________________
॥ णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स || ॥ ॐ श्रीमद्विजयानंदसूरीश्वर पादपद्मेभ्यो नमः ॥ શ્રીસ ધદાસગણિ વાચક–વિરચિતા
વસુદેવનહંડી
( ભાષાંતર )
>> પ્રથમ ખંડ
>
માંગળાચરણ
વિકાસ પામેલાં નલિન, કુવલય, શતપત્ર આદિ કમળનાં કાંગરાવાળાં પત્રા ઉપર ચરણ મૂકીને ચાલતા અને મદઝરતા ગજેન્દ્રના સમાન મનેાહર પવિન્યાસવાળા ભગવાન ઋષભદેવ જય પામે છે.
વિનયથી નમેલા સુરેન્દ્રોના સમૂહ વડે વન્દન કરાયેલાં છે. ચરણુ જેમનાં એવા અરહાને નમસ્કાર હે !
પરિશુદ્ધ જ્ઞાન અને દર્શનથી યુક્ત એવા સિદ્ધોને નમસ્કાર હે !
જિનેશ્વરાએ ઉપદેશેલી આચારવિધિમાં ચતુર એવા આચાર્યને નમસ્કાર હે ! શિષ્યસમુદાયને પરમ શ્રુતસંપત્તિ પ્રાપ્ત કરાવતા ઉપાધ્યાયોને નમસ્કાર હો ! સિદ્ધિસ્થાનના ગમનના હેતુરૂપ યોગના સાધક સાધુઓને નમસ્કાર હા !
Jain Education International
# તીર્થંકરો નવ દિવ્ય કમળો ઉપર થઈને ચાલે છે એવી માન્યતા છે. જીએ નેમિચન્દ્રસૂરિષ્કૃત ‘પ્રવચનસારાદ્વાર ’ની
ગાથા ૪૪૦ મી—
चउमुहमुत्तिचकं मणिकंचणताररइयसालतिगं । नवकणय पंकयाइं अहोमुहा कंटया हुंति ॥
એમાંના નવાયવાચારૂં એ શબ્દો ઉપર સિદ્ધસેનસૂરિની ટીકા નીચે મુજબ છે—તથા ‘ નવનપજ્જનનિ ’ नवसङ्ख्यानि काञ्चनकमलानि नवनीतस्पर्शानि क्रियन्ते, तत्र च द्वयोर्भगवान् स्वकीयक्रम कमलयुगं विन्यस्य
For Private & Personal Use Only
www.jainelibrary.org