________________
આ હકીકત પરમ કૃપાળુ શ્રી પુણ્યવિજયજી મહારાજને સભાએ પત્ર દ્વારા જણાવી, પરંતુ તે મહાપુરૂષની ઈરછા તો ઘણા વખતથી હોવા છતાં, અન્ય અનેક સંશોધનના કાર્યો તેઓશ્રીના હાથે થતું હોવાથી ઢીલમાં પડેલું, છતાં આ અનુવાદ કરવાનું કાર્ય સભાની વિનંતિથી હાથમાં લીધું અને પ્રાકૃત સંસ્કૃત ભાષાના પ્રખર અભ્યાસી અને સાહિત્યરસિક શ્રીયુત ભેગી લાલભાઈ જે. સાંડેસરા એમ. એ. કે જેમણે આ ગ્રંથના મૂળનું વાંચન કેટલાક વખત પહેલાં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે કર્યું હતું, તેઓશ્રીને જ સુપ્રત કરવામાં આવ્યું, જેથી તેઓશ્રીએ થોડા વખતમાંજ આ ગ્રંથનો શુદ્ધ અને સરલ વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી આપે, જેથી તેનું પ્રકાશન સુંદર રીતે આ સભા આજે જૈન સમાજની સેવામાં મૂકી પિતાને અપૂર્વ આનંદ વ્યકત કરે છે. અનુવાદક શ્રીયુત ભેગીલાલભાઈએ બહુજ ખંત અને કાળજીપૂર્વક અનુવાદ કરી આપવાથી આ સભા તેને ધન્યવાદ આપ્યા વગર રહી શકતી નથી. અને તેમણે આ ગ્રંથને મહત્વપૂર્ણ ઉપદ્યાત એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકે લખી આ ગ્રંથની સુંદરતામાં અતિ વૃદ્ધિ કરી છે, જે મનનપૂર્વક ખાસ વાંચવાની વાચકો ભલામણ કર્યા સિવાય અમે રહી શકતા નથી. આ ગ્રંથનું પ્રકાશન થયા પછી આ સભાના માન સભ્ય ભાઈ અનુપચંદ ઝવેરભાઈને મુ બઈ જાણ થતાં તેઓના નેહી શ્રીયુત બબલચંદભાઈ કેશવલાલ પ્રેમચંદ મેદીને તેઓએ જણાવ્યું, જેથી શ્રી બબલચંદભાઈએ પોતાના સદ્દગત પૂજ્ય પિતાશ્રી અને જૈન સમાજમાં વિદ્વાન અને અગ્રેસર ગણાતાં શ્રીયુત કેશવલાલભાઈ પ્રેમચંદ મોદીના સમરણાર્થે આ ગ્રંથ સાથે નામ જોડવા, તેમજ આ ઉકેટીના સાહિત્યના પ્રકાશનના કાર્યમાં આર્થિક સહાય આપવાની ઈચ્છા જણાવતાં આ સભાએ તેને હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. સદ્દગત કેશવલાલભાઈ પણ આ સભાના સભ્ય હોવા સાથે સભાના સાહિત્યના સંશોધનકાર્યમાં કોઈ કોઈ વખત સેવા આપતા હતા, તેટલું જણાવવું અસ્થાને નથી, જેથી શ્રી અનુપચંદભાઈને ધન્યવાદ આપવા સાથે શ્રી બબલચંદભાઈને આભાર માનવામાં આવે છે.
આ મૂળ ગ્રંથનું મુશ્કેલીભર્યું સંશોધન કાર્ય સાક્ષરવર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને તેઓશ્રીના સદગત ગુરૂ મહારાજ વગેરેની કૃપા વગર બની શકે તેમ ન હતું, જેથી આ સભા તે મહામુનીશ્વરની સદા માટે રૂણી છે. આ ગ્રંથના બીજા ખંડ સુમારે સત્તર હજાર લેકપ્રમાણ છે, તેના કર્તા મહાપુરુષ શ્રી ધર્મસેન ગણિ છે, તેનું સંશોધનકાર્ય, મૂલ અને તે પછી તેના અનુવાદકનું પ્રકાશન કાર્ય પણ હવે પછી થશે.
વિશ્વવ્યાપી યુદ્ધ ચાલતા દરમ્યાનમાં અને બંધ પડતા છતાં હાલમાં છાપવાનાં કાગળ, છાપકામ, ચિત્ર, બ્લેક અને બાઈડીંગના સાધનોની હજી પણ વિશેષ મેઘવારી થતી જતી હોવા છતાં, બને તેટલો વિશેષ ખર્ચ કરી ઊંચા કાગળ, સુંદર ટાઈપ, મજબૂત બાઈડીંગ, આકર્ષક કલર ઝેકેટ વગેરેનું બાહ્ય સ્વરૂપ પણ સુંદર બનાવેલ છે, તે માટે વિશેષ જણાવવા જરૂર નથી. શ્રી જેન આત્માનંદ સભા.) આત્માનંદ ભવન
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ આત્મ સંવત. ૫૧ વિક્રમ સં૨૦૦૩
(ભાવનગર) શ્રાવણ પૂર્ણિમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org