SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: હશે?” ત્યારે સાગરદને અવધિજ્ઞાનથી જોઈને કહ્યું, “શિવ! આથી ત્રીજા ભવમાં જબુદ્વીપના ભરતમાં મગધા જનપદમાં તું પ્રાણથી પણ પ્રિય એવો મારો નાનો ભાઈ હતો. તે મંદશ્રદ્ધાવાળો હોવા છતાં સનેહને લીધે મેં તને દીક્ષિત કર્યો. ગયા ભવમાં દેવલોકમાં પણ આપણી વચ્ચે એવીજ પ્રીતિ હતી. અત્યારે તે વીતરાગપણને લીધે સ્વજન અને પરજનમાં હું કંઈ ભેદ જેતે નથી.” આ સાંભળીને શિવકુમારે કહ્યું, “યથાર્થવાદી એવા આપ જેમ કહે છે તેમજ છે. મને જિનવચન ગમે છે; સંસારભ્રમણથી હું ડરેલો છે; તો માતા-પિતાની રજા લઈને પછી આપના ચરણમાં મારું હિત આચરીશ.” આ પ્રમાણે કહી વંદન કરીને ઘેર આવ્યા, અને માતા-પિતાને કહેવા લાગ્યો, “મેં સાગરદત્ત અણગારની પાસે ધર્મ સાંભળે છે. મને રજા આપે, હું દીક્ષા લઈશ.” માબાપે કહ્યું, “પુત્ર! તને અમે કેવી રીતે રજા આપીએ ? અમારાં જીવન તારે જ આધારે છે, માટે અમારો ત્યાગ ન કર.” આ પ્રમાણે માતા-પિતાએ રોકતાં, મનમાં નિશ્ચય કરી તથા મનથી ઘરવાસને ત્યાગ કરી “હું સાગરદત્ત અણગારને શિષ્ય છું” એવા સંક૯પથી સર્વે પાપયુક્ત વ્યાપારને ત્યાગ કરી માન પાળીને તે રહેવા લાગ્યા. પ્રશસ્ત ધ્યાનમાં રહેલા તેને અનેક પ્રકારના ભેજન માટે નિમંત્રવામાં આવ્યો, પણ જ્યારે કેઈનું તેણે સાંભળ્યું નહીં ત્યારે થાકીને પારથ રાજાએ શીલરૂપી ધનવાળા અને શ્રમણોપાસક એવા દઢધર્મ નામના ઇભ્યપુત્રને બોલાવીને કહ્યું, “પુત્ર! પ્રત્રજ્યા લેવાની ઈચ્છાવાળા શિવકુમારને અમે રજા ન આપી, આથી તેણે મૌનવ્રત લીધું છે, તેમજ ભોજન પણ લેતો નથી, માટે તને યેગ્ય લાગે તેમ કરીને પણ એને જમાડ. એમ કરીશ તે તેં અમને જીવિતદાન આપ્યું ગણાશે, માટે આ વસ્તુ ધ્યાનમાં રાખીને અમારી સંપૂર્ણ અનુજ્ઞાથી તેની પાસે જા.” એટલે રાજાને પ્રણામ કરી “સ્વામી ! હું યત્ન કરીશ” એમ કહીને દઢધર્મ શિવકુમારની પાસે ગયે. નૈધિકી ઉચ્ચારીને, ઈર્યાપથિકી પડિકકમીને, દ્વાદશાવત પ્રણામ કરી, ભૂમિશુદ્ધિ કરીને મને આજ્ઞા આપે” એમ કહીને તે બેઠે. શિવકુમારે વિચાર કર્યો, ગ્રહવાસી આ ઈશ્યપુત્ર સાધુને યોગ્ય એ વિનય કરીને બેઠો, માટે પૂછી જોઉં.” પછી તેણે પૂછયું, “ઈશ્યપુત્ર ! સાગરદત્ત ગુરુની પાસે સાધુઓને મેં જે વિનય કરતા જોયા તે વિનય તમે અહીં કર્યો છે, તો તમે જ કહો, એ શું અગ્ય નથી?” ત્યારે દઢધમેં કહ્યું, “કુમાર ! આહંત પ્રવચનમાં શ્રમ અને શ્રાવકને વિનય સામાન્યએકસરખે છે. “જિનવચન સત્ય છે” એવી જે દષ્ટિ તે પણ બન્નેમાં સામાન્ય છે. શમણે મહાવ્રતો ધારણ કરનારા છે, જ્યારે શ્રાવકે અણુવ્રતધારી છે. જીવ-અજીવનું જ્ઞાન તથા બંધ-મેક્ષનું વિધાન આગમમાં છે. શ્રુતના વિષયમાં પણ, સાધુઓ સમસ્ત શ્રુતસાગરના પારગામી છે. બાર પ્રકારના તપમાં તે શું તફાવત હોઈ શકે? તે હું શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy