________________
૧૨૦
ઉપદેશમાળા ચલિત થશે નહિ તે વિદ્યા સિદ્ધ થશે. પછી બંને ભાઈએ વિદ્યા સાધવા બેઠા. તેમાં એક વિદ્યુમ્માલી વિહલ મનન હોવાથી ચલિત થયે, અને બીજી મેઘરથ ગુરુનું વચન યાદ રાખીને ચલિત થયો નહિ તેને વિદ્યા સિદ્ધ થઈ અને છ માસમાં પુષ્કળ ધન પ્રાપ્ત થયું વિદ્યુમ્માલી દુઃખી થયે આ દષ્ટાંત કહીને જંબૂકુમારે કહ્યું કે –માતંગી સદેશ મનુષ્ય સ્ત્રીના ભોગે છે, તેથી બહુ સુખના અથી પુરુષોએ તેને ત્યાગ કરે ગ્ય છે.
ઈતિ વિદ્યુમ્માલી કથા ૫-૬. ચોથી કનક્સના નામની આ બોલી કે-“હે સ્વામી! જે અમે માતંગી સદશ હતા તે તમે શા માટે પરણ્યા ! હવે પાણી પીને ઘર પૂછવું તે ઘટિત નથી. વળી હે સ્વામી! અતિલોભથી તમે પેલા કણબીની પેઠે પશ્ચાત્તાપ પામશે.” તે દષ્ટાંત આ પ્રમાણે–
સુરપુર નગરમાં એક કણબી વસતો હતો, તેણે પિતાના ખેતરમાં ખેડ કરી હતી. તેથી રાત્રિએ પક્ષી ઉડાડવાને માટે તે શંખ વગાડતે હતો. એક દિવસે ચરે ગાયનું ધણ લઈને તે ક્ષેત્ર પાસે આવ્યા. તેવામાં શંખનો ધ્વનિ સાંભળીને તેઓ ભયાક્રાંત થઈ ગયા. એટલે ગાયોને છોડીને નાસી ગયા. પેલો કણબી તે ગાયો વેચીને સુખી થયો. એ પ્રમાણે ત્રણવાર બન્યું. એક દિવસ તે એરોએ કણબીની તમામ હકીકત જાણી, એટલે તેઓએ ત્યાં આવીને કણબીને બાંધે અને પ્રહારથી સીધો કર્યો. એ પ્રમાણે છે સ્વામી! અતિ લેભી પ્રાણએ દુઃખ પામે છે.
ઇતિ શંખ વગાડનાર કણબીનું દષ્ટાંત ૭.
જ બુકુમાર કહે છે કે-અતિ કામની લાલસાવાળા મનુષ્ય વાનરની પેઠે બંધન પ્રાપ્ત કરે છે. તે વાનરનું દષ્ટાંત આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org