SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [૪૨૫ ] શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં અપરાજિતને ભવ હજાર વર્ષ સુધી રાજયલક્ષમી ભગવ્યા પછી અમિતતેજ અને શ્રી વિજય બને જણા એક વાર સાથે નંદનવનમાં ગયા હતા. ત્યાં ફરતા તેમણે વિપુલમતિ અને મહામતિ ચારણ શ્રમણને જોયા; તેમને વંદન કરીને તેઓએ ધર્મકથાની વચમાં પિતાના આયુષ્યનું પરિમાણુ પૂછયું. પછી ચારણશ્રમણએ કહ્યું કે, “તમારા આયુષ્યના છવીસ દિવસ બાકી છે.” એટલે તેઓને પરમ ભક્તિથી વંદન કરીને તે બન્ને જણ પિતાનાં નગરોમાં ગયા અને કલ્યાણ નિમિત્તે તેમણે અષ્ટાહિકામોત્સવ કરાવ્યા પછી એ રીતે પુત્રને રાજ્ય આપીને અમિતતેજ અને શ્રીવિજયે અભિનંદન અને જગનંદન સાધુઓની પાસે દીક્ષા લીધી, અને પાદપિપગમન વિધિથી કાળ કરીને તેઓ પાનક કપમાં અનુક્રમે નંદાવર્ત અને સ્વસ્થિત વિમાનમાં વીસ સાગરોપમના આયુષ્યવાળા દિવ્યચંડ અને મણિચૂડદે થયા. લાંબા કાળે જેમનું વર્ણન કરી શકાય તથા જેમની ઉપમા દુર્લભ છે એવા વિષયોના સાગરમાં ત્યાં રહેલા તેઓ આયુષ્યને ક્ષય થતાં આવીને-આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં સીતા મહાનદીના દક્ષિણ કિનારે સુભગા નગરીમાં સ્તિમિતસાગર રાજા હતો તેની વસુધરી અને અણુધરી નામે બે ભાર્યાઓ હતી, તેમના ગર્ભમાં તે બે જણ નિરંતર આનંદમય તથા શ્રીવત્સ વડે અલંકૃત વક્ષસ્થળવાળા જાણે કે મધુ અને માધવ-ચૈત્ર અને વૈશાખ માસ હોય તેવા અપરાજિત અને અનંતવીર્ય કુમારો થયા. તેમને એક કુમાર કુમુદદળ જે ઊજળો હતે, બીજે કુવલયના પત્રરાશિ જેવો શ્યામ હતું. તેઓ અનુક્રમે મોટા થયા. તિમિતસાગર રાજાએ અપરાજિત અને અનંતવીર્યને રાજ્ય આપીને સ્વયંપ્રભ સાધુની પાસે દીક્ષા લીધી, અને ઉગ્ર તપ કરતો તે સમાધિથી કાળ કરીને અમર અસુરેન્દ્ર થયા. અપરાજિત અને અનંતવીર્ય રાજ્યને ઉપગ કરવા લાગ્યા. એક વિદ્યારે તેમને મિત્રતાથી વિદ્યાઓ આપી, અને તે સાધવાની વિધિને પણ ઉપદેશ કર્યો. બર્બરી અને ઉચિલાતિકા નામની તેમની બે દાસીઓ અત્યંત મધુર સ્વરવાળી અને સંગીતવિદ્યામાં નિષ્ણાત હતી. તે બબરી અને ચિલતિકા વડે નાટકોમાં ગવાતા તથા ગીત અને નૃત્યમાં અતિ રાગાનુરક્ત એવા તેઓ બેઠા હતા. એ સમયે ત્યાં નારદ આવ્યા. બર્બરી અને શિલાતિકાના નાટકમાં અનુરક્ત એવા તેઓએ નારદને આદર ન આપે તથા સત્કાર ન કર્યો. આથી નારદ ક્રોધ પામ્યા. કઠુલ્લ નારદના વિદ્યા, જ્ઞાન, શીલ અને રૂપને અનુરૂપ એવા નારદે સર્વ ક્ષેત્રમાં સર્વ કાળે થાય છે. વિદ્યાધરરાજા દમિતારિ પાસે જઈને નારદ તેને કહેવા લાગ્યા, “અપરાજિત અને અનંતવીર્યની બર્બરી અને ચિલાતી દાસીઓનું નાટક દિવ્ય છે, તે જો તું ન ગ્રહણ ૧. બર્બર દેશની. ૨. ચિલતિકા-કિરાતિકા-કિરાતજાતિની (સરખા ચિલાતીપુત્ર') ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy