SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી લંભક [ ૩૬પ ] જે મહાઆરંભ, પરિગ્રહ અને અધિકરણ(અસંયમ)વાળ હો, કામોને જેણે ત્યાગ કર્યો નહતું અને હરિશમશ્રના મતને અનુસરીને જેણે ધર્મને સંચય કર્યો નહતે એ તે હું અશ્વગ્રીવ તમતમાં પૃથ્વીમાં તેત્રીસ સાગરોપમ સુધી દુઃખ અનુભવીને અને તિર્યંચ, નારક તથા હલકાં મનુષ્યના ભવ વડે અનુબદ્ધ સંસારમાં ભમીને અહીં આવ્યા. અમાત્યનાં વચનમાંથી નીકળેલા જિનવચનરૂપી અમૃત વડે સીંચાયેલા હદયવાળે હું પ્રતિબંધ પામે. અનુભવેલા નરકઃખનું મરણ થવાથી જેને નિશ્ચય કર્યો છે એ હું પ્રવજ્યા લઈને તપોબળ વડે ઘાતિ કર્મનો પરાજય કરીને કૃતકૃત્ય એવો સર્વજ્ઞ થશે.” આ સાંભળીને જેને ધર્મરાગ પેદા થયે છે એ લેહિતાક્ષ દેવ ઊઠીને, કેવલીની પ્રદક્ષિણા કરીને, વિનયપૂર્વક પ્રણામ કરીને બોલ્યા, “ભગવન્! આપે મારા જે જન્મ કહા તે નિ:સંશય તે પ્રમાણે જ છે. અવધિવિષયથી તે હું જાણું છું, તથા આપે તે પ્રમાણે વર્ણવેલા એ જન્મનું મને સ્મરણ છે. અતીત કાળમાં મારી ભવ-પરંપરા પણ આપે નક્કી કર્યું તે પ્રમાણે જ છે. મિથ્યાત્વથી આવરાયેલા મેં ઉન્માર્ગ દર્શાવીને લોકોને બુદ્દબ્રાહિત કર્યા, તેનું ફળ હું પામે છું. હવે મારી બુદ્ધિ જિનવચનમાં રુચિવાળી થઈ છે, તેથી ફરી મોહ નહીં પામું.” એમ કહીને તે કેવલીના પગે પડ્યો. એ સમયે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવો જિતશત્રુ રાજા સિંહધ્વજ પુત્રને રાજ્ય આપીને ઘણા પરિવાર સહિત દીક્ષા લઈને અમાત્યની સાથે શ્રમણ થયે. લેહિતાક્ષ દેવે કામદેવને વિપુલ ધન આપ્યું. તેણે કામદેવને આજ્ઞા કરી, “ભગવાન મૃગધ્વજનું આયતન કરો અને તેમાં એમની પ્રતિમા મૂકો. મારી પણ ત્રણ પગવાળી આકૃતિ સ્થાપન કરો.” એમ કહીને દેવ ગયે. પર્ષદા પણ જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે પાછી ગઈ. વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મ જેનાં ક્ષીણ થયાં છે એવા ભગવાન મૃગધ્વજ માસક્ષપણ કરીને નિર્વાણ પામ્યા. કામદેવે સિંહ ધ્વજ રાજાની અનુમતિથી તેમનું આયતન કરાવ્યું. મૃગધ્વજની પ્રતિમા, તે પ્રતિમાને પ્રણામ કરતી પોતાની પ્રતિમા અને લેહિતાક્ષની ત્રણ પગવાળા મહિષની આકૃતિ (તેમાં કરાવવામાં આવી). રાજાની અનુમતિથી લેકેના સંબોધન નિમિત્તે તે ઋષિનું ચરિત્ર રચવામાં આવ્યું. તે ચરિત્ર પંડિત ગાય છે. પણ આ તે આઠ પેઢી પહેલાં બન્યું. તે કામદેવના વંશમાં અત્યારે કામદેવ નામનો શેઠ છે અને તે રાજા એણપુત્રને પોતાના શરીર જેટલે પ્રિય છે. તેની બંધુમતી નામની પુત્રી પ્રશસ્ત હાથ, પગ, જંઘા, ઉરુ, નિતંબ, કટિ, સ્તન, વદનચંદ્ર, આકૃતિ, ગમન અને વચનવાળી તથા સર્વ કલાઓમાં પણ નિપુણ છે. તેના રૂપથી વિસ્મિત થયેલા મહાધનિક પુરુષ તેનું માથું કરે છે, તે પણ શ્રેષ્ઠી તે કન્યા આપતું નથી. જે વરની તેને પિતામહ (આયતનમાં રહેલી કામદેવની મૂર્તિ) સૂચના કરશે તેને તે આપશે. જો તમે આ પ્રાસાદનું તથા સિદ્ધપ્રતિમાનું દર્શન કરવાની ઈચ્છાવાળા છે તે મુહૂર્ત માત્ર રાહ જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy