SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ થાની ઉત્પત્તિ એમાં પહેલાં તે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પ્રથમાનુગ ગ્રન્થમાં તીર્થકર, ચાવતી અને દશાર વંશને વ્યાખ્યાનના પ્રસંગમાં આવેલું વસુદેવચરિત કહેલું હતું, તેથી પ્રથમ જંબુસ્વામીની અને તેમના શિષ્ય પ્રભવની ઉત્પત્તિ પણ કહેવી જોઈએ. જંબુસ્વામી-ચરિત ધન-ધાન્યવડે સમૃદ્ધ તથા દાનમાં શ્રદ્ધા રાખનારા ગૃહપતિઓના બહાળા સમૂહવાળાં સેંકડો ગામડાંઓથી યુક્ત, જેમની છાયા, પુષ્પ તેમજ ફળ ઉપભેગા કરવા લાયક છે એવાં વૃક્ષોવાળાં વને વડે અલંકૃત, વિવિધ પ્રકારનાં કમળો વડે સુશોભિત, તળાવો તથા પુષ્કરિઓવાળે મગધા નામને જનપદ છે. એ મગધા જનપદમાં પાણીથી ભરેલી ઊંડી પહોળી ખાઈવાળા, મજબૂત અને ઊંચા તથા શત્રુન્યને ભય પમાડનારા કિલ્લા વડે વીંટળાયેલું, અનેક પ્રકારની બાંધણુવાળાં, નયનમનહર તથા જલના ભારથી ગુરુક એવા મેઘાના આકાશમાગે થતા ગમનમાં પિતાની અત્યંત ઊંચાઈવડે વિન કરનાર એવાં મકાનેથી ભરેલું, અનેક હાથીઓ વડે કરીને જાણે પર્વતેથી યુક્ત હોય તેવું જણાતું, દિવ્ય આચારનું ઉત્પત્તિસ્થાન, વિવિધ પ્રકારનાં કરિયાણુને સંગ્રહ તથા વિનિયોગ-વ્યાપાર કરવાને શક્તિમાન તથા સુશીલ બ્રાહમણ-શ્રમણ અને સજજન અતિથિઓની પૂજામાં નિરત એવા વણિક જ વડે વસાયેલું, રથ, ઘોડા અને મનુષ્યના સમૂહને કારણે ઊડતી રજવાળું, મદઝરતા હાથીઓના મદ-જળવડે છંટાયેલા વિસ્તૃત રાજમાર્ગોવાળું રાજગૃહ નામે નગર છે. એ નગરમાં શ્રેણિક નામે રાજા હતો. “પ્રજાના સુખમાં જ મારું સુખ છે” એ રીતે તે પ્રયત્નશીલ હતો. પરાજિત થયેલા તથા પગે પડેલા શત્રુસામંતના મુકુટમણિની કાન્તિથી એનાં પ્રશસ્ત ચરણકમળ રંગાયેલાં હતાં અને “આ તે સત્વ, ગંભીરતા, કાન્તિ, દીપ્તિ અને વૈભવમાં અનુક્રમે સિંહ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય અને કુબેર તુલ્ય છે” એ રીતે સેંકડે લેકેને મુખે તેની નિર્મળ કીર્તિની વિભાવના થતી હતી. એ રાજાની પટ્ટરાણી ચિલણ નામે હતી. તેમને પુત્ર કેણિક નામે હતે. ૧. આ અર્થ અનુમાનથી કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy