SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - [ ૪૪૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? પ્રિય મિત્રાએ પૂછ્યું, “આ વિદ્યાધર પૂર્વભવમાં કોણ હતો?” એટલે મેઘરથ કહેવા લાગ્યા પુષ્કરવર દ્વીપાર્ષમાં પૂર્વ ભારતવર્ષમાં સંઘપુર નગરમાં રાજ્યગુપ્ત નામે ગરીબ મનુષ્ય રહેતો હતો, તેની ભાર્યા શંખિકા નામે હતી. તે રાજ્યગુપ્ત એક વાર પિતાની પત્નીની સાથે સંઘગિરિ ઉપર ગયે હતું. ત્યાં વિદ્યાધરને ધર્મ કહેતા સર્વગુપ્ત સાધુને તેણે જોયા. તે બન્ને જણાએ પણ ધર્મ સાંભળીને બત્રીસ ઉપવાસ ગ્રહણ કર્યા. ત્રીસ ચેથ ભક્ત કરીને, તેના પારણામાં ધૃતિવર સાધુને વહરાવીને તે બન્ને જણાંએ સર્વગુપ્ત સાધુની પાસે દીક્ષા લીધી. રાજગુપ્ત આયંબિલ વર્ધમાન તપ કરીને તથા અનશનથી કાળ કરીને બ્રહ્મલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળે દેવ થયો. તે ત્યાંથી યુત થઈને માનસવેગાના ગર્ભમાં સિહરથ નામને આ પરાક્રમી રાજા થયે. તેની પૂર્વકાળની ભાર્યા જે શંખિકા હતી, તે જ આ મદનવેગા થઈ છે, ફરી વાર પણ તે એની પત્ની થઈ છે.” આ વૃત્તાન્ત સાંભળીને સિંહરથ રાજા મેઘરથ રાજાને પ્રણામ કરીને વિમાનમાં બેસીને પિતાના નગરમાં ગયા અને પોતાના નગરતિલક પુત્રને રાજ્યાભિષેક કરીને, રાજરિદ્ધિને ત્યાગ કરીને તેણે ઘરથ તીર્થકરના ચરણમાં દીક્ષા લીધી; ઉત્તમ તપ કરીને આયુષ્ય ક્ષીણ થતાં તે નિર્વાણ પામે. મેઘરથ પણ ઉદ્યાનની શોભા અનુભવીને પુંડરીકિણી નગરીમાં ગયે. પારેવા અને બાજનું આગમન ભૂષણ અને આભૂષણેને ત્યાગ કરીને પૌષધને યેગ્ય આસન ઉપર બેઠેલો મેથરથ એક વાર રાજાઓને સમ્યક્ત્વરત્નના મૂળભૂત, જગતના જીવનું હિત કરનાર, મોક્ષફળને આપનાર અને દુઃખથી મુકાવનાર ધર્મ કહેતા હતા. એ દેશકાળમાં ભય પામેલે અને થરથર કંપતે એક પારે “રાજનું! શરણ ! શરણ ! ” એમ બોલતે પૌષધશાળામાં આવ્યો રાજાએ “તને અભય છે ” એમ કહ્યું, તથા “તું ડરીશ નહીં” એમ કહેવામાં આવતાં તે ત્યાં જ રહ્યો. તેની પાછળ એક બાજ આવી પહોંચે, અને મનુષ્યવાણું બેલતો તે આકાશમાં રહીને રાજાને કહેવા લાગ્યું, “આ પારેવાને છોડી દે, એ મારો ભય છે.” મેઘરથે કહ્યું, “એ શરણાગત છે, માટે આપી ન શકાય. ” બાજ બે, “નરવર ! જે તું એ પારે મને નહીં આપે તો ભૂખે થયેલે હું કોને શરણે જાઉં ? ” મેઘરથે કહ્યું, “જે જીવન તને પ્રિય છે તે નિ:સંશય સર્વ જીવને તે તેમજ (પ્રિય ) છે. કહ્યું છે કેબીજાના પ્રાણીને નાશ કરીને જે પિતાને થોડા દિવસ માટે જિવાડે છે, તે પોતાને જ નાશ કરે છે. દુઃખથી કંટાળેલો જે મનુષ્ય બીજાને મારીને તે દુખને પ્રતિકાર કરે છે તે એ હિંસા નિમિતે ફરી વાર ઘણું દુઃખ પામશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy