SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૨૯ ] નગરીમાં વજાદત્ત ચક્રવતીની યશોધરા દેવીના ગર્ભમાં આવ્યા. દેવીને સમુદ્રમાં સ્નાન કરવાને દેહદ થયે. આથી રાજા વાદત્ત ભારે રિદ્ધિપૂર્વક યશોધરાને લઈને સમુદ્ર જેવા બહોળા પાણીવાળી સીતા નદીના કિનારે ગયો. ત્યાં યશોધરાએ સ્નાન કર્યું, તેને દોહદ પૂર્ણ થયે; અને ત્યાં જ પૂરા દિવસે તેણે ઉત્તમ લક્ષણેથી યુક્ત એવા કુમારને જન્મ આપે. માતાને સાગરમાં સ્નાન કરવાનો દોહદ થયો હતો તેથી એનું નામ સાગરદત્ત પાડવામાં આવ્યું. સુખપૂર્વક માટે થયેલે તથા જેણે સર્વે કલાઓ શિખી લીધી છે એ તે યુવાવસ્થામાં આવતાં તરુણ યુવતિઓના વૃન્દની સાથે, જાણે કે હાથણીઓથી વીંટળાયેલા વનહસ્તી હોય તેમ, ક્રીડા કરવા લાગ્યા. એક વાર પ્રાસાદમાં બેઠેલા તેણે મેરુપર્વત જેવા વિશાળ અને નયનમનહર મેઘને જે. તેણે વિચાર્યું, “ઋષિઓ મેરુપર્વતને જે વર્ણવે છે તે જ આ જલધર છે જો મે ખરેખર આ હોય તે દેવો તેમાં રમણ કરે છે તે એગ્ય જ છે.” પણ આમ પરિજન સહિત તે મેઘને જોતે હતા એટલામાં તે તે પાણીના પરપોટાની જેમ ક્ષણ માત્રમાં વિલય પામી ગયે. આથી વૈરાગ્ય પામેલ સાગરદત્ત વિચાર કરવા લાગે, નયને માટે અમૃત સમાન આવી શભા ક્ષણવારમાં નાશ પામી ગઈ, મનુષ્યની પણ આવી સમૃદ્ધિ અંતે નશ્વરનાશ પામવાની છે. આ શરીર પણ ન માલમ, કયારે પડી જશે, તે જ્યાં સુધી આ દેહ ઉપદ્રવરહિત છે ત્યાંસુધી પરાકનું હિત કરી લેવું જોઈએ.” આમ વિચાર કરીને તે દીક્ષા લેવા માટે માતા-પિતાની આજ્ઞા માગવા લાગ્યું. તેઓએ આનાકાનીપૂર્વક રજા આપ્યા બાદ સાગરદત્તે સેંકડો રાજપુત્રો સહિત અમૃતસાગર અણુગારની પાસે દીક્ષા લીધી, અને મૃતરૂપી સમુદ્રને પાર કર્યો. વિશુદ્ધ ચારિત્ર્યવાળા તેને અવધિજ્ઞાન થયું. ભવદેવ પણ દેવકમાંથી એવીને એ જ વિજયમાં વીતશેકા નગરીમાં પવરથ રાજાની વનમાલા દેવીનો શિવ નામે પુત્ર છે. અનુક્રમે મોટે થઈ યુવાવસ્થામાં આવતાં સમાન યૌવન અને લાવણ્યવાળી રાજકન્યાઓ સાથે પ્રાસાદમાં રહેલ તે વિહાર કરવા લાગ્યા. સાગરદત્ત અણગાર પણ ગણુસહિત વિચરતા વીતશોકા નગરીમાં આવી ઉદ્યાનમાં સમેસર્યો. માસક્ષપણના પારણાને અંતે તેઓ કામસમૃદ્ધ નામે સાર્થવાહને ત્યાં જતાં સાર્થવાહે તેમનેં વહોરાવ્યું. તે વખતે તેના દ્રવ્ય, ભાવ અને વહરાવનારની શુદ્ધિ નિમિત્તે વસુધારા થઈ. શિવકુમારે આ સાંભળ્યું. આદરપૂર્વક તે વંદન કરવા નીકળે. ચતુર્દશ પૂર્વોને ધારણ કરનાર સાગરદત્ત પરિવાર સહિત શિવકુમારને કેવલી પ્રણત ધર્મ કહ્યો. લેકેના સંશયરૂપ અંધકારને જિનેશ્વરની જેમ તે દૂર કરવા લાગ્યા. વાતચીતમાં શિવકુમાર પૂછવા લાગ્યું, “ભગવન! આપને જોતાં મારે સનેહ વધે છે; હૃદયને પરમ શાન્તિ થાય છે, તે આપને અને મારો પૂર્વભવને કોઈ સ્વજન–સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy