SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ઉત્પાતો થાય છે તે રાજા ઉપરનો તીવ્ર ભય નિવેદન કરે છે. અત્યારે શ્રીવિજયનું જીવન જોખમમાં છે, માટે તેની જલદી શોધ કરો.” તે સાંભળીને ભયથી સંજાન્ત અને કિ કર્તવ્યમૂઢ થયેલા રાજાઓ પરિજનોની સાથે ઊભા રહ્યા. તે સમયે પશ્ચિની બેટ વાસી, તિષપારગામી શાંડિત્યાયન “ડરશે નહીં” એમ બેલતે રથમાં બેસીને આવી પહોંચે. લોકોએ પણ તેની તરફ મુખ કર્યું. તે પણ સ્વયંપ્રભા દેવીને વધામણું કરીને, આશ્વાસન આપતે આગળ ઊભો રહ્યો. દેવીએ તેને વિનયપૂર્વક પૂછયું, “આર્ય! શ્રીવિજય રાજાને ક્ષેમ અને આરોગ્ય હશે?” એટલે નૈમિત્તિકે કહ્યું, “મહારાજને કુશળ છે, ઘણા કાળ સુધી તેઓ પ્રજાઓને પાળશે. એમને માત્ર માનસિક દુઃખ હતું, થેંડીક વારમાં તેમના સમાચાર આવશે.” તેનું એ વચન સાંભળીને પરિવાર સહિત સ્વયંપ્રભા શાન્ત થઈ. થોડીક વાર પછી ચપલ ગતિવાળો અને વિદ્યુત સમાન ઉજજવળ કુંડલવાળે કઈ પુરુષ ગગનમાર્ગે આવતો દેખાયો. તે જોઈને વિસ્મત થયેલા સર્વે તેને અવલકવા લાગ્યા. પેલે પુરુષ એ સ્થળમાં આવે અને “મને અનુજ્ઞા આપો” એમ કહીને નીચે ઊતર્યો. પછી પાસે આવી જયાશીષ આપીને તે કહેવા લાગ્યા, “શ્રીવિજય રાજાને કલ્યાણ છે, મેટા પ્રાણત્યાગ–મૃત્યુમાંથી તે બચ્યા છે.” તેને પૂછવામાં આવ્યું, “કેવી રીતે ?” એટલે તે કહેવા લાગ્યું– સંન્નિશ્રોત નેમિત્તિક પુત્ર હું દીપશિખ નામે છે. વૈતાઢ્યના શિખર ઉપર રથનપુરચક્રવાલના અધિપતિના ઉદ્યાનની શોભા અનુભવીને અમે પિતા-પુત્ર અમારા તિવન પ્રદેશ તરફ જતા હતા. ત્યાં ચમરચચાના અધિપતિ અશનિઘોષને કોઈ સ્ત્રીને હરી જતાં અમે જે. પછી તે સ્ત્રી “હા શ્રીવિજય! હા અમિતતેજ! મારું રક્ષણ કરો, અશરણ અને અવશ એવી મારું હરણ થાય છે. એ પ્રમાણે આક્રંદ કરતી હતી. તે સાંભળીને અમે પાછળ પડ્યા તે, ગ્રહથી અભિભૂત જાણે ચિંતા હોય તેવી આપશ્ચત સુતારા દેવીને અમે જોઈ. “હે દુરાચારી! તારા આ પ્રયત્ન દુષ્ટ છે; હવે તારું કંઈ નહીં ચાલે!” એમ બોલતા અમે બન્ને જણા યુદ્ધ કરવાને તૈયાર થયા. પણ સુતારાએ અમને કહ્યું, “યુદ્ધ કરવાથી બસ થાઓ; તમે જલદી તિવનમાં જાઓ, ત્યાં સ્વામી વેતાલવિવાથી પિડાય છે; જીવતા એવા તેમનું તમે આશ્વાસન કરી શકો તે પ્રયત્ન કરો.” પછી અમે તેના વચનથી જલદી તિવનમાં પહોંચ્યા. અગ્નિની જવાળાઓ વડે વીંટાયેલ, જાણે સુવર્ણમય હોય તેવા રાજાને અમે દેવીને પ્રતિરૂપ (બનાવટી દેવી) સાથે જોયા. મારા પિતાએ વિદ્યાથી મંત્રેલા પાણી વડે ચિતા છાંટી, એટલે વેતાલવિદ્યા અટ્ટહાસ્ય કરીને નાસી ગઈ. વિસ્મિત થયેલા શ્રીવિજયે પૂછયું, “આ શું છે ? ” અમે દેવીના હરણની વાત તેમને કરી. આથી તે ખૂબ વિષાદ પામ્યા, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy