SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ-હિંડી : [ ૧૦ ] " ,, મને તું સ્તભિની ( જેનાથી સામા માણસ નિશ્ચેષ્ટ થઈ જાય) અને મેાચની ( જેનાથી ચેષ્ટાઓ પાછી વળે ) વિદ્યાએ આપ; બદલામાં હું તને તાàાદ્ઘાટની ( જેનાથી તાળાં ઉઘડી જાય) અને અવસ્થાપિની ( જેનાથી માણસા ઊંઘી જાય) વિદ્યાઓ આપીશ. ’ ત્યારે જ મુકુમારે કહ્યું, “ પ્રભવ! સાચી વાત એ છે કે આ સ્વજને અને વિપુલ વૈભવને ત્યાગ કરીને હું પ્રભાતમાં દીક્ષા લેવાના . ભાવથી મે સર્વ આરભાના ત્યાગ કર્યો છે; અને તેથી અપ્રમત્ત એવા મારા ઉપર કોઇ વિદ્યા અથવા દેવતાના પ્રભાવ ચાલતા નથી. વળી દુર્ગતિના કારણરૂપ એવી એ નિન્દનીય વિદ્યાઓનું મને કંઇ પ્રયેાજન નથી. મેં સુધર્મા ગણધર પાસેથી સંસારવિમેાચન વિદ્યા ગ્રહણ કરી છે. ” તે સાંભળીને પરમવિસ્મિત થયેલા પ્રભવ ત્યાં બેઠે, “ અહા ! આશ્ચર્યની વાત છે કે આ કુમારે આવા વૈભવને તૃણના પૂળાની જેમ સર્વથા ત્યાગ કર્યો છે. આ મહાત્મા ખરેખર વંદનીય છે. ” એમ વિચારીને વિનયપૂર્વક પ્રણામ કરી તે કહેવા લાગ્યા—“ હું જખુ ! વિષયે મનુષ્યલેાકના સારરૂપ છે, એ વિષયાને સ્ત્રીએ સહિત ભાગવ. પાતાને સ્વાધીન એવા સુખના ત્યાગની પડિતા પ્રશંસા કરતા નથી. અકાળે પ્રવ્રજ્યા લેવાના વિચાર તે કેમ કર્યો? પાકટ વયવાળા માણસે ધર્મ સાચવે તે એમાં કઇ નિન્દ્વનીય નથી.” ત્યારે જ બુકુમારે કહ્યુ, પ્રભવ! તું વિષયસુખની પ્રશંસા કરે છે, તે એ બાબતમાં એક દષ્ટાન્ત સાંભળ— વિષયસુખ સંબધમાં મધુબિન્દુનું દષ્ટાન્ત 66 : : પ્રથમ ખંડ : અનેક દેશે! અને નગરોમાં ફરતા કાઇ પુરુષ સાથે સાથે એક અટવીમાં પ્રવેશ્યા. ત્યાં ચારાએ સાને લૂંટી લીધે. સાથી છૂટા પડી ગયેલા, દિશામૂઢ થયેલા અને આમતેમ ભમતા તે પુરુષ ઉપર મદજળવડે સિક્ત મુખવાળા વનગજે હુમલા કર્યાં. નાસતા એવા તેણે તૃણુ અને દČવડે ઢંકાયેલેા પુરાણા કૂવા જોયા. તે કૂવાને કાંઠે મેટું વટવૃક્ષ ઊગેલું હતુ. અને તેની વડવાઇઓ કૂવામાં લટકતી હતી. ભયગ્રસ્ત તે પુરુષ વડવાઇ પકડીને કૂવામાં લટકી પડ્યો; અને નીચે જુએ છે ત્યાં સુખ પહેાળુ કરીને તેને ગળી જવાને ઉત્સુક એવા મહાકાય અજગર તેની નજરે પડ્યો. વચમાં ચારે તરફ્ ભીષણ સ દેશ કરવાની ઇચ્છાવાળા વળગેલા હતા. વડવાઇને ઉપરથી કાળા અને ધેાળા એમ એ ઊંદરા કાપતા હતા. પેલેા વનહસ્તી એ પુરુષના કેશાગ્રને પેાતાની સૂઢથી સ્પર્શ કરતા હતા. એ વટવૃક્ષ ઉપર એક મોટા ઘેરાવાવાળા મધપૂડા હતા. હાથીએ ઝાડને હલાવતાં પવનના વેગથી કેટલાંક મધુબિન્દુએ પેલા પુરુષના મુખમાં આવી પડ્યાં, તે એ સ્વાદથી ચાટવા માંડ્યો, તેને કરડવા માટે ઊડેલી મધમાખે ચારે તરફથી એને ઘેરી વળી. Jain Education International આવી પરિસ્થિતિમાં મૂકાયેલા તે પુરુષને શું સુખ હતું તે તું કહે. ” વિચાર કરીને પ્રભવ કહેવા લાગ્યા, “ તેણે મધુબિન્દુનું આસ્વાદન કર્યું તેટલું... જ સુખ, એમ ધારું છું; બાકીનુ દુ:ખ. 99 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy