SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લંભક [ ૪૧૫ ] તેની સેવા થવા લાગી. દર્ભના સંથારામાં રહેલે તથા સંવિગ્ન એ શ્રીવિજય પણ સાત રાત્રિ સુધી આરંભ અને પરિગ્રહને ત્યાગ કરીને તથા બલાચારી રહીને પૌષધ પાળવા લાગ્યા. જળના ભાર વડે ગુરુક, પવનના વેગથી વિસ્તાર પામતા, વીજળીથી પ્રકાશિત થયેલાં પડખાંવાળા તથા ભયજનક અને નિષ્ફર ગજિત-શબ્દવાળા મેઘ સાતમે દિવસે ચારે બાજુ પેદા થયા. પછી મધ્યાહનકાળે મહેલન અને વૈશ્રમણની પ્રતિમાને સૂર કરતી વીજળી પડી. “નમો અરિહંતાણું' કહીને પ્રજાએ રાજાને અભિનંદન આપ્યાં, અને રાજા પૈષધશાળામાંથી બહાર નીકળે. સંતુષ્ટ થયેલા પરિજનોએ, રાહુના મુખમાંથી નીકળેલ જાણે ચંદ્ર હોય એવા તેને જે. બ્રાહ્મણ શાંડિલ્યાયન ઉપર રાજાએ અને અંતઃપુરમાં વસનારી રાણીઓએ આભરણની વૃષ્ટિ કરી. તેને સત્કાર કરીને તથા પશ્વિની ખેટનગર તથા વૈશ્રમણની પ્રતિમા આપીને તેને વિદાય કર્યો. પછી અંતઃપુરમાં રહેલો નિરદ્વિગ્ન એવો શ્રીવિજય ઉપવનમાં અને કયારેક વિદ્યાધરશ્રેણિઓમાં ઈચ્છાનુસાર વિહાર કરવા લાગ્યા. એક વાર સુતારા દેવી સાથે તે તિવનમાં ગયા હતા. ત્યાં વિચરતાં તેણે જાણે રત્નથી જડેલા હોય તેવા મૃગને જોયો. સુતારાએ તેને વિનંતી કરી, “સ્વામી ! આ મૃગબાળકને પકડે; અતિરૂપસ્વી એ તે મારું ક્રીડનક-રમવાની વસ્તુ થશે. ”તેના મતને અનુસરતો શ્રીવિજય મૃગની પાછળ જવા લાગ્યા. મૃગ આઘા જવા લાગ્યું અને થોડે દૂર જઈને તે ઊડ્યો. આ બાજુથી શ્રીવિજયે દેવીને ભયશબ્દ સાંભળે કે, “મને કુફ્ફટ સર્પ કરડ્યો છે, તે સ્વામી! મને બચા” જેનું કાર્ય થયું નથી એ શ્રીવિજય તે સાંભળીને પાછો વળ્યો અને ધરતી ઉપર પડેલી સુતારાને તેણે જોઈ. મંત્ર અને ઔષધ વડે તે સુતારાની ચિકિત્સા કરવા લાગ્યો, પણ મન્ટોષની કારી ચાલી નહીં. પછી જેની આંખ ભમી ગઈ છે એવી સુતારા ક્ષણમાત્રમાં મરણ પામી. વિષાદ પામેલે, વિલાપ કરતે તથા જેણે મરવાનો નિશ્ચય કર્યો છે એ શ્રીવિજય ચિતા રચીને, તેમાં અગ્નિ મૂકીને, દેવી સુતારાને લઈને ચિતા ઉપર ચઢ્યો. તેના કેશ વડે પિતાને બાંધીને તે રહ્યો અને “બીજા ભવમાં પણ આ મારી પ્રિયા થશે” એમ શોચતે બેઠે. આજુબાજુ, પિતનપુરમાં ઘેર ઉત્પાત પેદા થયા, સહસા ધરતી કંપી, ઉલ્કાઓ પડી, મધ્યાહુને પણ સૂર્ય નિસ્તેજ થઈ ગયે, પર્વને દિવસ-અમાસ નહીં હોવા છતાં પણ રાહુએ સૂર્યને ઘાસ કર્યો, રજ વડે દિશાઓનાં મુખે છવાઈ ગયાં, કઠોર પવન વાયા, પ્રજા ઉદ્વિગ્ન થઈ, યુવરાજ સહિત રાજાઓ અને અંત:પુરનાં જન ક્ષોભ પામ્યાં તથા સ્વયંપ્રભા ગભરાઈ ગઈ. હવે, તે દેશકાળમાં આ ઉત્પાત જોઈને શશબિન્દુ નૈમિત્તિકે કહ્યું, “આ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy