________________
કથાની ઉત્પત્તિ
[ ૩૧ ]
તમારી પાસે આવ્યો છું. કહે, શા માટે તમે ભેજન કરવા ઈચ્છતા નથી?” શિવકુમારે જવાબ આપે, “શ્રાવક! માતા-પિતા અને દીક્ષા લેવાની રજા આપતાં નથી, તેથી મેં ગ્રહવાસને ભાવથી ત્યાગ કર્યો છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું સાધુ તરીકે જ રહીશ.” દઢમેં કહ્યું, “કુમાર! જે તમે ગૃહવાસને ત્યાગ કર્યો છે તે ભલે કર્યો. જેણે પોતાનું કાર્ય સાધી લીધું છે એવા માણસને માટે નિરાહારતા પણ ગ્ય છે; પરન્તુ સાધકને માટે તો શરીર ધર્મનું સાધન છે. આહાર વિના શરીર વિનાશ પામે. નિર્દોષ આહાર લેવાનું યતિઓને માટે વિરુદ્ધ નથી, માટે શરીરના નિર્વાહ પૂરતા પ્રાસુક અને એષણીય આહાર લેતાં તમે નિર્વાણ ફળના ભાગી થશે.” શિવકુમારે પૂછયું, “પણ અહીં રહેતાં મને પ્રાસુક અને એષણય આહાર મળે કેવી રીતે ?” દઢધમેં કહ્યું, “કુમાર! તમે સાધુ છે. આજથી હું તમારા શિષ્ય તરીકે અહીં નિર્દોષ ખાનપાન વડે તમારી વેયાવચ્ચ કરીશ; માટે મને તેમ કરવાની અનુજ્ઞા આપ.” ત્યારે શિવકુમારે કહ્યું, “તું જિનવચનનો વિશારદ તથા ક૯ય અને અકલની વિધિને જાણનારો છે, માટે “મારે ખાવું જ જોઈએ” એમ જ માનતો હોય તે દરેક છઠ્ઠ ભક્તને અંતે મારું આયંબિલથી પારણું થાઓ.” દઢામે “ભલે” એમ કહીને આ વસ્તુ સ્વીકારી. શિવકુમાર પણ તેને બંધ–મોક્ષનું વિવરણ કહેવા લાગે, તથા પારણુ વખતે દઢધર્મ સૂચવ્યા પ્રમાણેનાં આહારપાણ લાવવા માંડ્યો.
આ પ્રમાણે અંતઃપુરમાં રહેતા, શરદ ઋતુના આકાશ જેવા નિર્મળ સ્વભાવવાળા અને જેનો ધર્મનો વ્યવસાય કયારે પણ પડ્યો નથી એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં. પછી સમાધિથી દેહનો ત્યાગ કરીને તે બ્રહ્મલેક કલપમાં ઈન્દ્રને સામાનિક દેવ થયો. જેવું દેવરાજ બ્રહ્મનું તેજ હતું તેવું જ તેનું પણ હતું. આ દેવ દશ સાગરોપમ આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી આવીને આજથી સાતમે દિવસે અષભદત્ત ઇભ્યની પત્ની ધારિણીને પુત્ર થશે. આ પ્રમાણેના તપના પ્રભાવથી આ દેવની આવી તેજ:સંપત્તિ છે.”
ભગવાનનું આવું વચન સાંભળીને પરમ સન્તોષથી જેનું હૃદયકમળ વિકસેલું છે એ જંબુદ્વીપનો અધિપતિ અનાદત (અણઢિય) દેવ ઊઠ્યો; અને વંદન કરીને, તાળી પાડી મધુર શબ્દથી બેલ્યો, “અહો! મારું કુલ કેવું ઉત્તમ છે ?”
તેનું આ કુલપ્રશંસાનું વચન સાંભળીને શ્રેણિક રાજાએ પૂછયું, “ભગવન્! આ દેવ પિતાના કુળની પ્રશંસા શા કારણથી કરે છે ?” ત્યારે ભગવાને કહ્યું, “સાંભળઅણઢિય દેવની ઉત્પત્તિ
આ જ નગરમાં ગુપ્તિમતિ નામે ઇભ્યપુત્ર હતું. એને ઝાષભદત્ત ( જ બુસ્વામીના પિતા) તથા જિનદાસ નામે બે પુત્રો હતા. તેમાં મોટો ઝાષભદત્ત શીલવાન હતો, જ્યારે નાનો જિનદાસ મઘ, વેશ્યા અને જુગારને વ્યસની હતા. અષભદત્તે સ્વજનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org