SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૧૭ ] વાગતાં મૂચ્છ પામ્યું. ત્યાં એને એની ધાત્રીએ જોયે. તેણે ન્હાવરાવીને સ્વસ્થ કરી ઘેર પહોંચાડ્યો. ઉપચાર કરવામાં આવતાં ધીરે ધીરે એણે પોતાના શરીરની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી. આ દષ્ટાન્તનો ઉપસંહાર-લલિતાંગ તે જીવ, દેવીના દર્શનનો સમય તે મનુષ્યજન્મ, દાસી તે ઈચ્છા, વાસઘરમાં પ્રવેશ તે વિષયપ્રાપ્તિ, અંત:પુરના અધિકારી રાજપુરુષો તે રોગ, શોક, ભય, શીત, ઉષ્ણતા આદિ પરિતાપ, કૂવે તે ગર્ભવાસ, એમાં એંઠવાડને પ્રક્ષેપ તે માતાએ ખાઈને પચાવેલા અન્ન-પાણીના સ્ત્રાવનો આહાર, કૂવામાંથી બહાર નીકળવું તે પ્રસવકાળ, ધાત્રી તે દેહને પુષ્ટિ આપનાર કર્મ–વિપાકની પ્રાપ્તિ. હે પ્રભવ! રૂપવિસ્મિત દેવી લલિતાંગને ફરી તેડાવે તો તે જાય ખરે?” પ્રભવે કહ્યું, “આટલું દુઃખ અનુભવ્યા પછી તે શી રીતે જાય?” જંબુકુમારે કહ્યું, “અજ્ઞાનને લીધે તથા વિષયભેગની ગુરુકતાથી કદાચ તે ફરી જાય પણ ખરે, જેવી રીતે વિષયાસક્ત અજ્ઞાની છે ગર્ભવાસમાં પ્રવેશે છે. પરંતુ બંધ અને મોક્ષનું સ્વરૂપ જેણે જાયું છે એ હું રાગ-દેષની પરંપરાને ફરી પ્રાપ્ત નહીં કરું.” ત્યારે પ્રભવ કહેવા લાગ્યું, હે સૌમ્ય ! સાંભળો, તમે કહ્યું છે તે બરાબર છે. પણ એક વિનંતી કરું છું. લોકધર્મ અનુસાર પતિએ પત્નીઓનું લાલન-પાલન કરવું જોઈએ, તો કેટલાંક વર્ષ સુધી આ વસ્તુઓ સાથે સુખ ભેળવીને પછી દીક્ષા લેવાનું તમારે માટે છાજતું ગણશે.જંબુકુમારે કહ્યું, “હે પ્રભવ ! સંસારમાં એવો કોઈ નિયમ નથી કે આ ભવમાં પત્ની અથવા માતા હોય તે બીજા ભાવમાં પણ પત્ની અથવા માતા થાય; એટલું જ નહીં પણ આ ભવમાં માતા હોય તે બીજા ભવમાં બહેન, પત્ની અથવા પુત્રી પણ થાય છે. બીજી બાબતમાં પણ એવો જ વિપર્યાલ છે કે–પતિ પણ પુત્ર થાય, પિતા પણ ભાઈ અથવા બીજું કંઈક થાય. તે જ પ્રમાણે કર્મને વશ એવો જીવ સ્ત્રી, પુરુષ અથવા નપુંસક થાય. હવે જે જીવ જન્માતમાં માતા, પુત્રી અથવા ભગિની હોય તેનું ભાર્યાના આચારથી લાલન-પાલન કેવી રીતે થઈ શકે?” પ્રભવે કહ્યું, “જન્માન્તરની વસ્તુસ્થિતિ તો જાણવી મુશ્કેલ છે; “પિતા અથવા પુત્ર” એ તો વર્તમાનને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે” જંબુએ જવાબ આપે, “અજ્ઞાનના દે આવાજ છે, જેથી કરીને અકાર્યમાં પણ કાર્યની બુદ્ધિથી મનુષ્ય પ્રવર્તે છે, અથવા જાણવા છતાં પણ ભેગની , લોલુપતાથી અને સંપત્તિના સુખથી મોહિત થઈને અકાર્યમાં પ્રવર્તે છે. ભવાન્તરની ગતિને સંબંધ બાજુએ મૂકીએ તે પણ, એક ભવને પણ અજ્ઞાનમય વૃત્તાન્ત તું સાંભળ– એક-ભવના વિચિત્ર સંબંધે વિષે કુબેરદત્ત-કુબેરદત્તાનું કથાનક મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. પહેલા ગર્ભના દેહદથી ખેદ પામેલી એવી તેને તેની માતાએ વૈદ્યને બતાવી. વેવે કહ્યું, “એના ગર્ભમાં જેડલું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy