________________
૭
ઉપદેશમાળા કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે લેકેને મારે છે, ખોટું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સમાગમ કરે છે, ભયાભર્યાના વિવેકને જાણતો નથી, કેઈની શીખામણ માનતો નથી, માતાપિતાની અવજ્ઞા કરે છે, એ પ્રમાણે મહા અન્યાયાચરણમાં ચતુર એવા તે શહેરમાં ભમ્યા કરે છે એક દિવસ રાજાએ તેના સંબંધી હકીકત સાંભળીને આ અયોગ્ય છે એમ જાણી દુર્ગપાળને બેલાવીને કહ્યું કે “વિરસ વાજિંત્ર વગાડતાં આ અધમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકે ” લોકેએ પણ એ બાબતમાં અનમેદન આપ્યું. દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં અતિ શ્રેષ રાખી નગરમાંથી નીકળી ભદ્વપલ્લીમાં ગયો. ત્યાં તે ભિલ્લપતિને મળે. ભિન્નપતિએ પણ “અમારા કામમાં આ કુશળ છે” એવું લક્ષણેથી જાણે તેને સ્વપુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની સઘળી સંપત્તિ તેને સ્વાધીન કરી. તે કુમારપણે વિચરે છે. ત્યાં રહેતું હતું તે ઘણું જીવને નિર્દયપણે મારે છે તેથી લોકમાં દૃઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયે.
એક દિવસ તે મોટું ધાડું લઈને કુશસ્થલ નગર લુંટવાને ગયા. તે વખતે તે નગરમાં દેવશર્મા નામને એક દરિદ્રી બ્રાહ્મણ વસતે હતો. તે દિવસે ઘણુ મરથ પૂર્વક તેણે પોતાના ઘર આગળ ક્ષીરનું ભજન રંધાવ્યું હતું. અને પોતે સ્નાનાથે નદીએ ગયો હતું. તે અવસરે કોઈ એક ચેરે તે બ્રાહ્મણનાં ઘરમાં દાખલ થઈ તે ક્ષીરનું ભાજન ઉપાડ્યું. તે જોઈને રુદન કરતાં કરતાં તે બ્રાહ્મણનાં બાળકેએ નદી એ જઈ તેમના પિતાને તે કહ્યું. ક્ષુધાતુર થયેલ તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઈને મોટી ભેગળ લઈ મારવાને માટે તે ચેર પાસે આવ્યો. બંને પરસ્પર લડવા લાગ્યા તે વખતે પેલા દઢપ્રહારીએ આવીને ખગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિપર પડેલો જોઈને ક્રોધાવેશથી પરવશ થઈ પિતાનું પૂછડું ઉંચું કરી તે બ્રાહ્મણના ઘરની ગાય તે દઢપ્રહારીને મારવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org