SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુન્દરી લ‘ભક [ ૩૯૧ ] એટલે તાપસીએ કહ્યું, “ દર્પણુના મંડળમાંથી જેમ ખિખમાંથી પ્રતિષિ`બ થાય છે તેવી રીતે તારી પાસે આવેલા તારા પેાતાના પુત્રને પુત્ર તરીકે તું ઓળખતા નથી ? ” એટલે રાજા એણ્યેા, “ તાપસ ! જે પરાયા પુત્રને માટે ‘આ મારા પુત્ર છે ' એમ કહે છે તે પરસીગમનમાં જે દાષા રહેલા છે તે દેાષા વડે લેપાય છે. ” પછી તાપસીએ કહ્યું, “ કૂકડે કૂક ! તને પારકી સ્ત્રીનેા દોષ લાગી જાય છે! તારી પેાતાની સ્રીમાં ઉત્પન્ન થયેલે આ તારા જ પુત્ર છે. '' એટલે રાજા ખેલ્યા, “ આ મારા પુત્ર કેવી રીતે ? કયારે જન્મ્યા ? સ્વદારમાં થયા કે પરદારમાં ? સત્ય કહે. ” રાજાએ આ પ્રમાણે કહ્યુ, એટલે તે તાપસી તે બાળકને રાજાની સમીપમાં મૂકીને ચાલી ગઇ. તે સમયે આકાશવાણી થઈ કે, “હું રાજાઓમાં સિંહ સમાન ! અમેાધરથના દોહિત્ર અને ઋષિદત્તાના પુત્ર આ તુજ છે ( અર્થાત્ આ તારાજ પુત્ર છે ). ” " 66 ,, પછી પરિજન સહિત રાજાએ આકાશવાણી સાંભળીને આ મારા પુત્ર થાય છે ' એમ કરી તે ખાળકને લઇને ખેાળામાં એસાડ્યા, માથુ સૂછ્યું અને દ.ડ-ભટ--ભાજિકાને કહ્યું કે, “ આ મારા પુત્ર છે, એનું સંરક્ષણ કરા. ” પછી તેણે પૂછ્યું, “ તાપસી ક્યાં ગઇ ? ” પુરુષાએ કહ્યુ, આ જાય. રાજા ઊઠીને તેની પાછળ દોડ્યા, અને તે આ રહી, આ રહી ' એમ કરતાં આશ્રમ સુધી ગયા. ત્યાં ઋષિદત્તા( વ્યંતરી )ને જોઈને સંતુષ્ટ અને શાન્ત થયા. પછી તે તાપસી દિવ્ય દેવરૂપ ધારણ કરીને, પ્રભા-સમ્રુદય વડે ઉદ્યોત કરતી, રાજાને અને પેાતાના પિતાને ધર્મ કહેવા લાગી. " એ સમયે ખલ નામે દેવ ત્યાં આવ્યા. તેણે દેવીને વંદન કરીને કહ્યુ, “હું અહીં ચડકોશિક સર્પ હતા. હે ભગવંત ! તમારા ગુણવડે કરીને મેં દેવત્વ પ્રાપ્ત કર્યું. ” એમ કહીને ફરીવાર વંદન કરી તે પાળે ગયા. અમેાધરથ રાજા વગેરે ખીજાએ પણ ધર્મ ને પામ્યા. ધર્મ પરાયણ એવા તેમને અષ્ટાપદ પર્યંત ઉપર લઇ જઈને દેવીએ શાન્તવેગ તથા પ્રશાન્તવેગ અણુગારોને શિષ્ય તરીકે સાંપ્યા. પછી તેઓ સાધુ થયા. જે પેલા બાળક હતા તેજ આ એણીપુત્ર રાજા. સાગરભિન્નમાં વસતી, જવલનપ્રભ( નામના દેવ )ની ભાર્યા. હું નાગિની છું. ” એટલે મે તે દેવીને કહ્યું, “ દૈવિ ! તમારું ભવન સાગરભિન્ન શાથી કહેવાય છે ? કયારે અને કેણે તે ભેવું હતું ? ” તે એલી, “ હે પુત્ર! તું ધ્યાન રાખીને સાંભળ; હું તને સર્વ કહીશ— સગરના પુત્રાએ અષ્ટાપદમાં ખાઈ ખેદવી-તેમનુ દહન સાકેત નગરમાં ઇક્ષ્વાકુ વશમાં જન્મેલા એ ભાઈએ જિતશત્રુ અને સુમિત્ર એ ૧. આ પૂર્વે રાજાનુ નામ સત્ર અમેરિપુ આપેલુ‘ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy