SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૪૪૫ ] પુત્ર ચકાયુધનો રાજ્યાભિષેક કરીને, ચાર પ્રકારના દેવનિકા વડે મહિમા કરાતા ભગવાને છઠ ભકત કરીને, જેઠ માસના કૃષ્ણ પક્ષની ચદશના દિવસે, એક હજાર દે વડે વહન કરાતી સર્વાર્થસિદ્ધ શિબિકા દ્વારા સહસ્ત્રાપ્રવનમાં આવીને, દેવતાઓએ આપેલું એક દેવદૂષ્ય લઈને એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર પ્રકારના જ્ઞાનવાળા તેઓ સોળ માસ સુધી વિહાર કરીને તે જ સહસામ્રવનમાં આવ્યા, અને ત્યાં એકત્વ-વિતર્ક-અવિચારી નામના બીજા શુકલ ધ્યાનને વટાવી ગયેલા તથા શુકલધ્યાનના ત્રીજા ભાગને અભિમુખ થયેલા તેમને મોહનીય, જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણ થતાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. પછી ભવનાધિપતિ અને વિમાનાધિપતિ દેવ ગંધદક અને પુષ્પની વૃષ્ટિ કરતા આવ્યા અને ભગવાનને વંદન કરીને અત્યંત પ્રસન્ન મનવાળા તેઓ ઊભા રહ્યા. વ્યંતરોએ ચારે બાજુ એક જન જેટલું, દેવલોકના જેવું મંડલ કર્યું. પછી હર્ષથી જેમનાં નયનો વિકાસ પામ્યાં છે એવા વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેએ અનુક્રમે મણિ, રત્ન અને કનકનાં કશીશાંવાળા રત્ન, કનક અને ચાંદીના પ્રાકારો ક્ષણવારમાં નિર્માણ કર્યા. તે પ્રત્યેક પ્રાકારને રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવાં ચાર દ્વારા બનાવવામાં આવ્યાં. વિકસિત મુખવાળા જગદ્દગુરુ ભગવાન જેની નીચે બેઠા હતા તે નંદીવત્સ વૃક્ષ પણ જગતનાં લેકેનાં નયનને રમણીય લાગતા અને કલ્પવૃક્ષ જેવા સુન્દર રતાશક (ચિત્યવૃક્ષ) વડે ઢંકાયું. તેની નીચે રહેલું, પાદપીઠ સહિત આકાશસ્ફટિકનું બનેલું સિંહાસન દેવને પણ વિસ્મય પમાડનાર હતું. તેની ઉપર ગગનપ્રદેશના અલંકારરૂપ અને પૂર્ણ ચંદ્રના પ્રતિબિંબ જેવું છત્રાતિછત્ર હતું. ભવ્ય જનના બેધ અર્થે ભગવાન પૂર્વ દિશા તરફ મુખ કરીને બિરાજ્યા. ચામર ઢાળવામાં રોકાયેલા યક્ષો ઊભા રહ્યા. સુવર્ણમય સહસ્ત્ર પાંદડીઓવાળું, બાલસૂર્યના બિંબ જેવું ધર્મચક્ર તીર્થકરના ચરણમાં રહેલું હતું. વિજે. વડે દિશાઓ સુશોભિત થઈ. સંતુષ્ટ થયેલા દેએ દુંદુભિષ કર્યો. નર્તિકાઓએ નૃત્યવિધિ દર્શાવી. ગંધર્વોએ ગાન કર્યું. ભૂતોએ સિંહનાદ કર્યા અને જાંભક દેએ રૂપવૃષ્ટિ કરી. સિદ્ધ-ચારણેએ સ્તુતિ કરી. પછી વૈમાનિક દેવીઓ ભગવાનને પ્રદક્ષિણ તથા પ્રણિપાત કરીને ભવિષ્યના સાધુઓના સ્થાનની દક્ષિણે અગ્નિકોણમાં બેઠી. ભવિષ્યના સાધ્વીગણુની પશ્ચિમે તથા ભગવાનની નૈઋત્યમાં વ્યંતર અને જ્યોતિષ્ક દેવીઓ બેઠી. પશ્ચિમ દ્વારની ઉત્તરે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવો બેઠા. વૈમાનિક દે ઉત્તર દ્વાર આગળ બેઠા. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ પૂર્વ તરફ બેઠાં. દેવતાના આગમન વડે સૂચિત થયેલે સ્વામીન કેવલજ્ઞાનોત્પત્તિને મહોત્સવ જેવાને ચક્રાયુધ રાજા પણ નીકળે અને પરમ સંવિસ એવો તે તીર્થકરને નમસ્કાર કરીને બેઠો. ૧. ભગવાન શાન્તિનાથે હજી ધર્મદેશના આપી નથી તેમજ સાધુઓ અને સાધ્વીઓ આ ધર્મદેશના સાંભળ્યા પછી થવાનાં છે. એટલે અહીં ભવિષ્યના સાધુઓ અને સાધ્વીઓની વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy