________________
ઉપદેશમાળા
૨૭૩ માટે દોડી, પરંતુ દઢપ્રહારીએ ભયંકર પરિણામ પૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે અવસરે પોતાના પતિને મરેલો જોઈને આંસુ પાડતી, વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી ત્યાં આવી. તેને પણ તે દૃઢપ્રહારીએ મારી નાંખી, તેને પેટ ઉપર પ્રહાર કરવાથી તેની કુક્ષિમાં રહેલ ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડે. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઈને તે નિર્દય હતો છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યું કે “અરેરે! અતિ અધમ કર્મ કરનાર મને ધિક્કાર છે! મેં નિષ્કારણ આ અનાથ અને ગર્ભવતી અબળાને મારી નાંખી. મને ચારે હત્યા લાગી. એક પણ હત્યાથી નિશ્ચય નરકગતિ પ્રાપ્ત થાય છે તે મેં આ ચાર હત્યા કરી છે તેથી મારી કેવી ગતિ હશે? દુર્ગતિરૂપ કૂવામાં પડતાં મને કેણ શરણભૂત થશે?” આ પ્રમાણે વિચાર કરી વ્યગ્ર મને નગરમાંથી નીકળી વનમાં ગયે. ત્યાં તેણે એક સાધુને જોયા. તેમના ચરણમાં પડી પોતાના પાપનું સ્વરૂપ નિવેદન કર્યું અને કહ્યું કે “હે ભગવન્! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો.” સાધુએ કહ્યું કે “શુદ્ધ ચારિત્રધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઈશ નહિ.” તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
પછી તેણે એ દઢ અંગ્રહ કર્યો કે “જ્યાંસુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં આવે ત્યાંસુધી અન્ન કે પાણી મારે લેવું નહિ.” એ અભિગ્રહ લઈ તે જ નગરના એક દરવાજે કાયોત્સર્ગ કરીને ઉભે રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતા નગરના લોકે તે હત્યાઓનું વારંવાર સ્મરણ કરાવીને
આ મહા દુષ્ટ કર્મ કરનાર છે” એ પ્રમાણે કરી તેની તાડના તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે છે, કેટલાક મુષ્ટિપ્રહાર કરે છે, કેટલાક ગાળ દે છે, કેટલાક પથ્થરો ફેંકે છે અને કેટલાક દુર્વચનથી તેને તિરસ્કાર કરે છે, પરંતુ તે જરા પણ ફોધ કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org