તેલ ઘણું થોડું આવે અને તલ ઘણું જાય. એવી રીતે કરાર કરનાર બેદ્રગામવાસી મૂર્ખનું દષ્ટાંત અહીં જાણવું એટલે તે જેમ થેડા તેલના બદલામાં ઘણું તલ હારી ગયો, તેમ પ્રમાદી મુનિ ચારિત્રની છેડી શિથિલતાના બદલામાં ઘણું તપ હારી જાય છે. આ બદ્રિ ગામવાસીનું દૃષ્ટાંત નાનું હોવાથી અત્ર લખ્યું નથી.” ૪૨૮. છજજવનિકાયમહવયાણ, પરિપાલણુઈ જઈઘમ્મા જઈ પુણુ તાઈ ન રખાઈ, ભણહિ કોનામસો ધમ્મ પાઇરલ
અર્થ–“પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જવનિકાયનું અને પ્રાણાતિપાત વિરમણાદિક પાંચ મહાવ્રતનું પરિપાલન (સારી રીતે રક્ષણ) કરવાથી યતિધર્મ થાય છે-કહેવાય છે. પણ જો તે છ જવનિકાય અને પાંચ મહાવ્રતનું રક્ષણ ન કરે, તે હે શિષ્ય! તું કહે કે તેને ક ધર્મ કહેવો? અર્થાત્ તેના રક્ષણ વિના ધર્મ કહેવાય જ નહીં. ૪૨૯. છજજવનિકાયદયાવિવજિજએ નવ દિખિઓ ન ગિહી. જધમ્માઆ ચુક્કો, ચુઈ ગિહીદાણુધમ્માઓ ૪૩૦ |
અર્થ–“છ જવનિકાયની દયાથી રહિત એવો વેષ ધારી દીક્ષિત (સાધુ) કહેવાય જ નહીં, તેમજ (મસ્તક મુડેલું હોવાથી) ગૃહસ્થી પણ કહેવાય નહીં. તે યતિધર્મથી ચુક્યો
ગાથા ૪૨૯-પરિપાલણાય ! તાઈ ! ગાથા ૩૩૦—દિખિઉ ગિહિદાણધમ્માઓ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org