SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૧૮ ] હશે?” જંબુકુમારે જવાબ આપે, “સિદ્ધિસુખ નિરુપમ છે, દેવસુખથી પણ અનંતગણું નિર્વિપ્ન છે એમ કહેવાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ શરીરને આશ્રીને રહેલી પીડાઓ છે, જ્યાં સુધી મન છે ત્યાં સુધી માનસિક આપત્તિઓ અને દુઃખને સમૂહ છે. “બાણ તેના લક્ષ્યમાં જ પડે છે” એમ માનતા અને ભેજન, પાન, વિલેપન, અશન આદિ ભેગને સુખ તરીકે ક૫તા માણસે દુઃખને જ મેળવે છે એમ જાણવું. એ બાબતમાં આ દષ્ટાન્ત સાંભળ– દુખમાં સુખકલપના વિષે વાણિયાનું દાન એક વાણિયા માલનાં અસંખ્ય ગાડાં ભરીને સાર્થની સાથે અટવીમાં પ્રવેશ્યો. તેણે એક પથ્થર ઉપર લેવડદેવડના વ્યવહારની અનુકૂળતા માટે પણ (નાના સિક્કાઓ-પરચુરણ) ભર્યા હતા. એ ખચ્ચર આડે માર્ગે જતાં તેની ગુણ ફાટી ગઈ, અને સિકકાઓ જમીન ઉપર વેરાઈ ગયા. આ જોઈને વાણિયાએ પોતાનાં ગાડાં ભાવ્યાં અને તે અને તેના માણસેએ સિક્કા ભેગા કરવા માંડયા. એટલામાં ભેમિયાઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું, “ગાડાંઓને આગળ ચાલવા દો. કેડીને માટે કરડેને શું કામ જોખમમાં મૂકો છો ? શું તમને ચેરનો ભય લાગતું નથી?” ત્યારે વાણિયે કહેવા લાગ્યો, “ભવિષ્યને લાભ તો સંદિગ્ધ છે; જે વિદ્યમાન છે તેને ત્યાગ શું કામ કરું?” એટલે બાકીને સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને વાણિયાને માલ ચોરોએ લૂંટી લીધે. એ પ્રમાણે જે માણસ મોક્ષસુખના સાધનની ચિન્તા વિષયને વશ થઈને મૂકી દે છે તે સંસારમાં પડીને, જેને કીમતી માલ લૂંટાઈ ગયે હતા એવા વાણિયાની જેમ, બહુ કાળ સુધી શેક કરશે.” આ બધું સાંભળીને “હું તમારો શિષ્ય છું, તમે મને મોક્ષમાર્ગ દર્શાવ્યું” એમ કહીને પ્રભાવ જંબુકુમારને પગે પડ્યો. જંબુકુમારે પણ “ભલે” એમ કહ્યું. પછી જંબુકુમારે રજા આપતાં ત્યાંથી નીકળીને પ્રભાવ વૈભારગિરિ ઉપર જઈને રહ્યો. સવાર પડતાં જેમણે પુત્રની પ્રવજ્યા વિષે નિશ્ચય કર્યો છે એવાં માતા-પિતાએ તેને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું અને અલંકાર પહેરાવ્યા. જંબુદ્વીપના અધિપતિ દેવે જેનું સાન્નિધ્ય કર્યું છે એ જંબુકુમાર એક હજાર પુરુષવડે વહન કરાતી શિબિકામાં બેઠે. પછી પિતાના કુલના તિલક સમાન જંબુકુમાર વિમિત મનવાળા કેવડે પ્રશંસા કરાતો, અને કુબેરની જેમ મણિ અને સુવર્ણની વૃષ્ટિ કરતો ભારે વૈભવપૂર્વક ગણધરની પાસે પહોંચે. શિબિકામાંથી ઉતર્યો ત્યાં કેશ અને આભરણ ત્યાગ કરીને સુધર્માસ્વામી ગણધરને પગે પડ્યો, અને કહ્યું, “ભગવાન ! સ્વજન સહિત મને તારો.” પછી તેને વિધિપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેની પત્નીઓ તથા માતા પણ સુત્રતા આર્યાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy