SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૪૪૩ ] દરથને રાજ્ય આપવા માંડયું, પણ તેણે તે ન ઈછયું. એટલે રાજ્યસન ઉપર પુત્ર મેઘસેનનો વૈભવપૂર્વક અભિષેક કરીને તથા દરથના પુત્ર રથસેન કુમારનો યુવરાજપદે અભિષેક કરીને–જેને વૈરાગ્ય અધિક વૃદ્ધિ પામ્યો છે એવા, શીલવતેથી યુક્ત તથા મોક્ષસુખની અભિલાષા રાખતા એવા ધીર અને વિખ્યાત યશવાળા મેઘરથે દરથની સાથે તથા ચાર હજાર રાજાઓ અને સાત પુત્રની સાથે મોહજાળને છેદીને દીક્ષા લીધી. પછી પિતાના દેહને વિષે પણ નિરપેક્ષ, વૃતિબળથી યુક્ત તથા સમિતિ અને સમાધિથી યુક્ત એ તે ધીર ઉગ્ર તપ કરવા લાગ્યું. ઉત્તમ તપથી મુક્ત થઈ વિહાર કરતા એવા તેણે વિસ સ્થાનકમાંથી એક વડે તીર્થકર નામકર્મ બાંધીને એક લાખ પૂર્વ સુધી શ્રામણ્ય પાળ્યું. અગીઆર અંગેને ધારણ કરનાર એવા તેણે સિંહનિક્રીડિત તપ કરીને, દઢરથની સાથે અંબરતિલક પર્વત ઉપર ચઢી અનશન કર્યું, અને ધૃતિરૂપી નિશ્ચલ કચ્છ જેણે બાંધે છે તથા જેનાં શેડાંજ કર્મો અવશિષ્ટ રહ્યાં છે એ તે દરથની સાથે સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં દેવ થયે. શ્રીશક્તિનાથનું ચરિત્ર ત્યાં વિમાનના સમૂહમાં સારભૂત, પરમ તપ-નિયમમાં નિરત થઈને જેઓ સવાર્થ. સિદ્ધ દેવતાઓ તરીકે ઉત્પન્ન થયા છે તેઓને માટે પણ દુર્લભતર એવાં રૂપ, પ્રાસાદ અને વિષયસુખથી યુક્ત એવા તે સુરકમાં અહમિંદ્રપણાને તેત્રીસ સાગરોપમ સુધી અનુભવ્યા પછી એવીને-આ જ ભારતમાં, કુરુ જનપદમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજા હતો, તેની દેવી અચિરા નામે હતી, સુખશયનમાં રહેલી અને ચૌદ સ્વપ્ન જેવા વડે હર્ષ પામેલી એવી તેની કુક્ષિમાં મેઘરથ દેવ ઉત્પન્ન થયો. તે દેશમાં એ પર્વે ઉત્પન્ન થયેલ દારુણ અશિવ-ઉપદ્રવનું નિવારણ, પ્રયત્ન કરવા છતાં પણ, એ રાજા કરી શકો નહતા. પણ તીર્થકર માતાના ગર્ભમાં આવતાં તે ઉપદ્રવ શાન્ત થયે, એટલે ઉપદ્રવ રહિત પ્રજાઓ આનંદ પામી. પછી નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂરા થતાં ભગવાનને જન્મ થયો. પ્રસન્ન મનવાળી દિશાકુમારીએાએ તેમનું જાતકર્મ કર્યું. પિતાની બુદ્ધિની રુચિ અનુસાર પાંચ ક્રિયરૂપ જેણે કર્યા છે એવા શતકતુ ઈન્દ્ર ચાર પ્રકારના દેવનિકા સાથે મેરુના શિખર ઉપરની અતિપાંડુકંબલશિલા ઉપર તીર્થકરના અભિષેકથી ભગવાનને યથાવિધિ અભિષેક કર્યો, અને તેમના પિતાના ભવનમાં રત્નવર્ષા કરીને ઈન્દ્ર તેમને પાછો લાવ્યા. દેવે પોતાનાં સ્થાનેએ ગયા. સંતુષ્ટ થયેલાં માતાપિતાએ અશિવ-ઉપદ્રવની શાન્તિનો વિચાર કરીને તેમનું “શાન્તિ” એવું નામ પાડ્યું. દેવતા વડે પરિગૃહીત થયેલા, અને સુકૃતનું જાણે પ્રતિબિંબ ન હોય એવા અતિશયયુક્ત દેહવાળા, શરદકાળના પૂર્ણ ચંદ્ર જેવા સૌમ્ય વદનચંદ્રવાળા, શિશિરકાળના બાલસૂર્ય જેવા તેજયુક્ત, મનુષ્યોને પ્રીતિ ઉત્પન્ન કરનાર, સંતોષથી વિસ્તાર પામેલાં નયનકમળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy