SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [૯] લગ્ન થઈ ગયા બાદ પ્રત્રજ્યા લેવાનો છે, તે તમારો શો વિચાર છે?” આ સાંભળીને વિષાદ પામેલા તે સાર્થવાહે પિતપોતાની પત્નીઓ સાથે વિચાર કરવા લાગ્યા કે- હવે શું કરવું?” આ સમાચાર તેમની પુત્રીઓએ સાંભળ્યા, અને એક જ નિશ્ચયવાળી તે કન્યાઓ પિતાનાં માબાપને કહેવા લાગી કે, “તમેએ અમને જબુકુમારને આપી છે, માટે ધર્મ પ્રમાણે તેને જ અમારા ઉપર અધિકાર છે, જે માગે તે જશે તે જ અમારો પણ માર્ગ છે.” કન્યાઓનું આવું વચન સાંભળીને સાર્થવાહાએ ઝાષભદત્તને લગ્ન લેવાના ખબર આવ્યા. શુભ દિવસે જે બુકમારને વિધિપૂર્વક પીઠી ચોળવામાં આવી. કન્યાઓને પણ તેમનાં પિતૃગૃહમાં પીઠી ચોળવામાં આવી. એ પછી જ્યારે સમૃદ્ધિપૂર્વક જંબુકુમાર, ચંદ્ર જેમ નક્ષત્રોની પાસે જાય, તેમ વધગ્રહમાં ગયે, અને વધઓની સાથે, જાણે કે શ્રી, ધૃતિ, કીર્તિ અને લક્ષમીને સાથે લાવ્યા હોય તેમ, પાછે પિતાને ઘેર આવ્યો. પછી સેંકડો કેતુપૂર્વક તેને સ્નાન કરાવવામાં આવ્યું અને સર્વે અલંકારોથી વિભૂષિત એવા તેને અનેક લોકેએ અભિનંદન આપ્યું. શ્રમણ-બ્રાહ્મણની પૂજા કરવામાં આવી, નાગરિકો અને સ્વજનેએ સાંજે નિરાંતે ભેજન કર્યું. જંબુકુમાર માત-પિતા અને પેલી નવવધૂઓ સાથે મણિ અને રત્નના પ્રદીપથી પ્રકાશમાન વાસઘરમાં ગયા. પ્રભવસ્વામીને સંબંધ એ દેશકાળમાં જયપુરવાસી વિથ રાજાને પ્રભવ નામે કલાનિપુણ પુત્ર હતો. પ્રભવનો નાને ભાઈ પ્રભુ નામ હતું. રાજાએ નાના પુત્રને રાજ્ય આપ્યું, તેથી માની પ્રભાવ ત્યાંથી ચાલ્યા ગયે અને વિધ્યાચળની તળેટીમાં વિષમ પ્રદેશમાં મુકામ કરીને ચોરી કરીને ગુજારો કરવા લાગ્યા. જંબુકુમારને વૈભવ જાણીને તથા વિવાહોત્સવ પ્રસંગે માણસો ભેગા થયાનું સાંભળીને ચોર-સરદાર વડે વીંટળાયેલે તે પ્રભવ તાલેઘાટની વિદ્યાથી કમાડ ઉઘાડીને જંબુમારના ભવનમાં દાખલ થયા. અવસ્થાપિની વિદ્યાથી ઊંઘાડેલા લેકનાં વસ્ત્ર-આભરણે ચેર લેવા લાગ્યા. તે વખતે અસંભ્રાન્ત એવા જંબુકુમારે કહ્યું, “અરે ભાઈ! આમન્વિત કોને સ્પર્શ ન કરશે.” તેનું વચન સાંભળીને પિસ્તકર્મ (લેખકર્મ)ના બનાવેલા યક્ષોની માફક તેઓ નિષ્ટ થઈ ગયા. વધઓ સહિત સુખાસન ઉપર બેઠેલા જંબુકુમારને, જાણે નક્ષત્રેવડે વીંટળાયેલે શરદપૂર્ણિમાને ચંદ્ર હોય તેમ, પ્રભવે જે. જબુ અને પ્રભવને સંવાદ - તે ચરેને સ્તબ્ધ થયેલા જોઈને જંબુકુમારને પ્રભવે કહ્યું, “ભદ્રમુખ! તે કદાચ મારું નામ સાંભળ્યું હશે. હું વિધ્યરાયને પુત્ર પ્રભવ છું. તારા પ્રત્યે મિત્રભાવને પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy