SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ તુમતી સંભક [ ૪૧૯ ] પ્રસન્ન મનવાળા તથા “ભગવાન કેવલીને નમસ્કાર” એમ બોલીને વંદન કરતા તેઓ પ્રદક્ષિણા કરીને ઊભા રહ્યા. અમિતતેજ વડે મૂકાયેલી વિદ્યાથી હેરાન કરાતે અશનિષ પણ બલભદ્રને શરણે આવ્યું, એટલે વિદ્યામુખી વિદ્યાએ તેને છોડ્યો. પછી વિદ્યામુખીએ આ વતુ અમિતતેજને નિવેદન કરી. તેણે પણ મરીચિને મોકલ્યા કે, “સુતારાને લઈને બલભદ્રના સમોસરણમાં જલદી આવ.” પછી વિદ્યાધરો અને વિદ્યાધરના અધિપતિઓ સહિત અમિતતેજ સીમણુગ ઉપર પહોંચે, અને કેવલીને તથા ચારણ મહર્ષિઓને પરમ ભક્તિથી વંદન કરીને હાથ જોડીને ધરતી ઉપર બેઠો. ચમચંચા ગયેલા મરીચિએ નિયમ અને ઉપવાસમાં રત એવી સુતારાને અશનિષની માતા પાસે જઈ. અશનિઘોષની માતા પણ તેને લઈને તે પ્રદેશમાં–સીમણગ પર્વત ઉપર પહોંચી. તેણે શ્રી વિજય અને અમિતતેજને સુતારા સોંપી. એ સમયે શ્રી વિજય અને અમિતતેજને જોઈને અશનિષે તેમને ખમાવ્યા. પછી જેમનાં વેર દૂર થયાં છે એવા એ સર્વ દે અને અસુરો ભગવાન કેવલીને મહિમા કરીને તેમને સંશયે પૂછવા લાગ્યા. ત્યાં કથાન્તરમાં અશનિષ અમિતતેજને વિનંતી કરી, “સ્વામી! જે કારણથી મેં સુતારા દેવીનું હરણ કર્યું તે સાંભળે એક સપ્તાહના ઉપવાસ કરીને, ભગવાન સંજયંતના આયતનમાં ભ્રામરી વિદ્યા સાધીને પાછો વળતો હું તિવનની પાસેથી પસાર થતો હતો. તારા જેવી કાતિવાળી સુતારા દેવીને મેં ત્યાં જોઈ. તેને જોતાં મને પરમ સ્નેહાનુરાગ ઉત્પન્ન થયે. ત્યાંથી દૂર જવાને હું શક્તિમાન થે નહીં. પછી મૃગબાળકના રૂપવડે શ્રીવિજયને મેહાવી તથા વેતાલ વિદ્યાને પ્રયોગ કરવાવડે તેને વ્યાકુળ કરીને, સ્નેહથી-નહીં કે દુષ્ટભાવથી-સુતારા દેવીને લઈને હું ચાલ્યો. આ મહાનુભાવ સુતારા પણ ચંદ્રની પ્રભા જેવા વિમલ સ્વભાવવાળી છે. તમારી આશાતેના કરતા મેં મહાન અપરાધ કર્યો છે. પ્રણામ કરતા એવા મને ક્ષમા કરો”—એમ બોલતે તે ચરણમાં પડ્યો. પ્રસન્ન ચિત્તવાળા તે અમિતતેજે પણ તેને “ભલે” એમ કહ્યું. પછી અશનિઘોષના વચનથી જેને સંશય થયો છે એ અમિતતેજ કેવલીને પૂછવા લાગ્યો, “ભગવદ્ ! કયા પૂર્વ સંબંધથી અશનિઘુષને સુતારામાં સનેહ થયો, જે કારણથી તેણે સુતારાનું હરણ કર્યું ?” એટલે કેવલી કહેવા લાગ્યા, “સાંભળ– અમિતતેજ, શ્રીવિજય, અશનિૉષ અને સુતારાને પૂર્વભવ આ જ ભારતમાં મગધા જનપદમાં અચલગ્રામમાં ધરણિજ૮ નામે બ્રાહ્મણ રહેતો હતું. તેની યશોભદ્રા ભાર્યા હતી, અને નંદિભૂતિ તથા શ્રીભૂતિ પુત્ર હતા. તેની દાસી કપિલિકા હતી, અને તેણીને પુત્ર કપિલ નામે હતે. ધરણિજઢ બ્રાહ્મણના પુત્રને વેદ ભણાવતા હતા. કપિલક પણ તે વેદપાઠ હૃદયથી ધારણ કરતા હતા. અનાદરને નહીં સહન કરી શકો તે કપિલ એક વાર રત્નપુર નગરમાં ગયા. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy