SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩}} ] વસુદેવ–દ્ધિ ડી : : પ્રથમ ખંડ : પુત્રી માટે વરની ઇચ્છા કરતા શેઠ અહીં આવશે અને ( આ પ્રાસાદનુ) ખત્રીસ કળવાળું તાળુ ઉઘાડશે. ” આમ કહીને બ્રાહ્મણ ગયા. બધુમતીનું પાણિગ્રહણુ " હું પણુ કુતૂહલથી તાલેાદ્ઘાટની વિદ્યાથી તાળુ' ઊઘાડીને અંદર ગયેા. દ્વાર પાછું હતું તે પ્રમાણે બંધ થઇ ગયું. સુરભિ ધૂપના ગધથી વ્યાપ્ત, મણિના દીપકેાથી પ્રકાશિત અને દેવવિમાન જેવે પ્રાસાદ મેં જોયા મેં' સિદ્ધપ્રતિમાને પ્રણામ કર્યાં. મુહૂત માત્ર પછી મેં શેઠનાં પરિજનાના શબ્દ સાંભળ્યો. પછી કામદેવની પ્રતિમાની પાછળ ચાંભલાના આંતરે હું ઊભેા રહ્યો. કમાડ ઉઘાડવામાં આવ્યું. મણિદીપકાના પ્રકાશમાં અને સૂર્યના તેજના પ્રકાશમાં કંઇ ભેદ નહાતા. થાડાં અને કીમતી આભૂષણ્ણા જેણે પહેર્યાં હતાં એવા વિનીત વેશવાળા અને રૂપમાં કામદેવ જેવા કામદેવને મે જોયા. તેણે ધવલ પુષ્પાથી પ્રતિમાનું અર્ચન કર્યું. મણિની ક્રસમધી ઉપર પહેલાં પૂજાયેલી પ્રતિમાએ હતી; પછી ધૂપ દઇને પ્રતિમાને પગે પડીને કામદેવ કહેવા લાગ્યા, “ પિતામહ ! મધુજનાને પ્રિય એવી મધુશ્રીની પુત્રી બધુમતીને માટે વર આપે અથવા બતાવેા. ” એમ કહીને તે ઉઠ્યો. મે પણ સરસ કમળના જેવા કામળ અને ઉત્તમ લક્ષણા વડે 'કિત એવા જમણા હાથ લાંખા કર્યા. સન્તાષથી વિકાસ પામેલાં નયનવાળા તેણે મારા હાથ પેાતાના હાથમાં પકડ્યો. ‘ દેવે અધુમતીને વર આપ્યા છે’એમ પિરજનાને કહેતા તે ( મને સાથે લઈ ) આગળ વાસીને દેવળમાંથી બહાર નીકળ્યા. વિનયથી પ્રણામ કરીને તેણે મને કહ્યુ, “ દેવ! વાહનમાં બેસે.” એટલે હું (વાહનમાં બેસી) ( ચાલ્યા. શેઠ મારી પાછળ આવતા હતા. સેવકેાના મુખેથી જેમણે હકીકત સાંભળી હતી એવા લેાકેા મારી સ્તુતિ કરતા હતા કે, “ અહા! ખરેખર આ દેવ અથવા વિદ્યાધર છે. ” ખીજાએ કહેતા હતા કે, “ બીજના ચન્દ્ર જેવા મનેાહર શરીરવાળા, ભ્રમર સહિત કમલપત્ર સમાન નયનવાળા, મણુિશિલાતલ સમાન વક્ષ:સ્થળવાળા, નગરની ભાગળ જેવા લાંબા અને ગાળ એ માહુવાળા, હાથમાં પકડી શકાય એવા રમણીય મધ્યભાગવાળા, કિસલય જેવા કામળ ઉત્તમ હાથવાળા તથા અશ્વના જેવી સ્થિર અને સહુત-સુડાળ કટિવાળા આ પુરુષ ખરેખર નાગકુમાર હુશે. ” આ પ્રશંસા કરતા લેાકેાના વાર્તાલાપ સાંભળતા હું નાગભવન જેવા શ્રેષ્ઠીના ભવન પાસે પહેાંચ્યા. ત્યાં ખારીએ અને જાળીઓમાં રહેલી સ્ત્રીએ ખેલતી હતી, “ અહા ! મધુમતી ધન્ય છે, જેને લેાકેાનાં નયનાને માટે વિશ્રામરૂપ અને ઘણા કાળે જેના રૂપાતિશયનું વર્ણન કરી શકાય એવા આ ( પતિ પ્રાપ્ત થયા છે). ” આ પ્રમાણે પ્રશંસા કરાતા હું ભવન આગળ પહેાંચ્યા, અને વાહનમાંથી ઊતર્યા. મારી અઘ્યપૂજા કરવામાં આવી, એટલે સુરભવન જેવા મનેાહર કામદેવના ભવનમાં હું' પ્રવેશ્યા. ,, પછી સુખાસનમાં બેઠેલા એવા મારા વરને ચેાગ્ય શણગાર કરવામાં આવ્યેા. જેમણે મંગલ વસ્ત્રાભૂષણે પહેર્યાં હતાં એવી અવિધવા સ્ત્રીએ આવી. ઘર ભરાઇ ગયું. પછી [કુરથી મિશ્રિત ફૂલની માળાવાળી, ઉત્તમ કુસુમનાં જેણે કુ ંડલ કર્યાં હતાં એવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy