________________
ઉપશમાળા પુર નગરમાં બ્રહ્મદત્ત નામને બારમે ચક્રવર્તી થયે. તેની ઉત્પત્તિનું સ્વરૂપ આગળ કહીશું. અનુક્રમે તેણે છખંડને વિજય કર્યો. એક દિવસ સભામાં બેઠેલા બ્રહ્મદત્તને પુષ્પ ગુચ્છ જેવાથી જાતિસ્મરણશાન થયું. તેથી પૂર્વભવમાં અનુભવેલું નલિની ગુલ્મ વિમાન તેને યાદ આવ્યું. તે સાથે પાછલા પાંચ ભવ તેને યાદ આવ્યા. તેણે મનમાં ચિંતવન કર્યું કે-“જેની સાથે મારે પાંચ ભવથી સંબંધ હતું તે મને કેવી રીતે મળશે? તે ક્યાં ઉત્પન્ન થયો હશે?” પછી તેણે પોતાના બંધુને મળવાને માટે અર્થી ગાથા રચી તે નીચે પ્રમાણે–
આથદાસી મૃગૌ હંસૌ માતંગાવમરી તથા
પ્રથમ બંને અશ્વદાસ (ઘેડાના ખાસદાર), પછી બે મૃગ, પછી બે હંસ, પછી બે માતંગ (ચાંડાલ) અને પછી બંને દેવ થયા.” આ પ્રમાણે બનાવીને “જે આ ગાથાને અર્ધ ભાગ પૂરો કરશે તે મારા બધુ જ હોવું જોઈએ, બીજાથી પૂરી શકાય તેમ નથી” એ નિશ્ચય કરીને તેણે લોકોમાં જાહેર કર્યું કે “જે આ ગાથાને ઉત્તરાદ્ધ પૂરો કરશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણેની હકીકત સાંભળીને સર્વ લેકેએ તે અધીર ગાથા કંઠે કરી, પરંતુ કેઈ તે સમસ્યા પૂર્ણ કરી શકયું નહિ. એ પ્રમાણે ઘણું દિવસે વ્યતીત થયા.
હવે એવે સમયે પુરિમતાલ નગરમાં શેઠના કુલમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જીવે ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેને જાતિસ્મરણશાન થયું, તેથી તેણે પણ પાછલે પાંચ ભવને સંબંધ જા. પછી તેણે વિચાર્યું કે મારા બાંધવે નિયાણું કરેલું હેવાથી તે ભિન કુળમાં ચક્રવતી થયેલ છે, માટે હું તેને પ્રતિબેધ પમાડું.” એ વિચાર કરી તે કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રંટ ચલાવનારના મુખથી પેલી અરધી ગાથા સાંભળી ચિત્રમુનિએ ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે નીચે પ્રમાણે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org