________________
[ ૪૧૦ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
આવ્યું. રથાવર્ત ઉપર તેના સૈન્ય મુકામ કર્યો. પછી તાલપિશાચ, ધાન, શિયાળ અને સિંહાદિનાં ભીષણ રૂપ ધારણ કરીને જળ અને અગ્નિનાં શસ્ત્રો ફેંકતા અને આહ્વાન કરતા તે વિદ્યાધર ત્રિપૃષ્ઠના સૈન્યનો પરાજય કરવા લાગ્યા. પછી ત્રિપૃષ્ઠના પક્ષના માનવ ૮ અહા ! કન્યા નિમિત્તે લેકનો આ ક્ષય થઈ રહ્યો છે. હવે કોણ આપણું શરણ થશે?’ એ પ્રમાણે વિચાર કરતા, કોઈ પ્રકારનો પ્રતિકાર કયો સિવાય ઊભા રહ્યા. આ અવસ્થામાં આવેલા લોકોને જોઈને જવલન જટીએ ગરુડધ્વજ(વાસુદેવ-ત્રિપૃષ્ઠ)ને કહ્યું, “દેવ ! રથ ઉપર ચઢે, તમારી સામે ચેષ્ટા કરવાની અને માયા-ઈન્દ્રજાળ પ્રયોજવાની આ લેકેની શી શક્તિ છે ?” આમ કહેવામાં આવતાં પિતાના સિન્યને આશ્વાસન આપતો ત્રિપૃષ્ઠ રથ ઉપર બેઠો. પછી તેણે મહાનાદ કરનાર શંખ વગાડ્યો. ક્ષેભ પામેલા સમુદ્ર જે તેને ગંભીર શબ્દ, જાણે કે વજપાત હોય તેમ, સાંભળીને આન્દ કરતા કેટલાક બનાવટી વિદ્યાધરો પલાયન કરી ગયા, કેટલાક કાયરોનાં હાથમાં પકડેલાં શો પડી ગયાં અને કેટલાક પાંખ કપાયેલ પક્ષીઓની જેમ ધરણીતલ ઉપર પડ્યા. શરદઋતુ જેમ શારદ-શરદકાળના જળને પ્રસન્ન-સ્વચ્છ કરે તેમ ત્રિપૃછે પિતાના સૈન્યને પ્રસન્ન કર્યું. પછી દ્ધાઓને આયુધસંઘટ્ટ પ્રતિદિન વધવા લાગ્યા. બલદેવ અને વાસુદેવ જયવડે વૃદ્ધિ પામવા લાગ્યા અને અશ્વગ્રોવનું સૈન્ય ત્રાસ પામવા લાગ્યું.
પછી ત્રિપૃષ્ઠ અશ્વશીવ પાસે દૂત મોકલ્યા કે, “આ યુદ્ધ તે આપણા બે વચ્ચે ઊભું થયું છે, એમાં ગરીબેને વધ કરવાથી શું? સસલું જેમ સિંહને જગાડીને સંતાઈ જાય તેમ તું સંતાયેલ શા માટે રહે છે ? જે રાજ્યની ઈચ્છા હોય તે એક રથ સાથે આવીને એકલા મારી સાથે યુદ્ધ કર. અથવા મારે શરણે આવ.” પછી “ભલે” એમ કહીને અશ્વગ્રીવે તે સ્વીકાર્યું. પછી બનેનાં સે પ્રેક્ષકે થયાં. વિક્રેશ કરતા શ્રષિવાદિત અને ભૂતવાદિત વ્યંતરો વડે આકાશ છવાઈ ગયું. ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવ યુદ્ધ કરવા લાગ્યા. વ્યંતરે વાસુદેવના રથ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પછી અત્યંત રોષથી રાતી આંખેવાળે વિદ્યાધરોને અધિપતિ અશ્વગ્રીવ જે જે અસ્ત્રો પ્રજાપતિના પુત્ર ત્રિપૃષ્ટ ઉપર છોડતે હતો તે તે અસ્ત્રોને ભીતિ વગરના હદયવાળે ત્રિપૃષ્ઠ, દિવાકર સૂર્ય જેમ અંધકારને પ્રતિકાર કરે તેમ વિવિધ અસ્ત્રો વડે જ, પ્રતિકાર કરતા હતા. પછી અશ્વગ્રીવે હજાર આરાવાળું ચક્ર ત્રિપૃષ્ઠના વધ માટે મૂકહ્યું. તે ચક ત્રિપૃષ્ઠની પ્રદક્ષિણા કરીને તેના ચરણ આગળ રહ્યું અને હાથમાં લેતાં જ પ્રકાશમાન થયું. મધ્યાહ્નકાળના સૂર્ય જેવા તે ચક્રને તેણે અશ્વગ્રીવનો વિનાશ કરવા માટે મૂક્યું અને અશ્વગ્રીવનું મસ્તક લઈને તે પાછું આવ્યું. આકાશમાં રહેલા વ્યંતરોએ શબ્દ કર્યો કે, “ભારતવર્ષમાં આ વાસુદેવ ઉત્પન્ન થયા છે.”
પછી અશ્વગ્રીવના પક્ષના વિદ્યાધરે ડરીને પલાયન કરવા લાગ્યા. જવલન જટીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org