SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ-હિંડી [ ૩૫ ] વસન્તતિલકા ગણિકાને પ્રસંગ બીજી તરફ, વસન્તસેના ગણિકાની પુત્રી વસન્તતિલકાનું પ્રથમ નૃત્ય-પ્રદર્શન જેવાની ઈચ્છાવાળા શત્રુદમન (જિતશત્રુ ) રાજાએ ગેઝિકના આગેવાનોને કહેવરાવ્યું કે, વસતતિલકાની નૃત્યવિધિના દર્શનની પરીક્ષા કરવાની મારી ઈચ્છા છે, માટે ચતુર પ્રેક્ષકને મોકલે.” ગેબ્રિકેએ ધમ્મિલને નૃત્યના પ્રેક્ષક તરીકે મોકલ્યો. બીજા કેટલાક માણસોને પણ રાજાએ આમંત્રણ આપ્યાં. તેમની સાથે રાજા પણ બેઠે. પછી મનહર અને દર્શનીય તથા નૃત્યને એગ્ય એવા ભૂમિભાગમાં રંગમંચ ઉપર વસન્તતિલકાએ લાવણ્ય, શુંગાર, અલંકાર, વિલાસ, આવેશ, મધુર વાણી અને નાટ્યવડે પ્રશસ્ત, શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણેના પગસંચારવાળું, જેમાં વર્ણનો યોગ્ય પરિવર્ત–આલાપ હતા તથા હાથ, ભ્રમર અને મુખને અભિનય હતો એવું, હાવભાવ અને આંખના સંચારથી યુક્ત, નૃત્યકળાના પ્રશસ્ત જ્ઞાનવડે આશ્ચર્યજનક, હાથ અને બીજી ક્રિયાઓના સંચરણવડે યોગ્ય રીતે વિભક્ત, તથા વીણા, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર એવું નૃત્ય કર્યું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં સર્વે પ્રેક્ષકોએ અહે! વિરમયની વાત છે” એ પ્રમાણે સહસા ઘેષણ કરી. રાજાએ ધમિલને પૂછ્યું, “ધમ્મિલ ! વસન્તતિલકાએ કેવું નૃત્ય કર્યું?” ધમ્મિલે નૃત્યના ગુણની પ્રશંસા કરીને કહ્યું, “દેવ! તેણે સુરવધૂદેવાંગના સમાન નૃત્ય કર્યું છે.” પછી સંતુષ્ટ થયેલા રાજાએ રાજાને ગ્ય એવાં પૂજા અને સત્કારથી વસન્તતિલકાનું સન્માન કર્યું, અને “હવે તું તારે ઘેર જા” એમ કહીને રજા આપી. તે વસન્તતિલકાએ બસ્મિલ્લને વિનય અને ઉપચારપૂર્વક વિનંતી કરીને પિતાની ગાડીમાં બેસાડે અને પછી પોતે પણ બેઠી. આ રીતે ધમિલ તેને ઘેર ગયે. પછી તે વસન્તતિલકાનાં હાસ્ય, વચન, ગીત અને હાવભાવના કલાગુણેમાં પણ કલાને જોતા તથા ઉપચારયુક્ત નવાવનના ગુણે અનુભવતા એ ધમિલે સમય કેમ ચાલ્યો જાય છે એ પણ જાણ્યું નહીં. તેનાં માતા-પિતા પોતાની દાસી મારફત દરરોજ પાંચસો રૂપિયા વસન્તતિલકાની માતાને મોકલતા હતાં. આ પ્રમાણે અનેક પૂર્વ પુરુષોએ સંચિત કરેલું તેના કુટુંબનું વિપુલ ધન દેવેગે, જેમ સૂકી અને ઝીણી રેતી મૂઠીમાં ભરતાં જ સરી પડે તે પ્રમાણે, નાશ પામી ગયું. સુરેન્દ્રદત્ત અને સુભદ્રાને પરિતાપયુક્ત સંવાદ પછી ધમિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિ:શ્વાસ નાંખીને “હા પુત્ર! હા પુત્ર!” એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, “હે પુત્રવત્સલ સ્ત્રી ! હવે શું કામ રડે છે ? તે દિવસે હું કહેતા હતા એ તે તે સાંભળ્યું નહીં. ” ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy