SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ કર૭ ] જેમણે વિમાન વિકુવ્યું છે એવા તેઓ ગયા. તે પછી હલ, મુસલ, ગદા આદિ રત્નો તેમની સમક્ષ ઉપસ્થિત થયાં. દમિતારિએ મોકલેલા વિદ્યાધરો યુદ્ધ કરવા લાગ્યા, તેમને પણ તેમણે પરાજય કર્યો. તેમને પ્રભાવ જોઈને તથા વિદ્યાધરને પરાજિત થયેલા જાણીને કોપે ચઢેલે દમિતારિ નીકળે. ભૂતરત્ના અટવીની ઉપર એકત્ર થઈ (દમિતારિ તથા બીજા વિદ્યાધર) વિદ્યાઓથી યુદ્ધ કરવા લાગ્યા. પણ એ વિદ્યાઓનું નિવારણ કરાચેલું જેઈને તેમણે અસ્ત્રોનું આવાહન કર્યું. તે અસ્ત્ર પણ જ્યારે નિરર્થક કરવામાં આવ્યાં ત્યારે જેનાં આયુધો ક્ષીણ થયાં છે એવા દમિતારિએ અનંતવીર્યના વધ માટે ચક્ર મૂક્યું. પણ તે તેના ચરણની આગળ પડ્યું. અનંતવીયે હાથમાં લીધું, એટલે તે જાજવલ્યમાન થયું. પછી ચક્રધારી એવા તેણે દમિતારિને માર્યો. દમિતારિ મરણ પામે, એટલે જેને વિજય પ્રાપ્ત થયો છે એવા અનંતવીર્યને અવિવાદિત અને ભૂતવાદિત વ્યંતરોએ અભિનંદન કર્યું કે, “વિજયાર્ધના સ્વામી બલદેવ અને વાસુદેવ ઉત્પન્ન થયા છે.” આ સાંભળતાં “અમારું શરણ થાઓ” એમ કહીને વિદ્યાધરોએ અનંતવીર્યને પ્રણામ કર્યા. તેણે કહ્યું, “નિશ્ચિત્ત થાઓ.” વિદ્યાધરેએ પ્રણામ કર્યા તે વખતે, “અહીં અરિહંત રહેલા છે, તેમની આશાતના ન થાઓ” એમ વિચારીને તેઓ કાંચનગિરિની ઉપર ઊતર્યા. વર્ષોપવાસી તથા કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા કીર્તિધર અણુગારને ત્યાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું હતું, તથા નજદીકમાં રહેલા દેવ વડે તેમનો મહિમા કરાતો હતો. અનંતવીર્ય અને અપરાજિત એ બને ભાઈઓએ કેવલીને વિનયપૂર્વક વંદન કર્યા અને ઉપાસના કરતા તેઓ કેવલીની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ધર્મ કહેવાયા પછી કથાન્તરમાં કનકશ્રીએ કેવલીને પૂછયું, “ભગવન્! હું પૂર્વભવમાં કોણ હતી?” એટલે મુનિવર કહેવા લાગ્યા– કનકશ્રીને પૂર્વભવ “ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે ગામ છે. ત્યાં શ્રીદવા નામે ગરીબ શ્રી વસતી હતી. તે એક વાર ફરતી ફરતી શ્રીપર્વત ઉપર ગઈ. ત્યાં એકાન્તમાં બેઠેલા સર્વયશ સાધુને તેણે જોયા; તેમને વંદન કરીને તથા તેમના ચરણમાં ધર્મ સાંભળીને તેણે ધર્મચક્રવાલ નામની તપશ્ચર્યા સ્વીકારી. ઓગણચાલીસ ચતુર્થ ભક્ત કરીને તપના પારણમાં તેણે સુવ્રત સાધુને હરાવ્યું. ધર્મ ગ્રહણ કર્યા પછી તે વિચિકિત્સાવાળી-ધર્મને ફલમાં સંદેહવાળી થઈ. હવે, એક વાર સર્વયશ સાધુને વંદન કરવા માટે નીકળેલી તે શ્રીદતા વિદ્યાધરયુગલને જોઈને વ્યાકુળ ચિત્તવાળી થઈ. એ વિચિકિત્સાદેષની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને તે-જંબુદ્વીપમાં પૂર્વવિદેહમાં, રમણીય વિજયમાં, વૈતાઢ્ય પર્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy