________________
ઉપદેશમાળા કેહ પછઠ્ઠો દેહધરિ, વિનિ વિકાર કરેહા આપો તા પર તર્વે, પરંતહ હાણ કરેહ ર છે
દેહરૂપ ઘરમાં કે ધ પેઠે તે તે ત્રણ વિકાર કરે. ૧ પોતે તપે, ૨ બીજાને તપાવે અને ૩ પરસાથેના સ્નેહની હાની કરે.”
“માટે તે ધના આશ્રયભૂત આ દેહને જ તજી દે જોઈએ, અવગુણેના નિવાસસ્થાન એવા આ દેહને ધારણ કરવાથી શે લાભ છે?” આ પ્રમાણે વિચાર કરીને ચિત્ર અને સંભૂતિ બને મુનિઓએ વનમાં જઈને અને શનિ ગ્રહણ કર્યું. લોકો ધન્ય! ધન્ય!” એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણું લોકે તેમને વાંદવા ગયા, એટલે સનકુમાર ચક્રી પણ પિતાના પરિવાર સહિત તેમને વાંદવાને ગયા. તે વાંદી પ્રશંસા કરીને પાછો આવ્યો. પછી ચક્રવર્તીની સ્ત્રીરત્ન સુનંદા ઘણું સ્ત્રીઓથી પરિવૃત થઈને વાંદવા ગઈ અને તે ભક્તિથી બંને હાથ જોડી ચિત્ર મુનિના ચરણને વદીને પછી સંભૂતિ મુનિના ચરણમાં પડી. તે સમયે કાજલ જેવો શ્યામ તેને કેશપાલ સંભૂતિ મુનિના ચરણમાં અથવા તેના સ્પર્શથી જેને અત્યંત રાગ ઉત્પન્ન થયો છે એવા સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે જે મારા તપનું ફળ હોય તે આવું શ્રી રતન મને પરભવમાં પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે નિકાચિત નિયાણું કર્યું. તે અવસરે ચિત્ર મુનિએ કહ્યું કે હે બધુ! તમે એ શું કરે છે? આ દુષ્ટ પરિણામવાળા વિષયો આ જીવે અને તીવાર ભેગવ્યા છે તથાપિ તે તૃપ્તિ પામ્યું નથી, માટે આવું નિયણું ન કરો.” સંભૂતિ મુનિએ કહ્યું કે-“મેં દઢ મનથી જે નિયાણું કરેલું છે તે ફરવાનું નથી, માટે હવે તું કઈ કહીશ નહિ.” તે સાંભળી ચિત્રમુનિ મૌન રહ્યા
અનુક્રમે બંને મુનિ અનશન પાળીને સ્વર્ગે ગયા. બંને જણા એક જ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં ચિરકાલ ભેગ ભેગવી પ્રથમ ચિત્રને જીવ ત્યાંથી રવીને પુરિમતાલ નગરમાં એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે અને સંભૂતિ નિદાનને માહાઓથી કપિલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org