SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એ મગધાપુર( રાજગૃહ )માં પૂર્વ પુરુષાએ ઉપાર્જિત કરેલા ધન વડે કરીને સમૃદ્ધ, વિનય અને વિદ્યામાં ચતુર, દયાવાળા, સત્યપ્રતિજ્ઞ, દાનશૂર અને જિનશાસનમાં રત એવા ઋષભદત્ત નામે શાહૂકાર હતા. તેને નિષ્કલ`ક સ્ફટિક મણુિના જેવા નિર્મળ સ્વભાવવાળી અને શીલી અલંકાર ધારણ કરનારી ધારિણી નામે પત્ની હતી. તે એક વાર અર્ધ જાગ્રત અવસ્થામાં પાંચ સ્વપ્ના જોઇને જાગી. તે પાંચ સ્વપ્ના નીચે પ્રમાણે હતાં— ધમાડા વગરના અગ્નિ, વિકાસ પામેલાં અનેક પ્રકારનાં કમળા વડે સુશેાભિત પદ્મસરાવર, ફૂલભારથી નમેલુ શાલિવન ( ડાંગરનુ` ખેતર ), જેમાંનુ પાણી વરસી ગયું છે એવા મેઘના સમાન ધવલ તથા જેણે પેાતાના ચાર દંતુશળ ઊંચા કર્યા છે એવા હાથી, અને વર્ણ, રસ તથા ગંધથી યુક્ત એવાં જાબુ. પેાતે જોયેલાં સ્વપ્ના ધારિણીએ ઋષભદત્તને જણાવ્યાં. ઋષભદત્તે કહ્યું... ભગવાન અરહતે આવાં સ્વપ્નાનુ ફળ દર્શાવ્યું છે તે પ્રમાણે, તને પ્રભાવશાળી પુત્ર થશે. ’ એટલે સન્તાષવડે વિકસિત થયેલા હૃદયવાળી તે ધારણીએ ‘તમે કહેા છે. તે પ્રમાણે થાએ ' એ પ્રમાણે અભિલાષા કરી. બ્રહ્મલેાકમાંથી ચુત થયેલા દેવ તેના ગર્ભામાં આવ્યા. પછી જિન અને સાધુની પૂજાના દોહદ તેને ઉત્પન્ન થયા; એ દાદને વૈભવ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યે. જેના દાહદ પૂર્ણ થયા છે એવી તે ધારિણીએ નવ માસ પૂર્ણ થતાં શરદકાળના ચંદ્ર અને સૂર્ય જેવી કાન્તિ અને દીપ્તિથી યુક્ત, શુદ્ધ થયેલા સુવર્ણના કમળ અને ક િકારની સરસ કેસરાએ જેવા વણુ વાળા, વિષાદરહિત તથા ઉત્તમ સામુદ્રિક લક્ષણૈાથી યુક્ત હાથ, પગ અને મુખવાળા પુત્રને જન્મ આપ્યા. એનુ જાતકમ કર્યાં ખાદ, તેની માતાએ સ્વપ્નમાં જાખુફળનું દર્શન કર્યું હાવાથી તથા જબુદ્વીપના અધિપતિ દેવે તેનુ સાન્નિધ્ય કર્યું " હવાને કારણે તેનું ‘ જંબુ ' એવું નામ પાડવામાં આવ્યું. ધાત્રી વડે ઉછેરાતા એવા તે સુખપૂર્વક વધવા માંડ્યો, પૂર્વ ભવમાં પિરિચત એવી કલાઓને તે તેણે જોતાંવેંત જ ગ્રહણ કરી લીધી. યુવાવસ્થામાં આવતાં ‘આ જંબુકુમાર દયાવાન, પ્રિયંવદ, પૂર્વાભાષી અને સાધુજનની સેવા કરનાર છે' એ પ્રમાણે સન્તાષથી વિસ્તૃત થયેલાં છે લેાચને જેમનાં એવા લેાકેા વડે પ્રશંસા કરાતા, મગધા જનપદના અલંકારરૂપ તે યથેષ્ટ આનંદ કરવા લાગ્યા. એ કાળે ભગવાન સુધર્માસ્વામી ગણધર જિનેશ્વરની જેમ ભવ્ય જનાનાં અંતરને પ્રસન્ન કરતા રાજગૃહ નગરમાં ગુણશીલ ચૈત્યમાં સમેટસર્યાં. સુધર્માસ્વામીનું આગમન સાંભળીને, મેઘની ગજ ના સાંભળતા મેારની જેમ, પરમ િત થયેલ જંબુકુમાર વાહનમાં એસીને નીકળ્યેા. થાડેક દૂર ગાડીમાંથી ઉતરીને પરમ સવિગ્ન એવા તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી, મસ્તકથી નમસ્કાર કરીને બેઠા. તે વખતે ગણુધરે જ બુકુમારને તથા પદાને જીવ-અજીવનું, આસ્રવ, બંધ, સંવર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy