________________
કથાની ઉત્પત્તિ
[ ૧૫ ]
આર્યાઓની સાથે વિહાર કરતી મથુરા ગઈ, અને ત્યાં કુબેરસેનાના ઘરમાં વસતિ માગીને રહી. કુબેરસેનાએ વંદન કરીને કહ્યું, “આય! હું ગણિકા હોવા છતાં કુલવધુના જેવી ચેષ્ટાવાળી છું, માટે નિ:શંકપણે રહો.” ગણિકાને (કુબેરદત્તથી થએલ) એક નાને બાળક હતું, તેને તે વારંવાર સાથ્વી સમક્ષ લાવતી હતી. એ વખતે પ્રસંગ જાણીને તેઓના પ્રતિબંધ અર્થે બાળકને કુબેરદત્તા આ પ્રમાણે ઝુલાવવા લાગી—
હે બાળક! તું મારો ભાઈ છે, દિયર છે, પુત્ર છે, મારી શેષનો પુત્ર છે, ભત્રીજે છે, કાકો છે; તું જેને પુત્ર છે તે પણ મારો ભાઈ, પતિ, પિતા, પિતામહ, સસરે અને પુત્ર છે; તું જેના ગર્ભથી ઉત્પન્ન થયો છે તે પણ મારી માતા, સાસુ, શેક્ય, ભેજાઈ, પિતામહી અને વહુ છે.”
તેનું આવું હાલરડું સાંભળીને કુબેરદત્ત વંદન કરીને પૂછવા લાગ્યો કે, “હે આર્યા! આવી પરસ્પરવિરોધી અને અસંબદ્ધ વાણી કેમ અને કેને માટે છે? કે પછી બાળકને રમાડવા માટે આવું અયોગ્ય બોલે છો?” આર્યાએ કહ્યું, “શ્રાવક! આ સાચું જ છે.” પછી પોતે જે અવધિજ્ઞાનથી જોયું હતું તે એ બન્ને જણાને પ્રમાણપૂર્વક કહ્યું, અને મુદ્રા પણ બતાવી. આ સાંભળીને જેને અત્યંત તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એ કુબેરદત્ત
અહે! અજ્ઞાનને લીધે મેં નહીં કરવાનું કામ કર્યું ” એ પ્રમાણે શોક કરતો બાળકને વૈભવ આપીને, આર્યાને નમસ્કાર કરી “તમે મને પ્રતિબોધ પમાડ્યો, હવે મારું હિત આચરીશ” એ પ્રમાણે કહી ત્યાંથી ત્વરાથી ચાલી નીકળે, અને સાધુની પાસે જઈ સાધુવેશ અને આચારને ધારણ કરી, જેનો વૈરાગ્ય ચલિત થયે નથી એવો તે ઉત્કૃષ્ટ તપ અને ઉપધાનવડે દેહને ક્ષપિત કરીને દેવલોકમાં ગયા. કુબેરસેના પણ ગૃહવાસને ગ્ય એવા નિયમો ધારણ કરીને અહિંસાપૂર્વક રહેવા લાગી. આર્યા પ્રવતિની પાસે ગઈ.
પ્રભવ ! આ લોકોને આવી વસ્તુસ્થિતિ જાણ્યા પછી વિષયરોગ થાય ખરે?” પ્રભવે કહ્યું, “ક્યાંથી થાય?” જંબુએ કહ્યું, “એમાંથી કદાચ કઈ મૂઢતાથી પ્રમત્તપણે વિષયસેવન કરે, પણ મને તે ગુરુ પાસે પ્રમાણપૂર્વક વિષયના દેશે સાંભળ્યા પછી ભેગને અભિલાષ નહીં થાય.”
ફરી પ્રભવે કહ્યું, “દેવ! તમારાં અતિશયવાળાં વચનેથી કયા સચેતન પ્રાણિને પ્રતિબંધ ન થાય? તે પણ યોગ્ય લાગે છે માટે કહું છું કે-ધન ભારે પ્રયત્નને પરિણામે મળે છે, તમારી પાસે વિપુલ ધન છે, તેને ઉપભેગા કરવાને માટે એક વર્ષ રહો. છ ઋતુઓના વિષયભોગમાં એ ધનનો વિનિયોગ કરવો ઠીક છે. ત્યારપછી પ્રત્રજ્યા લેશે તે તે યંગ્ય ગણાશે.” જંબુએ જવાબ આપે, “ધનનું સુપાત્રે દાન કરવાનું પંડિતો પ્રશંસે છે, અને નહીં કે વિષયભોગને માટે ધનનો ઉપયાગ. એ બાબતમાં તું કથાનક સાંભળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org