SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૨ ] વસુદેવ-હિંડીઃ : પ્રથમ ખંડ : પ્રારંભકાળે ઉત્તમ કનકના જેવા કપિલ રંગનાં બંધાયેલાં કણસલાનાં ભારથી લચી પડેલાં શાલિવન-ડાંગરનાં ખેતરે તથા વિકાસ પામેલાં કમળાના રસમાં લાલુપ ભમરાઓના આનંદયુક્ત ગુંજારવ વડે શબ્દાયમાન સરોવર જેતે જેતે રમત કરતાં વાછરડાં અને તાજી વિયાયેલી ગાયના હંબારવ વડે અનુવાદિત ગોપીજનેના મધુર ગીતસાગરના ગંભીરતર શબ્દ વડે જેનું સ્થાન સૂચિત થતું હતું એવા પિતાના ગોકુળમાં પહોંચ્યા. ત્યાં કુસુમ વડે ધવલ, ભમરાઓના મધુર ગુંજારવ વડે શબ્દાયમાન સપ્તપર્ણ વૃક્ષની પાસે તે ઊભો રહ્યો. ગોકુળના અધિકારમાં નિયુક્ત થયેલ દંડક નામે મનુષ્ય તેની પાસે આવ્યું. તેની અનુમતિથી બધા ઊભા રહ્યા. નિંદસકના મંડપમાં રહેલા તેની પાસે ગોવાળિયાઓ ગોકુળને યોગ્ય ભેજન લાવ્યા. ભૂજન કરીને પછી કામદેવ દંડકની સાથે ગાય અને ભેંસની વાત કરતા બેઠે. ત્યાંથી થોડેક દૂર એક પાડો ફરતો હતો તેને દંડકે બોલાવ્યા, “ ભદ્રક! જલદી આવ. મારા અને તારા સ્વામી આવ્યા છે. તેમની પાસે આવ.” તે પાડો આ વચન સાંભળતાંની સાથે જ શ્રેણીની પાસે આવ્યા. દેખાવમાં તે લોકોને ભય પમાડનારો હતો. પણ શેઠની પાસે બેઠેલે દંડકે કહ્યું, “આ તો ભલે છે, માટે ડરશો નહીં. ” પછી તે પાડો જીભ બહાર કાઢીને માથું નમાવી શુંટણએ પડ્યો. કામદેવે ગોપને પૂછ્યું, “આ પાડો આવી રીતે કેમ પડ્યો? જે જાણતો હોય તે કહે.” તે બે, “ સ્વામી ! આ મરણથી ડરનાર છે. સાધુના ઉપદેશથી મેં તેને અભય આપ્યું છે, હવે તમારી પાસે તે અભય માગે છે.” શેઠે વિચાર્યું, “જેને જીવન પ્રિય છે એ આ તિર્યંચ અવશ્ય જાતિસ્મરણવાળો હશે.” આમ વિચારીને તેણે કહ્યું, “ ભદ્રક! આ ગેકુળમાં તું નિશ્ચિત્તપણે રહે, તને કંઈ ભય નથી. ” એટલે તે પાડે ઊઠીને સુખપૂર્વક ફરવા લાગ્યા. • કેટલાક દિવસ પછી શેઠ નગરમાં જવા નીકળ્યો. ભદ્રક પાડો પણ તે જાણીને પાછળ પાછળ જવા લાગ્યા. શેઠના નોકરો તેને અટકાવવા લાગ્યા, પણ શેઠે કહ્યું, “ ભદ્રક ભલે આવે, જે તેની ઈચ્છા હોય તો મારી સાથે તેને નગરમાં આવવા દે. એની રક્ષા કરજે, કોઈ તેને પીડા કરે નહીં.” પછી કામદેવ અનુક્રમે નગરમાં પહોંચે. ઘેર આવીને તેણે કોમ્બિક પુરુષને આજ્ઞા કરી, “ વલ્લભ અશ્વને જે ખોરાક આપે છે તે કંઈ વિચાર કર્યા વગર ભદ્રકને પણ આપજે. ” પછી ભદ્રક અબદ્ધ, અરુદ્ધ અને અયંત્રિતપણે શેઠના ભવનમાં રહેવા લાગ્યા. એક વાર ભદ્રકે સાંભળ્યું કે “શેઠ રાજદરબારમાં જાય છે. આથી તે પણ શેઠની પાછળ દોડ્યો. ગભરાયેલા લોકો કહેવા લાગ્યા, “પાડાના રૂપમાં રહેલા આ યમને દરથી જ ત્યાગ કરવો-તેનાથી દૂર નાસી જવું.” કામદેવ રાજ દ્વારે પહોંચે. પ્રતિહારે પુરુષને આજ્ઞા આપી, “આ પાડાને અટકાવો.” શેઠે કહ્યું, “આ તો ભદ્રક છે, તે ભલે પ્રવેશે. એને અટકાવશે નહીં. ” પછી પાડે અંદર પ્રવેશ્યા. રાજા નજરે પડ્યો એટલે તે તેને પગે પડ્યો. શેઠ રાજાને પ્રણામ કરીને ઊડ્યો, એટલે રાજાએ તેને પૂછયું, “આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy