________________
[ ૩૫૪ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
“સ્વામી ! દેવી વિનંતી કરે છે કે-“છેલે પુત્રને હું અલંકાર પહેરાવું.” માટે તેમના ઉપર કૃપા કરો. માતા ભલે કુમારને મળે. આપે આજ્ઞા કરી છે તે પ્રમાણે તે કુમારનું જીવન હવે નથી, માટે દેવી વધ્યસત્કાર ભલે કરે.” એટલે રાજાએ કહ્યું, “ભલે, એમ થાઓ, પણ તેને જલદી પાછો લાવજે.” મંત્રીએ કહેલું નરકનું સ્વરૂપ
પછી કુશળ એવા તે મંત્રીએ રાજાની નજર ચુકાવીને કુમારને એકાન્ત કઠામાં લઈ જઈને વૈરાગ્યમાર્ગને લગતી કથા તેને સંભળાવવી શરૂ કરી. તેણે મૃગધ્વજને કહ્યું,
કુમાર ! હિંસાનું પ્રત્યક્ષ ફળ તમે જોયું. તમે રાજાને પ્રાણથી પણ વધારે પ્રિય હતા; પિતાએ આવી રીતે તમારું લાલન કર્યા પછી એક ક્ષણમાત્રમાં તે પાપના વિપાકને કારણે તમારો વધ કરવાની આજ્ઞા કરી છે. એમ જાણે કે-નિર્દય અને નૃશંસ એવા જે છ માંસ, રુધિર, પિત્ત, હૃદય, દાંત, પુચ્છ વગેરે મેળવવા માટે ખેચર, જળચર અને સ્થળચર પ્રાણીઓ ઉપર પ્રહાર કરે છે, કલુષિત ચિત્તવાળા જેઓ વિના કારણે પ્રહાર કરે છે, નિરપરાધીઓ ઉપર ક્રોધ કરે છે, બીજાના દુઃખમાં આનંદ પામે છે, અને સજજને વડે નિન્દનીય તથા નિર્દય એવા જેઓ બાળક, વૃદ્ધ અને શરણાગતનો વધ કરે છે તેઓ કાળ કરીને કર્મની ગુરુકતાને કારણે અવશપણે નરકમાં જાય છે. એ નરક શ્રવણ કરવામાં પણ પ્રતિકૂળ, જળભય વાદળાંઓ વડે છવાયેલી કૃષ્ણપક્ષની અમાવાસ્યા જેવાં અંધકારમય, ભયજનિત રુદન અને પ્રલાપોથી ભરપૂર, સડેલા માંસ જેવાં દુર્ગધમય, વીંછીના ડંખ સમાન દુસહ અને કર્કશ સ્પર્શવાળાં તથા જેમાં બહુ મુશ્કેલીથી ગતિ કરી શકાય એવાં હોય છે. નારક નામ-આયુ-ત્રકર્મના ઉદયકાળે, તે સમયે અનિષ્ટતર વેદનીય, અવ્યક્ત મનુષ્યદેહ જેવા, કૂબડા, દુઃખભાજન અને ખરાબ એવા અશુભ દેહને તથા તે ભવને યેગ્ય પાંચ પર્યાપ્તિઓને પ્રાપ્ત કરીને પાપના લેપથી મલિન અને જેની ઉપમા આપી શકાય નહીં એવાં ટાઢ, તાપ તથા ભૂખ-તરસની વેદનાથી કલેશ પામતા છે દીર્ધકાળ સુધી ત્યાં દુ:ખ પામે છે. એ ગહન અંધકારમાં એક નારકને બીજા ચાલતા નારકનો સ્પર્શ થાય તે વડે અથવા ભયંકર શબ્દ વડે તે જાણી શકે કે “બીજાઓ પણ અહીં છે;” માત્ર જિનેશ્વરોના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાનોત્પત્તિના સમયે જ્યારે શુભ પુગલના પરિણામ વડે જગત પ્રકાશિત થયું હોય ત્યારે તેઓ એકબીજાને જોઈ શકે. અથવા અવધિવિષયથી પરસ્પરને પૂર્વજન્મનો વૈરાનુબંધ જોઈને શૂલ, દંડ, ભિંડીમાલ, નારાજ, મુશળ વગેરે હથિયારે વિમુવીને તેઓ એકબીજાને મારે છે, પ્રહારથી ઘવાયેલાં શરીરવાળા તેઓ મૂચ્છ પામીને ક્ષણવારમાં પાછા સ્વાભાવિક-સાજા થઈને નખ અને દાંત વડે એકબીજાને પીડા આપે છે. તથા ક્રોધે ભરાયેલા અને અમર્ષથી જેમના દેહ બળી રહ્યા છે એવા તથા પાપકમી તેઓ પુરાણું વેરની યાદ આપતા એકબીજાનો વધ કરે છે. બીજાને વધ કરવા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org