SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લ‘ભક ૧. [ ૪૧૧ ] મધુર વચનથી તેમનુ આશ્વાસન કર્યું કે, “ ઉત્તમ પુરુષા શરણાગતવત્સલ હેાય છે. તમે વાસુદેવને શરણે જાએ. તમને ભય નહીં થાય. ” એટલે પાછા આવીને તેઓ પ્રણામ કરીને વાસુદેવને કહેવા લાગ્યા, “ દેવ ! અમે તમારી આજ્ઞાને વશ છીએ; અમારા અપરાધ ક્ષમા કરો. ” પછી હર્ષિત માનસવાળા ત્રિપૃષ્ઠે પ્રસન્ન વદનચ' વડે તેમને અભય આપ્યુ અને ‘મારી બાહુચ્છાયા વડે રક્ષાયેલા તમે પાતપેાતાનાં રાજ્યમાં સુખેથી રા' એમ કહીને તેમના ચેગ્યતા અનુસાર સત્કાર કર્યા. પછી વિદ્યાધરી સહિત ભરતક્ષેત્રના રાજાએ અત્યંત પ્રીતિવાળા થઈને ત્રિપૃષ્ઠનેા અભિષેક કરવા લાગ્યા. મેટા સૈન્ય સહિત સેાળ હજાર રાજાએ જેની પાછળ પાછળ આવતા હતા એવા તે બલભદ્રદેશ તરફ ચાલ્યે.. એક ચેાજન લાંબી અને એક યેાજન પહેાળી કોટિશિલાને તેણે વિના યત્ને લીલાપૂર્વક પેાતાના એ હાથ વડે છત્રની જેમ ધારણ કરી. તેનું એ ગુણમાહાત્મ્ય જોતા રાજાએ પરમ વિસ્મય પામ્યા. સતુષ્ટ થયેલા તેઓએ ત્રિપૃષ્ઠને દાસ-દાસીઓ સહિત કન્યા આપી. સેાળ હજાર દેવીઓમાં સ્વયં પ્રભા પટ્ટરાણી થઈ. જ્વલનજટી વિદ્યાધરાને અધિપતિ થયા. રત્નમાલા જેવી દેદીપ્યમાન વિદ્યુત્પ્રભની વ્હેન જ્યેાતિમાલાને ત્રિપૃષ્ઠ - કીર્તિને માટે લાવ્યેા. પ્રણામ કરતા હજારા રાજાઓના મુકુટમણિનાં કિરણુજળ વડે જેના પાદપીઠ ઉપર અભિષેક થતા હતા એવા ત્રિપૃષ્ઠના સમય આ પ્રમાણે વિષયસુખ અનુભવતાં વીતવા લાગ્યું. શ્રીશાન્તિનાથની પૂર્વ ભવકથામાં અમિતતેજના ભવ, શ્રીવિજય આદિના સંબંધ સ્વય’પ્રભાએ પ્રજાપતિના કુળરૂપી આકાશના સૂર્ય સમાન શ્રીવિજય અને વિજયભદ્ર એ એ પુત્રાને તથા કમલવાસિની લક્ષ્મી જેવી સુરૂપ, વાદળાંઓના પટમાંથી નીકળેલા ચંદ્રના ખંખ જેવી કીર્તિમાન અને લક્ષણશાસ્ત્રમાં પ્રશંસા પામેલા ઉત્તમ રૂપવાળી ચૈાતિપ્રભા નામની કન્યાને જન્મ આપ્યું. અર્ક કીર્તિને જ્યેાતિમાલાથી સુરકુમાર જેવા મનેાહર શરીરવાળા અને વાદળાંના પટલમાંથી નીકળેલા દિવાકર સૂર્ય જેવા તેજસ્વી અમિતતેજ નામે પુત્ર થયા, અને પેાતાની ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારી દેવાંગનાઓને પણ વિસ્મય પમાડનારી અને જેના શરીર અને લક્ષણના ગુøાનુ લાંબા કાળે વર્ણન કરી શકાય એવી સુતારા નામે પુત્રી થઇ. પછી અભિન ંદન અને જગનદન ચારણશ્રમણેાએ કહેલુ' સંસારનું સ્વરૂપ સાંભળીને જ્વલનજટી રાજા અકીકતને રાજ્યલક્ષ્મી સાંપીને શ્રમણુ થયેા. જ્યેાતિપ્રભા કન્યાને યૌવનમાં આવેલી જોઇને ત્રિપૃષ્ઠ વાસુદેવે વિપુલમતિ, મહામતિ, સુબુદ્ધિ અને સાગર એ ચારે મંત્રીઓની સલાહ લઈને, સ્વયંવર રાપીને સર્વ રાજાઓને ખબર આપી, અને અકીર્તિને સૂચના આપી—“ વિદ્યાધરા સહિત તારે જ્યેાતિપ્રભાના આ સ્વયંવરમાં વિના વિલ`એ હાજરી આપવી. ” જેણે ( પુત્રીને પરણાવવારૂપ ) પોતાના કાર્યને નિશ્ચિત કર્યું નથી એવા અકીર્તિ એ સચિવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy