SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૪] • વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: માળા વડે ચિરકાળ સુધી દર્શન કરષા લાયક, નંદનવન અને મલયપર્વતમાં ઉત્પન્ન થયેલાં પુષ્પોની સુગંધવાળા સુખદાયક પવનની જેમ ઘાણને અમૃત જેવી પ્રસન્નતા આપે. નાર શીતળ અને સુરભિ સુગંધ જેમને છે એવા, પગની આંગળીઓના પ્રશસ્ત સમૂહ વડે જેમણે કમળવનની શોભાનો સ્વીકાર કર્યો છે એવા, બળવાન મૃગરાજને પણ શિક્ષણ આપવાને સમર્થ તથા લક્ષણશાસ્ત્રને અનુકૂલ એવી સ્વચ્છેદ લલિત ગતિવાળા, સુરદુંદુભિ તેમજ જળભર્યા મેઘના જેવી હૃદયહારી મધુર વાણવાળા, વિશુદ્ધ જ્ઞાન-રત્ન વડે પ્રકાશિત સૂક્ષમ શાસ્ત્રોના નિર્ણયને સમજનારા, ઉત્તમ સંહનનવાળા, મહાસત્વશાલી, અનંતવીર્ય, દાતા, શરણ લેવા લાયક, દયાપર તથા વૈર્યમણિની જેમ નિરુપલેપ એવા તે ભગવાન સુખપૂર્વક ઊછરતા હતા, કૃતપ્રયત્ન એવા દે પણ તેમના ગુણસાગરને પાર પામવાને સમર્થ નથી, તે પૃથગૂજન-સામાન્ય મનુષ્યનું શું કહેવું ? પછી યૌવનને પ્રાપ્ત થયેલા તેમણે પચાસ હજાર વર્ષને કુમારકાળ ગાળે. વિશ્વસેન રાજાએ પિતે તેમને રાજ્યાભિષેકથી અભિષેક કર્યો. યશોમતી નામે ભગવાનની અગ્રમહિષી હતી. દઢરથ દેવ પણ મૃત થઈને તેના ગર્ભમાં આવે અને ચક્રાયુધ નામે કુમાર થયે. રૂપશાલી તથા જેનાં સર્વ અંગે પ્રશસ્ત લક્ષણો વડે અંકિત છે એવો તે સુરકુમારની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામતે હતો. શ્રીશાન્તિસ્વામીને માંડલિકકાળ પણ પચીસ હજાર વર્ષ હતો. અન્યદા તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેમણે તેની પૂજા કરી. પછી ચક્રરત્ન વડે માર્ગ દર્શાવવામાં આવતાં દક્ષિણ અને નૈઋત્ય ભરતને જીતતા, માગધ, વરદામ અને પ્રભાસતીથકુમારોએ આદરપૂર્વક જેમનું સન્માન કર્યું છે એવા, સિધુદેવીએ જેમની પ્રાર્થના કરી છે એવા, વૈતાલ્યકુમાર દેવે જેમને પ્રણામ કર્યા છે એવા, રત્ન વડે પરિગ્રહીત તે ભગવાન, કાળાં વાદળાંઓના સમૂહ વડે ગળાયેલા ચંદ્રની જેમ તમિસગુહામાંથી બહાર નીકળીને અનુક્રમે ચુકલહિમવંત વર્ષધર પર્વત આગળ ગયા. ત્યાં નિવાસ કરતા દેવે પ્રણામ કરીને, “દેવ ! હું તમારે આજ્ઞાવતી છું” એમ કહીને તેમની પૂજા કરી. પછી ઋષભકૂટ પર્વતને પિતાના નામ વડે અંકિત કરીને, શરણે આવેલા વિદ્યાધર વડે પૂજાયેલા, ગંગાદેવી વડે સત્કાર કરાયેલા તથા સર્વે નવ નિધિઓ વડે પૂજાયેલા તેઓ ખંડપ્રપાત ગુફા દ્વારા વૈતાઢ્ય પર્વતને ઓળંગીને, ભારે રિદ્ધિપૂર્વક જઈને ગજપુર-હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. ઉપદ્રવ અને ઉપસર્ગ વગરના આખા ભારતવર્ષનું પાલન કરતાં તેમણે પચીસ હજાર વર્ષ વિતાવ્યાં. પછી આદર્શગ્રહ-અલંકારગૃહમાં ગયેલા શાન્તિસ્વામીએ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. કાન્તિક દે તેમને બેધ પમાડવાને ઉપસ્થિત થયા. પ્રશસ્ત વાણુ વડે તે દેવો તેમને અભિનંદન આપવા લાગ્યા. પછી એક વર્ષ સુધી ધનનું દાન કરીને તથા પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy