SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ઈન્દ્રિયવિષયેની આસક્તિ સંબંધમાં વાંદરાની કથા એક વનમાં સ્વચ્છેદે વિચરતો એક યુથપતિ વાનર રહેતો હતો. તે વૃદ્ધ થતાં બીજા બળવાન વાનરે તેના ઉપર આક્રમણ કર્યું. લતા, ઢેફ, કાક, પત્થર અને દાંતના ઘા વડે તેમનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. તેમાં એ યૂથપતિ વાનર પરાજિત થતાં નાસવા માંડ્યો. પેલા બીજા વાનરે પણ એનો પીછો પકડ્યો, “આ મારી પાછળ જ આવે છે” એ પ્રમાણે વિચાર કરતો, પોતાના શરીર ઉપર પડેલા ઘા વડે દુઃખી થતો અને ભૂખતરસથી પીડાતે તે યૂથપતિ વાનર એક પર્વતની ગુફા આગળ આવી પહોંચ્યા. ત્યાં પત્થરમાંથી શિલાજીત ઝરતો હતો. ભય વડે જેની દષ્ટિ વિકળ થયેલી છે એવા તેણે “આ પાણી છે” એમ ધારીને પીવાને માટે પિતાનું મેં તેમાં નાખ્યું. તે ત્યાં જ ચૂંટી ગયું. આથી તે ઉખાડવા માટે તેણે પોતાના હાથનો ઉપયોગ કર્યો. તે પણ ચૂંટી જતાં પગ અરાવ્યા. પરંતુ તે પણ ચૂંટી ગયા. આ પ્રમાણે પોતાની જાતને મુક્ત કરવાને અશક્ત એ તે ત્યાં જ મરણ પામે. એનું મુખ ચૅટી ગયું તે વખતે બાકીનાં અંગે છૂટાં રાખીને જે તેણે પ્રયત્ન કર્યો હોત તો આ મરણદુઃખમાંથી ઉગરી જાત. એ જ પ્રમાણે છે વડિલો ! અત્યારે બાલભાવને કારણે ભેજનમાં લેપ એવો હું જિહવેન્દ્રિય વડે જ બંધાયેલો છું; અને તેથી મારી જાતને સહેલાઈથી મુક્ત કરી શકે એમ છું. પણ જ્યારે પાંચે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈશ ત્યારે જેમ પેલે વાંદરો મરણદુ:ખને પામે તેમ અનેક જન્મ-મરણનો ભાગી થઈશ. તે મરણભયથી ડરતા એવા મને રજા આપો પ્રવ્રજ્યા લઈશ.” આ પ્રમાણે બોલતા જ બુકુમારને કરુણ રુદન કરતી માતાએ કહ્યું -“વત્સ ! તે તે નિશ્ચય કરી લીધો છે; પરન્તુ લાંબા કાળથી મારે એક મનોરથ છે કે-વરના વેશમાં તારું મુખ કયારે જઈશ? જે મારો એ મને રથ તું પૂરે તે સંતુષ્ટ થયેલી હું તારી સાથે જ દીક્ષા લઈશ.” ત્યારે જંબુકુમારે કહ્યું: “માતા! જે તારો આ જ અભિપ્રાય છે તે ભલે, તારું વચન કરીશ પણ લગ્નના દિવસે વીતી જાય ત્યારબાદ તારે મને રોકી રાખો નહીં.” પ્રસન્ન થયેલી માતાએ કહ્યું,–“વત્સ! તું કહે છે તેમજ કરીશુ. આ પહેલાં જ (આઠ) ઈશ્યકન્યાઓનો વિવાહ તારી સાથે કરેલ છે. આ નગરમાં જિનશાસનમાં રત એવા સમુદ્રપ્રિય, સમુદ્રદત્ત, સાગરદત્ત, કુબેરદત્ત, કુબેરસેન, વૈશ્રમણદત્ત, વસુસેન અને વસુપાલ નામના સાર્થવાહ છે. તેમની પત્નીઓ અનુક્રમે પદ્માવતી, કનકમાલા, વિનયશ્રી, ધનથી, કનકવતી, શ્રીસેના, હીમતી અને જયસેના નામની છે; તથા તેમની કન્યાઓ સમુદ્રથી, સિધુમતી, પવશ્રી, પદ્ધસેના, કનકશ્રી, વિનયશ્રી, કમલાવતી અને યશોમતી નામે છે. તેને અનુરૂપ એવી આ કન્યાઓને અગાઉ તારી સાથે વિવાહ કરે છે, માટે આ સાર્થવાહને હવે ખબર આપીએ.” પછી એ સાર્થવાહોને કહેવરાવ્યું કે-“જંબુકમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy