________________
હાઈ (૨) એમાંથી પણ એવી સામગ્રી મળે છે. ગ્રન્થને કેટલેક ભાગ જૈન પુરાણકથા (Mythology)થી રોકાયેલે છે, પણ બાકીના ભાગમાં જેને શુદ્ધ લોકવાર્તા તરીકે વર્ણવી શકાય એવી ઘણી વસ્તુઓ છે. એવી બધી જ વસ્તુઓનું વિવરણ અહીં અસ્થાને છે તેમજ એમ કરતાં ઘણો વિસ્તાર થવાને પણ ભય રહે છે, તેથી કેટલાંક સ્થાનોને માત્ર નમૂનારૂપે નિર્દેશ કરીને જ સંતોષ માનીશું.
થોડી વાર પહેલાં જ આપણે “વસુદેવ-હિંડી” અને ભારતીય સાહિત્યના બીજા સુપ્રસિદ્ધ ગ્રન્થ વચ્ચેનાં કેટલાંક સામ્ય નોંધ્યાં તે સર્વનાં મૂળ છેવટે કદાચ લોકવાર્તામાં જ હોય એ અસંભવિત નથી. પરંતુ એ વસ્તુ હાલ બાજુએ રાખીએ તો પણ “લેકશ્રતિ ”—લેકવાર્તા તરીકે જ આપવામાં આવેલી કૃતન કાગડાઓની વાતો (૪૦-૪૧), “ જેવાની સાથે તેવા ” થઈને ગાડાવાળાએ નગરવાસીઓને કેવી રીતે છેતર્યા તેની વાર્તા ( ૬૯-૭૦), ગોમુખની અવલોકનચાતરીની વાર્તા (૧૭-૧૭૯), નબાપા છોકરાની બે માતાઓમાંથી ખરી માતા કાણુ અને ખોટી માતા કણ એને નિર્ણય (૪૬૨-૬૩), લંગડી મૃગલીને વાઘની સામે ઊભેલી જોઈને આ ક્ષેત્રનો પ્રભાવ છે” એમ જાણીને પુલિને કંડિની નગરી વસાવ્યાની વાત (૪૬૭)-એ બધી શબ્દ લોકવાર્તાઓ છે એટલું જ નહીં પણ અત્યારે વ્યાપક રીતે પ્રચલિત એવી વાર્તાઓ કેટલી પ્રાચીન છે એનું પણ સૂચન કરે છે. “ધમ્મિલ-હિંડી' એ સળંગ લેકવાર્તા જ છે; પ્રાકૃત ગદ્યની વચ્ચે જ ઉતારેલું અપભ્રંશ પદ્ય અને પ્રાકૃત ગાથાઓ પણું એજ બતાવે છે. ગધવદત્તા સંભકમાંનું ય ચિંટાવાળું હાસ્ય-કટાક્ષાત્મક પદ્ય (૧૬૨) અને વિષ્ણુગીતિકામાંનું ૩વરમ સાંgવરિયા પદ્ય (૧૬૭) પણ લોકપ્રચલિત પઘોની કોટિમાંજ મૂકી શકાય. સાંબ અને પ્રદ્યુમ્નની ક્રીડાઓના પ્રસંગમાં મેના-પોપટનાં મુખમાં મૂકેલાં પદ્યો પણ લોકપ્રચલિત સુભાષિત છે. ગન્ધર્વદત્તા સંભકમાં ચારુદત્તનાં પરિભ્રમણની વાર્તાઓ, અગાઉ આપણે જોયું તેમ, સિન્ડબાદ ખલાસીની વાર્તા ઉપર અસર નીપજાવેલી છે. આ સિવાય “વસુદેવ-હિંડી ”માં જુદાં જુદાં પાત્રોએ પ્રસંગોપાત્ત એકબીજાને કહેલી સંખ્યાબંધ કથાઓને પણ શબ્દ લેકવાર્તાની કટિમાંજ મૂકવી પડશે અને તેથી તુલનાત્મક લેકસાહિત્યના રસિકને આ ગ્રન્થ સાદ્યત વાંચી જવાની ભલામણ છે. અનુવાદ વિષે
“વસુદેવ-હિંડી ” પ્રથમ ખંડના સંપાદકો પૈકી વિદ્યમાન, મારા વિદ્યાગુરુ પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે પ્રાકૃત ભાષાના અભ્યાસ અંગે આ ગ્રન્થ કેટલાંક વર્ષ પહેલાં મેં વાંચ્યો હતો. એ વખતે તેને ગૂજરાતી અનુવાદ કરવાનો સંકલ્પ થયો હતો, જે આજે કાર્યરૂપે બહાર આવે છે.
અગાઉ કહ્યું છે તેમ, આ ગ્રન્થ વારતવમાં બહુ કઠિન ન હોવા છતાં વચ્ચેના કાળમાં તેના પઠનપાઠનનો અભાવ, પ્રાચીન અને વિશ્વસનીય હાથપ્રતાની ગેરહાજરી, શતાબ્દીઓ થયાં ગ્રન્થની ત્રુટિત સ્થિતિ, અને એવાં બીજાં કારણોને લીધે અમુક અમુક સ્થાનોએ તે ફૂટ અને સદિગ્ધ બની ગયો છે. કેટલીક પંક્તિઓ તે કેવળ અર્થરહિત બની ચૂકી છે. પ્રિયંગુસુન્દરી સંભક અને કેતુમતી લંભકમાં તે એવાં સ્થાને ડગલે ને પગલે મળે છે. મૂળ સંપાદકોએ એવાં રથાનોને નિર્દેશ ઘણું ખરું કર્યો છે, અને મેં પણ વિશિષ્ટ સ્થળોએ એ વસ્તુ પાદટિપ્પણિમાં દર્શાવી છે. બની શકયું છે ત્યાં આસપાસના સન્દર્ભની સહાયથી અથવા અનુમાનથી સંતોષકારક અર્થ કાઢવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે કેટલીક વાર આપણે મૂળ ગ્રન્થકારને દુષ્ટ એવા પાઠ અને અર્થની લગોલગ કદાચ પહોંચી શકીએ, પરંતુ દશમી શતાબ્દી જેટલી અથવા તે કરતાંયે જૂની એવી આ ગ્રન્થની વિશ્વત તાડપત્રીય હાથપ્રતો મળે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org