SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮૨ ]. વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : કુમુદે માટે ચંદ્રલેખા સમાન, લેખન આદિ કલાઓમાં યુવતિજનને કુશળતા જેણે મેળવી છે એવી, લક્ષણવતી, દુઃખપૂર્વક જેનું રૂપ અવલેકી શકાય એવી, પૃથ્વી પતિની ભાર્યા થવાને યોગ્ય, લોકે વડે વર્ણન કરવા લાયક તથા વિનીત એવી તે દેવકી રૂ૫ વડે કરીને દેવતાઓ સમાન છે.” મેં પણ નારદને કહ્યું, “આર્ય! જેવી રીતે તમે તેને વિષે મને કહ્યું તેવી રીતે મારે વિષે યથાર્થ હકીકત તેને કહે.” “ભલે ” એમ કહીને નારદ આકાશમાં ઊડ્યા. અમે સુખપૂર્વક મુકામ તથા શિરામણ કરતા મૃત્તિકાવતી નગરી પહેચ્યા. કંસે અનેક પ્રકારે દેવક રાજા પાસે કન્યાનું માથું કર્યું. પછી રાજાએ વિચાર કરીને શુભ દિવસે દેવકો કન્યા (મને) આપી. લગ્ન થઈ ગયા પછી રાજાને છાજતી રિદ્ધિથી કેટલાયે ભાર સુવર્ણ અને મણિઓ, મહામૂલ્યવાન શયન, આસન, વસ્ત્ર અને પાત્રોનો અનેક પ્રકારનો વૈભવ, અનેક દેશોમાં ઉત્પન્ન થયેલું વિપુલ સેવકનું વૃન્દ તથા જેમાં એક કરોડ ગાયે છે એવું તથા નંદગેપ જેને માલીક છે એવું ગોકુલ- આ સર્વ અમને આપવામાં આવ્યું. પછી સસરાની અનુમતિથી, દેવ સમાન રિદ્ધિ સાથે, હું મૃત્તિકાવતીની બહાર નીકળે. રાજઓ પાછા વળ્યા. હું અનુક્રમે મથુરા પહશે. આનંદ ચાલતો હતો ત્યારે એક વાર કંસ મારી પાસે આવીને પગે પડીને વીનવવા લાગે, “દેવ! જે હું યાચું તે મને આપો ” મેં કહ્યું, “આપીશું, જલદી કહે.” એટલે હર્ષિત મનવાળે તે હાથ જોડીને બોલ્યો, “દેવકીના સાત ગર્ભે મને આપજો ” મેં “ભલે ” એમ કહીને તે સ્વીકાર્યું. કંસ ગયો ત્યારપછી મેં સાંભળ્યું કે-“(દેવકીના લગ્ન સમયે) મદિરાથી મત્ત થયેલી કંસની પત્ની વયશાએ કુમારશ્રમણ અતિમુક્તકને, તેઓ પિતાના દિયર હેવાથી, લાંબા સમય સુધી હેરાન કર્યા હતા. આથી તે ભગવાને જીવ શાને શાપ આપ્યો હતો કે, “હે ઉત્સવમાં મત્ત થયેલી ! જેના પ્રસંગમાં–લગ્નમાં તું આનંદિત થઈને નાચે છે તેનો સાતમો પુત્ર તારા પિતા અને પતિનો વધ કરનાર થશે.” આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. ડરેલા એવા કંસે પણ સાત ગર્ભની માગણી કરી.” (મેં વિચાર્યું, ) “શુદ્ધ હૃદયવાળા એવા મેં જે સ્વીકાર્યું છે તેજ ભલે થાઓ.” આ પ્રમાણે સમય વીતતો હતો. ત્યાં દેવકીના છ પુત્રોને મારા વચનના દેષથી દુરાત્મા કંસે વધ કર્યો કોઈ એક વાર દેવકી સાત મહાનો જોઈને મને કહેવા લાગી, જેમકે-“મેં સાત સ્વપ્નો જોયાં છે.” મેં કહ્યું, “સુતનુ ! તે આ તારો સાતમે પુત્ર, અતિમુક્ત કુમારશ્રમણે નિર્દેશ કર્યો હતું તે પ્રમાણે, કંસ અને જરાસંધને ઘાત કરનાર થશે, માટે વિષાદને ત્યાગ કર. ચારણુશમણે સત્ય વચન વાળા હોય છે. ” આનંદિત થયેલી દેવકીએ “બરાબર ” એમ ૧. જેના રૂ૫નું અવલોકન કરવામાં પણ આંખે ઝંખવાઈ જાય એવી જાજવલ્યમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy