________________
કથાની ઉત્પત્તિ
[૧૧]
જંબુકુમારે કહ્યું, “એમ જ છે. એ દષ્ટાન્તને ઉપસંહાર આવે છે–
પેલે પુરુષ તે સંસારી જીવ. અટવી તે જન્મ, જરા, રોગ, મરણથી વ્યાપ્ત એવી સંસારરૂપી અટવી. વનહસ્તી તે મૃત્યુ. કુવો તે દેવભવ અને મનુષ્યભાવ. અજગર તે નરક અને તિર્યંચ ગતિએ. સર્પ તે દુર્ગતિમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે. વડવાઈ એ જીવનકાળ. કાળા અને ધૂળ ઊંદરો તે કૃષ્ણ અને શુકલ પક્ષો, જે રાત્રિ-દિવસરૂપી દાંતથી જીવિતને ક્ષય કરે છે. વૃક્ષ તે કર્મબંધનના હેતુરૂપ અવિરતિ અને મિથ્યાત્વ. મધ તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ ઈન્દ્રિયોના વિષયો. મધમાખીઓ તે શરીરમાંથી પેદા થતા આગન્તુક વ્યાધિઓ.
આવી રીતે અનેક ભયની વચ્ચે પડેલા તે પુરુષને સુખ ક્યાંથી હોય? મધનાં બિન્દુઓને સ્વાદ એ તે સુખની કલ્પના જ માત્ર છે. - હે પ્રભવ! કોઈ રિદ્ધિમાન ગગનચારી એ પુરુષને કહે કે, “આવ સોમ્ય! મારે હાથ પકડ, તને અહીંથી બહાર કાઢું.”તે તે પુરુષ હા પાડે ખરો?”
પ્રભવે કહ્યું, “એ દુખપંજરમાંથી છૂટવાને કેમ ન ઇચછે?”
જંબુએ કહ્યું, “કદાચિત્ મધુરસને ચાટતો તે મૂઢતાથી કહે કે, “મને મધુરસથી તૃપ્ત થવા દે, પછી મને બહાર કાઢજે.” પણ એમ તૃપ્તિ થાય કયાંથી ? વડવાઈરૂપી તેનો આધાર કપાઈ જતાં તે અવશ્ય અજગરના મુખમાં પડવાને. પ્રભવ ! આવી વસ્તુસ્થિતિ જાણ્યા પછી હું પ્રમાદી નહીં થાઉં.”
ત્યારે પ્રભવે કહ્યું. “ભલે, પણ તમને નિર્વેદ શાથી થય? કયા દુઃખથી તમે પીડાયા કે જેથી અકાળે સ્વજનોનો ત્યાગ કરો છો ? ” જંબુએ કહ્યું, “ગર્ભવાસનું દુઃખ જાણતા એવા કુશલ પુરુષને નિર્વેદનાં ઝાઝાં કારણેની શી જરૂર છે? એ સંબંધમાં સુવિહિત દશાન્ત વર્ણવે છે– ગર્ભવાસના દુઃખ વિષે લલિતાંગનું દષ્ટાન્ત
વસન્તપુર નગરમાં શતાયુધ રાજા હતું. તેની લલિતા નામે દેવી હતી. તે એક વાર ઝરૂખામાં બેઠી હતી તે વખતે એક રૂપવાન પુરુષને તેણે જોયે. તેની પાસે ઊભેલી દાસી તેને જોઈને વિચાર કરવા લાગી, “આમ જોતી જોતી આ દેવી ચિત્રામણની યુવતિની જેમ નિશ્ચલ આંખવાળી કેમ થઈ ગઈ છે?” પછી દાસીએ પણ એ બાજુ નજર નાખતાં આંખને પ્રિય લાગે એવા તે પુરુષને જોયે. દાસીએ વિચાર્યું કે, “નકકી આ પુરુષમાં જ એની નજર લાગેલી છે. ” પછી તેણે દેવીને વિનંતી કરી કે, “આપની દષ્ટિથી જ મેં વિસ્મયપૂર્વક જાણ્યું છે કે આ પુરુષને આદરપૂર્વક આ૫ જુએ છે. ચંદ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org