SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ _ _ [ ૩૪૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વધ–બંધ-મરણ પામે; ચિત્તની કલુષિત અવસ્થા તથા દયાહીનતાને કારણે ઉપાર્જિત કરેલાં પાપકર્મનું દારુણ ફળ વિવશ એ તે દુર્ગતિમાં જઈને ભેગવે છે. સમર્થ હોય તે પણ નિરપરાધીને આક્રોશ–વધ-બંધ વડે પીડતો રોષવશતાથી બળતે આ ક્રૂર, નિર્દય, પાપાચારી, નહીં જોવા લાયક અને ત્યાગ કરવા લાયક છે” એ રીતે નિંદનીય થાય છે; પરલોકમાં પણ તે નિમિત્તે આક્રેશ, ત્રાસ અને તાડન પામતા અથવા સેંકડો વ્યાધિ વડે પીડાતે નરક-તિર્યંચ નિઓમાં દુઃખ-મરણને અનુભવતા ઘણા કાળે અશુભ ક્ષીણ થાય ત્યારે સુખ પામે છે, માટે ક્રોધને દૂરથી જ ત્યાગ કરવો. થાપણના અપહરણરૂપ પિતાનો દેષ ગણીને જે પુરોહિતે “મારા અપરાધને કારણે મને દેશવટો દેવામાં આવ્યું છે ” એમ વિચારીને પિતાના ક્રોધને ઓછો કર્યો હતો તે તે પ્રકારની દુઃખખલાને વીંટતે ઘણા કાળ સુધી તે શારીરિક અને માનસિક દુઃખે અનુભવત નહીં. આ અને બીજા પણ કષાયના દોષે છે. સંતાપ રહિત, જેની પાસે સુખપૂર્વક જઈ શકાય એવે, સૌમ્ય, અને સજજનેને બહુમાન્ય છે, ક્ષમાપક્ષનું સેવન કરનાર જીવ આ લેકમાં પૂજનીય અને યશસ્વી થાય છે, પરલેકમાં પણ મનુષ્યભવમાં અને દેવભવમાં લોકોનાં નયનને પ્રિય અને મધુર વાણીવાળો તે જીવ તે તે ભાવને યેગ્ય સુખે ભેગવતે સ્થાન અને પાત્ર માનને થાય છે. પિતાના કાર્યનું સાધન કરવામાં ઉઘત, અન્યને પીડા આપવામાં કાર્યસિદ્ધિ જેતે તથા ગુણદોષના વિચાર વગરનો કોઈ પણ બીજે મનુષ્ય અજ્ઞાનને કારણે કેપ કરે, તે બુદ્ધિમાને આ પ્રમાણે વિચાર કરવો– મૂઢતાને કારણે આ બિચારા રેષાગ્નિને પોતે જ સળગાવીને, પતંગિયું જેમ દીપકમાં પ્રવેશે તેમ, એના પરિણામી દષસમૂહને નહીં તો પોતે જ તેમાં પ્રવેશે છે, માટે રોષના દોષોને જાણતા અને અનુકંપાયુકત એવા મારે તેને શાન કરવા જોઈએ. ક્રોધ કરવાનું મને શોભતું નથી. વિષમ ભૂમિપ્રદેશમાં આવી પડેલા આંધળાની જેમ શોચનીય પક્ષમાં આવી પડેલા આ મનુષ્યને ઉપદેશરૂપી હાથ આપવા વડે મારે ઉપકાર કરવો જોઈએ. તેમાં જ પ્રવેશ કરવાનું મારે પોતાને માટે યોગ્ય નથી.” જે આ પ્રમાણે વિચાર કરે તેને રોષાગ્નિ, પાણીથી ભરેલા સરોવરને ન તપાવી શકે તેમ, તપાવી શકતો નથી. અથવા જિનવચનરૂપી જળ વડે સીંચાયેલા ચિત્તકમળાવાળો મનુષ્ય એમ વિચાર કરે કે –“દુઃખી એ સામે માણસ મને પીડા આપતાં શાન્તિ મેળવતા હોય તે તે બિચારો ભલે વિશ્રામ પામે આવી અવસ્થામાં રહેલા તેના ઉપર મારે ક્રોધ કરવો ન જોઈએ અથવા એના જેવા મારે થવું ન જોઈએ. આ નિમિત્તે ક્ષમારત્નને લાભ થાય છે એ મારે માટે જાણે કે સંતેષનું સ્થાન છે. જે મેં ભવાન્તરમાં કોઈને આ પ્રકારે કર્કશ વચનેથી પીડા આપી હોય અને તેનું આ ફળ હોય તે પણ ત્રણમક્ષ થાય છેશ્રણમાંથી છુટાય છે. એ પ્રિય વસ્તુમાં ક્રોધ કરવાનું મને શોભતું નથી. આ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy