SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચન્દ્રા ભક [ ૩૪૫ ] પ્રસંગમાં ક્ષમાપથ ઉપર રહેલા જીવો રેષરૂપી જંગલી દાવાનળના માર્ગને દૂરથી જ ત્યાગ કરીને નિર્વાણના માર્ગે ચઢીને ટૂંક સમયમાં દુખને અંત કરનારા થાય છે. ” પછી ફરી પાછું (વિદ્યાધરોએ સંજયંત કેવલીને ) પૂછયું, “ ભગવન! આ ભારતમાં કેટલા ધનાયક હતા? અથવા કેટલા થશે ?” એટલે કેવલીએ કહ્યું, “ અતીત કાળમાં અનંતા ધર્મનાયક થઈ ગયા છે અને ભવિષ્યકાળમાં અનંતા થશે. આ અવસપિ. ણીને આશ્રીને શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વાસુપૂજ્ય સુધીના, સુર-અસુર અને રાજાઓ વડે પ્રયત્નપૂર્વક પૂજાયેલા અને ભવ્ય અને રૂપી કુમુદાકરેને માટે ચંદ્ર સમાન, બાર અંગોને ઉપદેશ આપનાર બાર તીર્થકર થઈ ગયા છે; શ્રીવિમલનાથથી માંડીને શ્રી મહાવીર સુધીના બાર થશે.” એ પ્રમાણે કેવલીએ કહેતાં ચંદ્રાભદેવ અને ધરણે વંદન કરીને તેમને વનવવા લાગ્યા, “ ભગવાન ! અહીંથી ચવ્યા પછી અમારો સમાગમ થશે? અમને બેધિ અથવા આરાધના સુલભ છે ?” કેવલીએ કહ્યું, “તમે આ જ ભારતમાં મથુરા નગરીમાં મેરુમાલી રાજાની અનંતશ્રી-અમિતગતિ દેવીઓના પુત્ર મંદિર અને સુમેરુ નામે થશે. ત્યાં સુખપૂર્વક ઊછરીને તમે કલાગ્રહણ કરશે. વિમલનાથ અરિહંતના તીર્થકર–અતિશયથી વિચિમત થયેલે, વિમલ અને વિપુલ જ્ઞાનવાળા ભગવાન વિમલનાથે જેના પરલોક સંબંધી સંશોનું આવરણ છેદી નાખ્યું છે એ તથા દેવલોકના સંસમરણ દ્વારા પરલેક જેને પ્રત્યક્ષ થયે છે એ મેરુમાલી રાજા પરમ વૈરાગ્ય પામીને તમને બને જણને રાજ્ય આપી, દીક્ષા લઈને ગણધર થશે. ભગવાન વિમલનાથે જેમને જન્મના પ્રકાર કા છે તથા જેમને જાતિસ્મરણ થયું છે એવા તમે કેટલેક કાળે રાજ્ય ઉપરના મમત્વને ત્યાગ કરીને યથપદિષ્ટ સંયમનું પાલન કરતાં કર્મોને ખપાવીને સમેત પર્વત ઉપર મેક્ષમાં જશે.” આ પ્રમાણે જેમના સંશય દૂર થયા છે એવા દેવો અને વિદ્યાધર કેવલીને વંદન કરીને ઊભા રહ્યા. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ જેમનાં ક્ષીણ થયાં છે એવા સંજયંત કેવલી નિર્વાણ પામ્યા. દેએ તેમના પરિનિર્વાણ-મહત્સવ કર્યો. પછી ધરણને પગે પડીને વિદ્યાધરો વિનંતી કરવા લાગ્યા. “સ્વામી ! તમારે કેપ અમે જે અમારી વિદ્યાઓ પાછી આપવા વડે અમારા ઉપર કૃપા કરે.” એટલે ધરણે તેમને કહ્યું, “અરે, સાંભળો-આજથી તમને વિદ્યાઓ સાધવાથી જ વશ થશે. વિદ્યાઓ સિદ્ધ થઈ હશે તો પણ જિનગૃહમાં, અને સાધુને અથવા મિથુન(પતિ-પત્ની)નો અપરાધ કરતાં તમે વિદ્યાથી ભ્રષ્ટ થશે. પણ આ વિષ્ટ્રના વંશમાં મહાવિદ્યાઓ પુરુષને સિદ્ધ નહીં થાય. સ્ત્રીઓને માટે પણ તે ઉપસર્ગવાળી અને દુખપૂર્વક સાધી શકાય એવી થશે. અથવા દેવ, સાધુ અને મહાપુરુષના દર્શનથી એ વિદ્યાઓ સુખેથી સિદ્ધ થશે.” આ પ્રમાણે દેવની સમક્ષ વિદ્યાધરોની મર્યાદા સ્થાપીને ધરણ દેવોની સાથે ગયે. ભગવાન ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy