SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: વાળે તે મરીને ચોથી પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં દશ સાગરેપમ સુધી કલેશ અનુભવીને મરણ પામી કંકપક્ષી થયું. ત્યાં પણ જીવવધમાં ઉદ્યત અને દારુણ ચિત્તવાળો તે ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ સાત સાગરોપમ સુધી ઉત્કૃષ્ટ વેદના તથા પરમાધાર્મિક દે તરફની પીડા અનુભવીને પછી સાપ થયે. પછી દુઃખમરણ અનુભવીને બીજી પૃથ્વી શર્કરામભામાં ઉત્પન્ન થયે. ત્યાં ત્રણ સાગરોપમ સુધી દુખાગ્નિથી દાઝીને ઉદ્વર્તિત થઈ સંજ્ઞી પંચેન્દ્રિય થયા. ત્યાંથી મરીને રત્નપ્રભામાં નારક થયો. એક સાગરોપમ સુધી ત્યાં વસીને પંચેન્દ્રિય તિર્યંચ થયે. પછી ચઉન્દ્રિયમાં છ માસનું આયુષ્ય પાળીને ત્રીન્દ્રિય થયે. ત્યાં ઓગણપચાસ રાત્રિ-દિવસ જીવીને પછી દુઃખમરણથી પીડાયેલ તે દ્વીન્દ્રિય થયે. પછી તિર્યંચગતિ નામ-શેત્ર-આયુકમ ઉપાર્જિત કરવાથી જેને જન્મ થયે છે એ તે ઘરડી, અને જેને દૂધ આવતું નથી એવી ભેંસની કુક્ષિમાં બચ્ચા તરીકે પેદા થયે. ત્યાં પણ હરિશ્મન ભવમાં ઉપાર્જિત કરેલા આહારવિહ્વને લીધે દૂધ નહીં પામતે એ તે બાલ્યાવસ્થામાં જ મરણ પામીને બકરો છે. ત્યાં પણ ભરવાડ દૂધ લઈ લેતે હતો, તેથી તે મરણ પામે, અને પછી કામદેવની ભેંસના યૂથમાં ભેંસો પાડે થયો. દંડક ગોપે તેને જીવતાંવેંત જ મારી નાખ્યા. “બધું શન્ય છે એમ પૂર્વે તે માનતો હતો તથા શત્રુઓ પ્રત્યે નિર્દય હતો, તેથી અનેક જન્મ-મરણનાં દુઃખ તેણે પ્રાપ્ત કર્યા. પછી ફરી તે ભેંસને પાડે થે. માંસની ઈચ્છાવાળા દંડકે તેને, અશુભ કર્મને સંચય ઓછો થવાથી તે પૂર્વજન્મનું સ્મરણ કરતા હતા તે વખતે, મારી નાખે. એ પ્રમાણે તે સાત વાર જપે અને સાત વાર તેનો વધ કરવામાં આવ્યા. આઠમા જન્મમાં પૂર્વજન્મનું સમરણ કરતે, મરણથી ડરતો અને માતાના સ્તનપાનની ઈચ્છા નહીં કરે તે દંડકને પગે પડ્યો, કેઈ કારણથી ગોકુલમાં સાધુ આવ્યા હતા. તેમને દંડકે પૂછયું, “ભગવન્! આ પાડે જન્મતાંવેંત મારે પગે પડી રહ્યો છે અને સ્તનપાન ઈચ્છતો નથી, તેનું શું કારણ હશે?” સાધુએ અવધિજ્ઞાનથી સાચી વસ્તુ જાણીને કહ્યું, “દંડક! માંસની ઈચ્છાવાળા તે આ બિચારાને સાત વાર મારી નાખે, તેથી પૂર્વ જન્મનું સ્મરણ કરતો અને મરણથી ડરતે તે તારા પગમાં આળોટે છે. પૂર્વભવમાં કરેલા પ્રાણાતિપાતના દોષથી અવશ એ આ મરણદુઃખ અનુભવે છે. જે તું પણ મરણથી ડરતે હોય તે અનુકંપાવાળો અને દયાવાન થા. એથી તને પરલોકમાં ભય નહીં થાય નહીં તે જેવી રીતે આ દુઃખમરાને પ્રાપ્ત થયા છે તેવી રીતે તું પણ પ્રાપ્ત થઈશ.” પછી “આ આજથી મારો ભાઈ છે, મેં તને અભય આપ્યું છે” એમ કહીને દંડક તે પાડાને ઉછેરવા લાગ્યા. જેને કામદેવે અભય આપ્યું હતું તથા તમે અભયઘોષણા કરાવવા વડે જેના ઉપર કૃપા કરી હતી એ તે પાડો ગોકુળમાં “ભદ્રક' તરીકે ઓળખાતું હતું. જન્માક્તરના વેરભાવથી મેં તેના ઉપર ઘા કર્યો હતે. અમાત્યનાં વચનેથી સંબધ પામીને, સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે લેહિતાક્ષ દેવ થયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy