SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : જોયા. પછી અમારા ગામના સ્વામી દેવદત્ત મુનિને વંદન કરીને એલ્યે, “ ભગવન! તમે અમારા સ્વામી થઈને હવે ત્રૈલેાકયના સ્વામી થયા છે. ” પછી દેવદત્તનુ વચન સાંભળીને ‘(આ મુનિ) ખરેખર સાકેત નગરના સ્વામી હતા' એમ જાણીને દ્વિગુણિત સંવેગવાળાં બની અમે તે મુનિને જોવા માંડયાં. પછી દેવદત્તે તે મુનિને પૂછ્યું, “ભગવન્ ! આદિત્ય, સામવી, શત્રુત્તમ અને શત્રુન્નુમન રાજિષ એના એક ખીજામાં અત્યંત અનુરાગ શાથી હતા ? ” એટલે તે મુનિવરે દેવદત્તને આ પ્રમાણે કહ્યું.— આદિત્ય આદિ ચાર મુનિની કથા “ દેવદત્ત ! કાંકણુ દેશમાં સેાપારક નામે નગર છે. માધુકરી કરતા અને ષટ્ કર્મામાં નિરત એવા કાશ્યપ ગાત્રના કાશ્યપ નામે બ્રાહ્મણુ ત્યાં હતા. તેની ભાર્યાં રેવતી નામે હતી, પુત્ર શર્મા નામે હતેા અને પુત્રવધુ શ્યામલામા હતી. તેએએ એક વાર બ્રાહ્મ@ાને માટે આહાર તૈયાર કર્યાં. માસે।પવાસી સાધુ તે ઘરમાં પ્રવેશ્યા. પછી તેઓએ વિચાર કરીને પરમશ્રદ્ધાથી તે સાધુને વહેારાખ્યુ. વસુધારા આદિ પાંચ દિવ્યે ત્યાં પ્રકટ થયાં. પછી તેઓએ સાધુની પ્રતિલાલનાથી અને મૃત્યુ તથા માદવની સ ંપન્નતાથી મનુષ્યનુ આયુષ્ય માંધ્યું. પછી તેઓ કાલધર્મ પામીને ઉત્તર કુરુમાં ત્રણ પત્યેાપમના આયુષ્યવાળાં યુગલિયાં થયાં. પુત્ર અને માતાનું એક યુગલ થયું, તથા સસરા અને પુત્રવધૂનું એક યુગલ થયું. કહ્યું છે કે संसारगया जीवा, हिंडता अण्णमण्णजाई । माया जायइ भज्जा, सुण्हा तहेव ससुरस्स ॥ અર્થાત અનેક જન્મામાં ભમતા સંસારી જીવાની માતા પત્ની થાય છે અને તે જ પ્રમાણે પુત્રવધૂ સસરાની પત્ની થાય છે. ત્યાં ત્રણ પલ્યાપમનું આયુષ્ય પાળીને કાલધર્મ પામીને તે સાધ કલ્પમાં શક્રેન્દ્રરાજના અનીકાધિપતિ એવા ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા સામાનિક દેવા થયાં. ત્યાંથી ચીને ત્રણ જણાં વિજયપુરમાં અને એક જણ મથુરામાં જન્મ્યાં. સૌધમ માંથી વ્યવીને કાશ્યપ વિજયપુરમાં અરહદાસ સાવાહ થયા. શર્મા પણ ત્યાંથી ચવીને અરહદાસ સાર્થવાહના પુત્ર જિનદાસ થયા. રેવતી ચવીને વિજયપુરમાં જ પુષ્પકેતુ રાજાની પુષ્પવતી દેવીની પુષ્પદંતા પુત્રી થઇ. શ્યામલામા પણ ચ્યવીને મથુરા નગરીમાં શૈારિવીર રાજાની ધારિણી દેવીના સૂરદેવ નામે કુમાર થઇ. શૌરિવીર મરણ પામ્યા પછી શૂરદેવ રાજા થયા. પછી એક વાર જિનદાસે પુષ્પદંતા કન્યાને જોઇ. તેણે પણુ જિનદાસને જોયા. પૂના સંબંધને કારણે બન્નેને એકબીજા પ્રત્યે અનુરાગ થયા. પછી જિનદાસે અરહદાસને કહ્યું, “ તાત ! જો મને પુષ્પદંતા પ્રાપ્ત નહીં થાય તે હું પણ નહીં રહું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy