________________
ઉપદેશમાળા
૧૨૧ એક વાનર ગ્રીષ્મ ઋતુમાં તૃષાતુર થવાથી જળની ભ્રાંતિએ ચીકણું જળવગરના કીચડમાં પડ્યો. જેમ જેમ શરીરની ઉપર કીચડનો સ્પર્શ થતે ગમે તેમ તેમ ઠંડે લાગતે ગયા, તેથી તેણે આખું શરીર કાદવથી લીપ્યું, પણ તેથી તેની તૃષા ગઈ નહિ, અને સૂર્યના તાપથી જ્યારે કાદવ સૂકાય ત્યારે તેને શરીરે ઘણું પીડા થઈ. તેવી રીતે હે પ્રિયે! વિષયસુખ રૂપી કીચડથી હું મારા શરીરને લેપન કરીશ નહિ.
ઈતિ વાનર દષ્ટાંત ૮. હવે પાંચમી શ્રી નભસેના કહેવા લાગી કે-“હે સ્વામી ! અતિલોભ ન કરવો, અતિભથી બુદ્ધિ નષ્ટ થાય છે. તે ઉપર સિદ્ધિ અને બુદ્ધિનું દષ્ટાંત છે.” તેણે સિદ્ધિ બુદ્ધિનું દષ્ટાંત કહ્યું. તે સાંભળી બૂકુમારે ઉત્તર આપ્યો કે-“હે પ્રિયે ! બહુ કહેવાથી પણ જાતિવંત ઘેડાની પેઠે હુ અવળે માર્ગે ચાલનાર નથી.” તે જાતિવંત ઘેડાનું દષ્ટાંત આ પ્રમાણે છે–
વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘેર એક ઘડે હતે. તે ઘડે તેણે જિનદત્ત નામના શ્રાવકના ઘરે રાખેલ હતું. તે ઘડે અનેક સારાં લક્ષણવાળે હેવાથી એક દિવસે કેઈ પલીપતિએ તેને ઉપાડી લાવવા માટે પિતાના એક સેવકને મોકલ્યો. તેણે ખાતર પાડીને તે ઘોડાને બહાર કાઢ્યો, પરંતુ તે ઘેડો ઉન્માર્ગે ચાલતું નથી, તેણે ઘણે પ્રયાસ કર્યો, પણ તેણે અનુભવેલા રાજમાર્ગ સિવાય તે અન્ય રસ્તે કઈ રીતે ચાલ્યા નહિ, એટલામાં શેઠે જાગી જવાથી તે જાયું એટલે ચેરને બાંધીને ઘોડે લઈ લીધે. પછી ચોરને પણ મુક્ત કર્યો. એવી રીતે હે પ્રિયે ! હું પણ ઘેડાની પેઠે શુદ્ધ ૧. સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત પણ પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org