________________
ઉપદેશમાળા
૧૧૯ ધીત વાનર દષ્ટાંત ૩. જંબૂકુમાર કહે છે કે હે પ્રિયે! આ જીવે અનતી વાર દેવ સંબંધી ભેગે પણ ભગવેલા છે પરંતુ તે તૃપ્ત થયો નથી તે આ મનુષ્યનાં સુખ તે શી ગણત્રીમાં છે? જેમ એક કબાડી કેયલા પાડવા માટે વનમાં ગયો હતો. ત્યાં મધ્યાહ્નકાલે અતિ તૃષિત થવાથી તેણે બધાં જલપાત્રો પીને ખાલી કર્યા, તે પણ તેની તૃષા મટી નહીં. પછી તે એક ઝાડની છાયાંમાં સૂતે, અને તેણે સ્વપ્નમાં સેવે સમુદ્રો ને નદીઓનું જળ પીધું તે પણ તે તૃપ્ત થ નહીં છેવટ એક ભાગમાં રહેલ કાદવથી મળેલું જળ પીવા માંડયું પણ કોઈ તૃપ્ત થયો નહિ. સમુદ્રજળથી તૃપ્તિ ન થઈ તે કીચડવાળ જળથી તૃપ્તિ ક્યાંથી થાય! અહીં સમુદ્રજળ જેવા દેવના ભેગે છે, અને કાદવના જળ જેવા મનુષ્ય શરીરના ભાગે છે એમ જાણવું.
ઈતિ કબાડી દષ્ટાંત ૪. હવે ત્રીજી પાસેના સ્ત્રીએ કહ્યું કે-સહસા કાર્ય કરવાથી ન પુર પંડિતાની પેઠે પશ્ચાત્તાપ થશે” પ્રભવે કહ્યું કે- પુર પંડિતાનું દષ્ટાંત કહે.” તેણે તે દષ્ટાંત કહ્યું. તેના ઉપર જંબુકુમાર વિદ્યુનાલીનું દષ્ટાંત કહ્યું, જેણે માતંગીના સંગથી બધી વિદ્યા ગુમાવી હતી. તે દષ્ટાંત આ પ્રમાણે
આ ભરતક્ષેત્રમાં કુશવર્ધન ગામમાં વિપ્રના કુળમાં વિદ્યુમ્માલી ને મેઘરથ નામે બે ભાઈઓ ઉત્પન્ન થયા હતા. એક દિવસે તેઓ વનમાં ગયા હતા, ત્યાં તેમને કઈ વિદ્યાધરે માતંગી નામની વિદ્યા આપી. વિદ્યારે તેમને કહ્યું કે-“તે માતંગી દેવી ભેગની પ્રાર્થના કરશે, પણ જો તમે મનની સ્થિરતા રાખશે અને
૧ આ વૃષ્ટાંત પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવું, અહીં આપ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org