________________
કેતુમતી લ‘ભક
[ ૪૩૯ ] તપ કરવા લાગ્યા. જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે એવા તે ભળ્યેાને ખાધ પમાડતા વિહરવા લાગ્યા.
મેઘરથ પણ મહામાંડિલક થયા. એકવાર તે દેવાદ્યાનમાં ગયા. પ્રિયમિત્રા દેવી સહિત તે ત્યાં ઇચ્છાનુસાર રમણુ કરતા હતા. ત્યાં અશે!કવૃક્ષની નીચે મણિ-કનક શિલાપટ્ટ ઉપર તે બેઠા. જેમણે હાથમાં તલવાર, શક્તિ, ભાલા, તામર, મુદ્દાર અને પરશુ રાખેલ છે એવા, શરીર ઉપર ભસ્મનેા અંગરાગ કર્યા છે એવા, મૃગચર્મનાં વસ્રોવાળા, કપિલ રંગના છૂટા કેશવાળા, જેમણે કાળા સર્પનાં લાંબાં ઉત્તરસંગ કર્યાં છે એવા, જેમણે (ગળા ઉપર) અજગર વીંટાળ્યા છે એવા, લાંબાં ઉરુ, ઉત્તર અને વદનવાળા, ઘા, ઊંદર, નાળિયા અને કાચંડાનાં જેમણે કર્ણાભૂષણુ કર્યા છે એવા તથા સમૂહુરૂપે અનેક રૂપ ધારણુ કરનારા ઘણા ભૂતાએ ત્યાં તેની સામે નૃત્ય કર્યુ
એ સમયે કુવલયદલ જેવા શ્યામ ગગનમાં થઇને આવતું, સુવર્ણુ અને મણુિની તૂપિકાવાળું અને પવનથી નચાવાતી પતાકાવાળું ઉત્તમ દિવ્ય વિમાન તેણે જોયુ. તેમાં સિંહાસનમાં બેઠેલા, વિચિત્ર અને ઉત્તમ આભૂષણૈાથી વિભૂષિત અંગવાળા તથા કમળ જેવાં સુન્દર નયનવાળા કાઇ વિદ્યાધરને તેણે જોયા. ઉત્તમ યૌવન©ાથી યુક્ત એવી કૈાઇ વિદ્યાધરતરુણી તેની પાસે બેઠી હતી. તેને જોઇને પ્રિયમિત્રાએ મેઘરથને પૂછ્યું, “ સ્વામી ! આ કાણુ છે ? વિદ્યાધર છે કે દેવ છે ? ” એટલે મેઘરથ કહેવા લાગ્યા, “ દૈવિ ! સાંભળ, તને હું કહું છું—
સિંહરથ વિદ્યાધરને સબધ અને તેને પૂર્વભવ
જંબુદ્રીપના ભરતમાં, વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં અલકાપુરી નગરના અધિપતિ વિદુરથ રાજા હતા, તેની અત્રમહિષી માનસવેગા હતી; તેના આ સિંહૅરથ નામના પુત્ર પ્રસિદ્ધ વિદ્યાધર-ચક્રવતી છે. ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમ વિદેહના પૂર્વ ભાગમાં, સીતાદા નદીની ઉત્તરે સુવર્ણ વિજયમાં ખડ્ગપુરમાં અમિતવાહન અરિહંતને વંદન કરીને તે પાછા વળેલા છે. અહીં તેની ગતિ પ્રતિહત થઇ છે; મને જોઇને ક્રોધ પામેલેા તે વિમાનમાંથી ઊતરીને અમપૂર્વક મને હાથથી ઉપાડશે. તેણે એ જ પ્રમાણે કર્યું. એ વિદ્યાધરે ) મને ઉપાડયા, એટલે તેના દરૂપી વિશાળ પર્વતનું વિદારણુ કરવા માટે આ ડાખા હાથ વડે તેના ઉપર મેં આક્રમણ કર્યું; એટલે તેણે મેટા સ્વરે ચીસ પાડી. એટલે પુત્ર સહિત તેની પત્ની અને વિદ્યાધરા ભય પામ્યાં તથા મારે શરણે આવ્યાં. ’૧
૧. ‘તેણે એ જ પ્રમાણે કર્યું....શરણે આવ્યાં ' ( મૂળમાં તદેવ...સળમુવયા ) સુધીના પાઠ ગ્રન્થસન્નઈમાં બરાબર બેસતા નથી. વિદ્યાધર કાણુ છે, એ વિષે રાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં મેઘરથ રાજાના આ ઉત્તર છે. તેમાં આ બધી હકીક્ત યુક્ત નથી. મૂળ ગ્રન્થને પાઢ અહીં ભ્રષ્ટ હાવાથી સર્જા કંઈક તૂટક બન્યા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org