SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Noooo કી પછી શ્રેણિક રાજાને સર્વજ્ઞના આગમ અનુસારે ભગવાન ધમિલચરિત કહેવા લાગ્યા, તે હે કુણિક! તું પણ ધ્યાનપૂર્વક થોડીકવાર સાંભળ– બસ્મિલ્લચરિત ઘણા દિવસે જેનું વર્ણન થઈ શકે એવું કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતા અને તેને ધારિણી નામે રાણી હતી. એ નગરમાં અન્ય કુટુંબીજને પિતાના મરથ વડે જેની પૃહા કરતા હતા એવા વિપુલ વૈભવવાળો, ધન, શીલ, ગુણ અને જ્ઞાનવડે કરીને જેણે પોતાનાં કાર્યોની કીર્તિ વિસ્તારી છે એવો તથા ઈન્દ્રના જેવા રૂપ અને વિભાવવાળો સુરેન્દ્રદત્ત નામે સાર્થવાહ રહેતે હતો. કુળને ગ્ય તથા ધર્મ અને શીલથી સંપન્ન એવી તેની સુભદ્રા નામે પત્ની હતી. તે છતુકાળે સગર્ભા થઈ. અનુક્રમે તે ગર્ભ વધતાં તેને સર્વ પ્રાણુઓને અભયદાન આપવાન, ધાર્મિક જનનું વાત્સલ્ય કરવાને અને દીનજનો પ્રત્યેની અનુકંપાથી પુષ્કળ દાન કરવાને દેહદ પેદા થયો. પછી નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂર્ણ થતાં તે સુભદ્રાને પુત્ર જન્મે. માતાને ધર્મ કરવાને દેહદ થયે હતું, આથી તે પુત્રનું નામ “ધમ્મિલ” રાખવામાં આવ્યું. પછી પાંચ ધાત્રીઓ વડે પાલન કરાતો તે સુખપૂર્વક વધવા લાગ્યો. જેના પ્રારંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત (પક્ષીઓની વાણું જાણવાની કળા) જેના અંતમાં છે એવી બતર કળાઓમાં કાળે કરીને તેણે પ્રવેશ કર્યો. જ્યારે સ્મિલ અભિનવ યૌવનમાં આવ્યું ત્યારે એ જ નગરમાં રહેતા ધનવસુ સાર્થવાહની ધનદના નામે પત્નીની આમજા યશોમતી કે જે કુલ અને શીલમાં ધમિલને અનુરૂપ હતી, પઘરહિત લક્ષમી જેવી અને લક્ષમી સમાન રૂપવાળી હતી તેની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પણ વિષયભોગોથી પરાભુખ તથા શાસ્ત્રાભ્યાસમાં જ આસક્ત હૃદયવાળો ધમ્મિલ પત્નીની દરકાર કરતો નહોતે. એક વાર ધમિલની સાસુ પિતાની પુત્રીને મળવા માટે તેને ઘેર આવી. ધમિલના પિતાએ પિતાના વૈભવને અનુરૂપ અને સંબંધને યંગ્ય એવી રીતે તેનું સન્માન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy