________________
[ ૪૪૬ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ:
દેવ અને મનુષ્યની પર્ષદાના મધ્યમાં રહેલા ભગવાન–જાણે કે ધવલ છત્ર વડે કરીને ચન્દ્રયુક્ત, ઢળાતા ચામર વડે જાણે કે હંસયુક્ત, દેવસુન્દરીઓનાં વદનકમળ વડે કમલયુકત, સુરાસુરો વડે જાણે કે ગજકુલ જેની નજીકમાં છે એવા કુસુમિત વન(સેવવન ?)યુકત, ચારણશ્રમણોના આગમન વડે જાણે કે પ્રસન્ન જળાશયયુક્ત, ઊંચી કરવામાં આવેલી વિવિધ ધ્વજપતિઓ વડે જાણે કે વિધુરલતાથી અલંકૃત ધવલ મેઘની ઘટાથી વીંટાયેલા હોય તેવા, વિનયથી પ્રણામ કરતાં મનુષ્યવૃન્દો વડે જાણે કે ફલભારની ગુરુ કતાને લીધે નમેલા ડાંગરના છોડ સહિત હોય એવા, જાણે કે બીજા શરદકાળ જેવા લાગતા હતા.
પછી શ્રવણને માટે અમૃત સમાન (ભગવાનની વાણીનું પાન કરવાને) તૃષિત થયેલી તે પર્ષદાને તીર્થંકર નામકર્મના ઉદયને લીધે શ્રીશાન્તિનાથ ભગવાન પરમ મધુર, જન સુધી પહોંચતા તથા કાનવાળાં પ્રાણીઓને માટે સ્વભાષાપરિણામી–તેમની પિતાની જ ભાષામાં સમજાતા સ્વરથી ધર્મ કહેવા લાગ્યા–“લેકમાં જે છે તે સર્વ–જીવ અને અજીવમાં આવી જાય છે. તેમાં અજીવો ચાર પ્રકારના છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય અને પુદ્દગલાસ્તિકાય. એમાં જે પુદ્ગલાસ્તિકાય છે તે રૂપી છે, બાકીના અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય છે તથા પુદગલેને અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહના-અવકાશ આપે છે. પુદ્ગલથી જીવેને શરીર, ઈન્દ્રિય, ક્રિયાઓ અને શ્વાસોચ્છવાસની પ્રાપ્તિ થાય છે. જો બે પ્રકારના છે-સંસારી અને સિદ્ધ. એમાં જે સિદ્ધ છે તેઓ કૃતકૃત્ય થયેલા છે. સંસારી જો બે પ્રકારના છેભવ્ય અને અભવ્ય. તે બધા અનાદિ કર્મના સંબંધથી ભવના યોગથી ઉત્પન્ન થયેલા છે. મોહજનિત કર્મ એ શરીરપુગલને યોગ્ય વરતુ ગ્રહણ કરવામાં નિમિત્ત છે. એવી જ રીતે જીવે પોતે કરેલાં શુભાશુભ કર્મના ઉદયથી આ દુઃખભરપૂર સંસાર ઉત્પન્ન થાય છે. પણું ભવ્ય જીને, તેઓ કર્મની સ્થિતિની હાનિમાં વર્તતા હોય ત્યારે, લબ્ધિને આશ્રીને, પરિણામદ્વારા લેહ્યા–ભાવનાની વિશુદ્ધિ થતાં, કેવલી પ્રણત ધર્મ સાંભળીને, મરણ જેવામાં આવતાં છતાં વિપુલ દર્શનમોહનીયના ક્ષપશમથી, અભયઘોષ એ આનંદ થાય છે. પછી વૈરાગ્ય ઉત્પન્ન થતાં, મહાદરિદ્ર જેમ ઉપદ્રવ વગરના નિધિના સંગ્રહ કરે તેમ, જિનવચનના ગ્રહણના ઉત્સાહવાળા તે ભવ્ય છે ચારિત્ર્યહનીયનો ક્ષય થતાં, જંગલમાં ભૂલા પડેલા મનુષે ભય વગરના મહાસાર્થમાં પ્રવેશે તેમ, ચારિત્ર્યનો સ્વીકાર કરે છે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉત્સર્ગ સમિતિ એ નામની પાંચ સમિતિઓ વડે યુકત, મન, વાણી અને કાયમાં ગુપ્ત એવા તેઓ બાહા અને આત્યંતર તપ વડે ઘાતકર્મ તથા અઘાતી કર્મને
૧. આ વાકયખંડને અથ અસ્પષ્ટ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org