SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી સંભક [૩૫૫] હર્ષિત થયેલા પરમાધાર્મિક અસુરે નારકાવાસમાં પ્રવેશ કરીને કીડા નિમિત્તે તેમને આ પ્રમાણે કરે છે-માંસપ્રિય મનુષ્યને કાતર વડે અનેક પ્રકારે કાપે છે, પોતાના જ માંસમાં આસક્ત એવા તેને કાપીને તપાવેલ સીસા અને ચાંદીનાં રસાયણના રસમાં મૂંજે છે, (પૂર્વજન્મના) દુષ્ટ વધ કરનારાઓ કર્કશ વચનવડે પિતાનાં દુઃખ કહેતાં કહાય, કૂટશાલ્મલી અને લેહકંટક(એ નરકનાં વૃક્ષવિશે ) વડે આકુળ થઈને કળકળાટ કરતા કરુણ વિલાપ કરે છે ત્યારે વિલાપ કરતા એવા તેઓને વાલકે (એ નામના નરકપાલ) બહાર ખેંચી કાઢે છે; ચીસો પાડતા એવા તેઓને વૈતરણિ (નામના નરકપાલ) હરિયાળાં વૃક્ષો વડે રમ્ય તીરપ્રદેશવાળી વૈતરણું બતાવે છે અને કહે છે, “આ શીતળ જળ પીઓ;” પછી પ્રસન્ન થતા તેઓ પૂર્વે જેમણે દુષ્કૃત કર્યા છે એવા તથા ચાલવાને દુર્બળ એવા નારકોને અંદર ફેકે છે અસિપત્ર નામે અસુરે બનાવેલું નયનમનહર અસિપત્રવન તેઓ નારકને બતાવે છે; પતંગિયાં જેમ દીપશિખામાં પ્રવેશ કરે તેમ તીક્ષણ તલવાર અને શક્તિઓથી ભરેલા પત્રવનમાં તેઓ ફરે છે. પ્રવેશ કર્યા પછી ક્ષણવારમાં જ તે વન તેમને દુઃખાભિઘાત કરનારું થાય છે. જેઓ અહીં (મનુષ્યલેકમાં) જીવને નિર્દયપણે મારતા હતા તેઓ પવનની ઝપટથી પડતાં પાંદડાં વડે ગાત્રો કપાઈ જતાં શરણરહિત બનીને ફાટ્યા સ્વરે આક્રંદ કરે છે. બીજા શ્યામ અને સબલ નામના પરમાધામિકે ઘેર રૂપવાળાં અને એક પગવાળાં ઢક અને કંક પક્ષીઓ ઉત્પન્ન કરીને (તેમની પાસે નારકેના શરીરની) ખેંચાખેંચી કરાવે છે, “હે સ્વામી! બચાવો” એમ બોલતા નારકને તેઓ કલંબવાલકામાં રગદળે છે, આગના ભડકા વિકવીને હસતા એવા તેઓ એમાં તેમને સળગાવે છે. પરસ્ત્રીમાં પ્રીતિ રાખનારા નારકોને નરકપાલની બુદ્ધિ વડે નિર્મિત થયેલી અગ્નિવર્ણ સ્ત્રીઓ સાથે તેઓ આલિંગન કરાવે છે.” આ પ્રમાણે નરકનું સ્વરૂપ સાંભળતા મૃગધ્વજ કુમારને “મેં આ પ્રકારનું દુઃખજાળ પૂર્વે કયાં અનુભવ્યું છે?” એ વિચાર આવતાં તેની આખી કાયા અને ગાત્રો કંપ્યાં, રોમાંચ ખડાં થયાં અને માર્ગણા–ગવેષણ કરતા તેને તે પ્રકારના આવરણના ક્ષપશમથી જાતિસ્મરણ થતાં જાણે એ દુઃખ તેની સમક્ષ વર્તમાન હોય એમ માન તે મૂછ પામે. મુહૂર્ત પછી સ્વસ્થ થઈને તે અમાત્યને કહેવા લાગ્યું, “આર્ય! નરકનું આવું સ્વરૂપ છે એમ તમે શી રીતે જાણે છે?” મંત્રીએ કહ્યું, “કુમાર ! શાસ્ત્રથી જાણું છું. વીતરાગના એ ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. જે મનુષ્ય રાગયુક્ત, દુષ્ટ કે મૂઢ હોય તે કાર્યસાધન નિમિત્તે કે અજ્ઞાનથી સાચું–જૂઠું બોલે, પણ જે રાગ, દ્વેષ અને મોહથી રહિત તથા વિમલ-વિપુલ જ્ઞાની હોય અને જે કૃતાર્થ થયા હોય તેઓ બીજાને રાગદ્વેષરહિત ઉપદેશ કરતાં સર્વશે અનવદ્ય એવું અસત્યસૃષ અને સત્ય જ બેલે, સૂર્યમાંથી અંધકારનો સંભવ જ નથી.” પછી મંત્રી કહેવા લાગે– ૧. નરકવર્ણનને આ પાઠ કટ હેવાથી કેટલેક સ્થળે અનુમાનથી અર્થાનુસંધાન કરવું પડયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy